સાંસદ હનુમાન બેનીવાલે કાર્યકરને મારી થપ્પડ ,VIDEO:કેમેરો જોતા જ વર્તન બદલ્યું,યુવકને ગળે લગાવ્યો

3 મહિનો પહેલા

આરએલપીના રાષ્ટ્રીય સંયોજક અને નાગૌર સંસદ હનુમાન બેનીવાલે તેમના કાર્યકરને થપ્પડ મારી. ધક્કા-મુક્કી થતા અને તેમના ચંપલ ન મળતા બેનીવાલ નારાજ થઈ ગયા.પહેવા તો તેમણે યુવકને થપ્પડ મારી અને પછી કેમેતાને જોતા જ તેને ગળે લગાડ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના નાગૌર જિલ્લાના મેળાની હોવાનું કહેવાઈ રહ્યું છે.વીડિયોમાં હનુમાન બેનીવાલ ભીડમાં જોવા મળી રહ્યા છે. ઘણા યુવાનો તેમની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આ દરમિયાન બેનીવાલે ચંપલ ન મળવા અને ભીડના ધક્કાથી નારાજ યુવકને થપ્પડ મારી હતી. જો કે, કેમેરાને જોતા જ તરત તે યુવકને ગળે લગાવતા પણ જોવા મળે છે.ત્યારબાદ બેનીવાલ સાથે હેલિકોપ્ટરમાં બેઠેલા યુવકનો ફોટો પણ શેર થઈ રહ્યો છે. આ ફોટો એ જ કાર્યકરનો છે જેને બેનીવાલ દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ બેનીવાલ સાથે હેલિકોપ્ટરમાં બેઠેલા યુવકનો ફોટો શેર કરીને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...