હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં શુક્રવારે સવારે લેન્ડસ્લાઈડ થવાથી ભેખડ ચંદ્રભાગા નદીમાં પડી હતી, જેના કારણે નદીનો પ્રવાહ રોકાય ગયો હતો. નદીનું પાણી બે ગામના કેટલાંક ઘરો અને ખેતરોમાં ભરાય ગયા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે પહાડનો એક ભાગ ધીમે-ધીમે ખસવા લાગ્યો અને પછી ભેખડે નદીનો પ્રવાહ રોકી દીધો.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું કે ઘટના પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાંક ગામોને ખાલી કરાવવામાં આવ્યા હતા. નદીનો પ્રવાહ રોકાવવાથી તરંગ અને જસરત ગામના ચાર ઘરો સુધી પાણી પહોંચી ગયું. 30 વીઘા ખેતરોમાં પણ પાણી ભરાય ગયા. 5 ગૌશાળાઓ, એક ઘેટું અને એક વાછરડું તેમ તણાય ગયા. થોડો સમય પછી નદીનો પ્રવાહ ફરી શરૂ થઈ ગયો.
મુખ્યમંત્રીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી
સુદેશ કુમારે જણાવ્યું કે માટીની તપાસ માટે સોઇલ સ્ટડીની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. કોઈ અઘટીત ઘટના બને તો તેનો સામનો કરવા માટે NDRFની ટીમ કુલ્લુમાં સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે. ઉદયપુરમાં રહેતા વીર બહાદુર સિંહે જણાવ્યું કે ચંદ્રભાગા નદીનો પ્રવાહ ઉદયપુર સબ ડિવીઝનના નલાદા અને જસરત વચ્ચે જહાલમન ગામની પાસે રોકાયો હતો.
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વિધાનસભામાં કહ્યું કે તેઓએ ઘટના પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. તેઓએ શક્ય હોય તેટલી દરેક પ્રકારની મદદ આપવાનું કહ્યું છે. ટ્રાઈબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર રામ લાલ મારકંડા, ચીફ સેક્રેટરી રામ સુભાગ સિંહ અને DGP સંજય કુંડૂએ નદી બ્લોક થવાથી જે સ્થિતિ બની છે તેની સમીક્ષા કરી છે.
પાકિસ્તાન સુધી વહે છે નદી
હિમાલયના ઉપરના ભાગમાં આવેલા ટાંડીમાં ચંદ્રા અને ભાગા નદીઓનો સંગમ બનવાને કારણે આ નદીને ચંદ્રભાગા કહેવામાં આવે છે. કાશ્મીરમાં આ ચિનાબ નામથી ઓળખાય છે. આ સિંધુ નદીની જ એક સહાયક નદી છે. જે જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ક્ષેત્રમાંથી થઈને પંજાબ અને પાકિસ્તાનના મેદાની વિસ્તારોમાં વહે છે. આ નદીનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિંધુ જળ સમજૂતીની શરતો મુજબ વહેંચવામાં આવે છે.
હિમાચલમાં સતત થઈ રહ્યું છે લેન્ડસ્લાઈડિંગ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.