તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Champat Rai And Anil Mishra May Be Removed From Shriram Janmabhoomi Trust, Purchase Of New Land Banned

શ્રીરામ જન્મભૂમિ જમીન વિવાદ:ચંપત રાય અને અનિલ મીશ્રાને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટથી દૂર કરવામાં આવી શકે છે, નવી જમીનની ખરીદી પર પ્રતિબંધ

2 મહિનો પહેલા
  • RSS શ્રીરામ જન્મભૂમિ જમીન વિવાદ અંગે એક્શનમાં આવી
  • ઘણા સભ્યોને જવાબદારીઓ માંથી દૂર કરવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિરનાં જમીન કૌભાંડને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) એક્શનમાં નજરે આવી રહી છે. RSSનાં ભૈયાજી જોશી ટ્રસ્ટને લઇને રણનિતી બનાવવામાં લાગી ગયા છે. તેઓ ટુંકજ સમયમાં આયોધ્યા પણ પહોંચી શકે છે. જાણવામાં આવી રહ્યુ છે કે શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપત રાયને ચીત્રકૂટમાં ચાલી રહેલી બેઠકમાં બોલાવી શકાય છે. તેમને ટ્રસ્ટના કામથી દુર પણ કરવામા આવી શકે છે.

ચંપત રાય પાસે વિશ્વ હિંદુ પરિષદનાં કેંન્દ્રિય ઉપાધ્યક્ષની જવાબદારી પણ છે. તેથી તેઓ ટ્રસ્ટને સહયોગ કરતા રહેશે. ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાને સંઘ વિચાર પ્રવાહના કોઇ સંગઠનમાં જવાબદારી આપવામાં આવી શકે છે. અને ટ્રસ્ટનાં કામ માંથી દૂર કરવામાં આવી શકે છે.

નવી જમીનનાં સોદા ઉપર પ્રતિબંધ
ટ્રસ્ટે નવી જમીનની ખરીદી પર હાલ પૂરતો પ્રતિબંધ મુક્યો છે. બિજૈસી ક્ષેત્રમાં જમીન ખરીદી વખતે 2 કરોડની જે જમીનનો 18 કરોડમાં થયેલ સોદાને લઇને જે કૌભાડોના આરોપ લાગ્યા હતા તેમનાં જ પાસે કોલ ડિપો ક્ષેત્રમાં કેટલાય હેક્ટર જમીનોના સોદા નક્કી હતા, તેનું જ રજીસ્ટ્રેશન થવાનુ હતુ. તેને રોકી દેવામાં આવ્યુ હતું.

સહકાર્યવાહક ભૈયાજી જોશી આ બાબત પર નજર રાખશે
જમીન કૌભાંડના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે સંઘ ભલે ટ્રસ્ટના પદાધિકારીઓને બચાવતો નજરે પડે છે, પરંતુ અંદરનો હોબાળો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ મામલો સામે આવતાં RSSનાં વરિષ્ઠ કાર્યકર્તા સરકાર્યવાહ ભૈયાજી જોશી આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં અયોધ્યા પણ આવી શકે છે. ટ્રસ્ટના હોદ્દેદારો, જેમના નામ આ કેસમાં સામે આવ્યા છે, તેઓ કાયદેસર રીતે ટ્રસ્ટમાં રહેશે, પરંતુ ટ્રસ્ટમાં તેમના પ્રભાવને દૂર કરીને નુકસાન નિયંત્રણના પ્રયાસો કરવામાં આવશે તે નક્કી છે.

સૂત્રો મુજબ ભૈયાજી જોશીની એન્ટ્રી એ દર્શાવી રહી છે કે વિપક્ષને કઇ કહેવનો મોકો આપ્યા વગર કેટલાય લોકોને તેમના પદ પર ટકાવી રાખવામાં આવશે. પરંતુ હવે તેઓ સ્વતંત્ર રીતે કામ નહી કરી શકે. ટ્રસ્ટ પર RSSસીધુ નજર રાખશે.

સપાનાં પૂર્વમંત્રીએ સૌ પ્રથમ સવાલો ઉઠાવ્યા હતા
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટના તરફથી રામમંદિર નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીન પર સપા નેતા અને પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે પવને ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે 2 કરોડમાં બેનામી કરવામાં આવેલી જમીનોને 10 મીનીટની અંદર 18.50 કરોડમાં રજીસ્ટર એગ્રિમેન્ટ કરી દેવામાં આવ્યા. પવને આખી બાબતમાં દસ્તાવેજ રજૂ કરી આ કેસમાં CBI તપાસ કરવાની માંગ કરી છે.

આ બાબતને લઇને કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ ટ્રસ્ટના સભ્યો પર જમીન કૌભાંડનો આરોપ કર્યો છે. જોકે, ટ્રસ્ટે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ભાજપના નેતાઓ પણ ટ્રસ્ટના સભ્યો પર લાગેલ આરોપોને ખોટા ગણાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...