• Gujarati News
  • National
  • Chadhuni Said On One Side You Lift The Stick, On The Other Side I, Let's Fight Face To Face; If I Lose, I Will Become Your Slave

ખેડૂત નેતાની હરિયાણાના CMને ચેલેન્જ:ચઢૂનીએ કહ્યું- એક બાજુ તમે લાઠી ઉઠાવો બીજી બાજુ હું, સામસામે લડી લઈએ; હારી જઈશ તો તમારો ગુલામ બની જઈશ

લુધિયાના13 દિવસ પહેલા

ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂનીએ હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટરને ચેલેન્જ ફેંકી છે. ચેલેન્જ સામસામે લડી લેવાની છે. મનોહરલાલે ખેડૂતોનો સામનો કરવા માટે કાર્યકર્તાઓને લાઠી ઉઠાવવાનું અને જેવા સાથે તેવા બનોની સલાહ આપી હતી. આ મુદ્દે ચઢૂનીએ કહ્યું કે કોઈ હોશિયારીમાં ન રહેશો. તારીખ નક્કી કરી લો ક્યારે આવવાનું છે. તમે ગુંડા તૈયાર કરી લો, અમે ખેડૂત તૈયાર કરી લઈશું. એક દિવસમાં કામ પુરું કરી નાંખીએ. જો કે અમે પહેલાં વાર નહીં કરીએ. અમારા પર હુમલો થયો તો જે થશે તેનું પરિણામ સારું નહીં આવે.

ચઢૂનીએ કહ્યું કે કોઈ પણ સમય નક્કી કરી લો અને સામસામે લડી લઈએ. બીજાના છોકરાઓને સૂળીએ ચઢાવવાની જરૂર નથી. એક બાજુ તમે લાઠી ઉઠાવીને આવી જાવ અને બીજી તરફ હું આવી જઈશ. જો તમે મને હરાવી દીધો તો હું યુનિયન છોડી દઈશ, અને તમારો ગુલામ બની જઈશ. તમે હારી ગયા તો મુખ્યમંત્રીનું પદ છોડીને અમારી વાત માની લેજો.

ધરપકડ બાદ છુટ્યા ચઢૂની
ગુરનામ ચઢૂનીને લખીમપુર ખીરીની ઘટના પછી મેરઠમાં પકડવામાં આવ્યો હતો. મોડી રાત્રે તેમને છોડી દેવામાં આવ્યા. ચઢૂનીને છોડવામાં આવ્યા બાદ ગાડીમાં જ વીડિયો બનાવીને નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે મનોહરલાલનું નિવેદન નિંદનીય છે. તેઓ કહી રહ્યાં છે કે પાંચ-સાતસો યુવાનોનું ગ્રુપ બનાવી લો, લાઠી ઉઠાવી લો અને ખેડૂતો પર હુમલો કરો. પછી 5થી 6 મહિનામાં જેલમાં કાઢવા પડશે પરંતુ જ્યારે જેલમાંથી બહાર આવશો ત્યારે નેતા બની જશો. આ ભાષા મુખ્યમંત્રીની ન હોય શકે. પહેલાં અમને રમખાણ કરનારાઓ કહેવાતા હતા. પરંતુ અમે ક્યારેય લડાઈ-ઝઘડાની વાત નથી કરી.

વાયરલ થઈ રહ્યું છે મનોહરલાલનું નિવેદન
હરિયાણાના મુખ્યમંત્રીના નિવેદનનો વીડિયો લખીમપુર ખીરીમાં થયેલી ઘટના પછી ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ તેમનો આ વિવાદિત નિવેદનવાળો વીડિયો મીડિયામાં પોસ્ટ થઈ રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા પણ આવી રહી છે કે જે લખીમપુરમાં થયું તે બધું જ મનોહરલાલના આ નિવેદનનું જ પરિણામ છે.

જાખડ, સુખબીર બાદલ પણ વિરોધ કરી ચુક્યા છે
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ અને શિરોમણી અકાલીદળના પ્રમુખ સુખબીરસિંહ બાદલ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આ વાતનો વિરોધ કરી ચુક્યા છે. લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર આરોપ છે કે તેને શાંતિથી થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કિસાનો પર ગાડી ચડાવી દીધી, જેના કારણે ખેડૂતોના મોત નિપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...