તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અયોધ્યા:સદીઓનું અંતર 32 સેકન્ડમાં ખતમ, મંદિર આંદોલનની ઓળખ રહેલા ‘જય શ્રીરામ’ ઉદઘોષના બદલે હવે ‘જય સિયારામ’નો જયઘોષ

અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
2014માં વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર મોદી અને ભાગવત એક મંચ પર સાથે જોવા મળ્યાં. - Divya Bhaskar
2014માં વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર મોદી અને ભાગવત એક મંચ પર સાથે જોવા મળ્યાં.
  • મંદિર આધુનિક ભારતની સંસ્કૃતિનું પ્રતીક, તે દેશને જોડશે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં આકાર લેનારું ભવ્ય રામમંદિર ભારતીય સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. મંદિરનિર્માણની પ્રક્રિયા સમગ્ર દેશને જોડવાનું કામ કરશે. મંદિર બન્યા પછી અયોધ્યાની ભવ્યતા જ નહીં વધે, પરંતુ આ પ્રદેશનું અર્થતંત્ર પણ બદલાઈ જશે. ભૂમિપૂજન પછી વડાપ્રધાને કહ્યું કે, રામ આપણને સમય સાથે આગળ વધવાનું શીખવે છે. રામની રીતિ-નીતિ અને કર્તવ્ય પાલન બેજોડ છે. આપણે બધાની સાથે, બધાનો વિશ્વાસ જીતીને, બધાનો વિકાસ કરવાનો છે. ભગવાન રામનો સંદેશ છે કે, હવે મોડું નથી કરવાનું, હવે આપણે આગળ વધવાનું છે. જેમનાં ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આ સપનું સાકાર થયું છે, જેમની તપસ્યા મંદિરના પાયાની જેમ જોડાયેલી છે, તેમને હું નમન કરું છું.

  • ‘જય શ્રીરામ’નો ઉદઘોષ રામમંદિર આંદોલનની ઓળખ હતો, પરંતુ ભૂમિપૂજન કાર્યક્રમમાં તેનું સ્થાન ‘જય સિયારામ’ના જયઘોષે લઈ લીધું છે. મોદીએ ઘણી વાર ‘સિયાવર રામચંદ્ર કી જય’, ‘જય સિયારામ’નો જયઘોષ કર્યો હતો.
  • મોદીએ કહ્યું કે, કોરોનાના સંજોગોમાં પ્રભુ રામનો મર્યાદા માર્ગ વધુ ઉપયોગી છે. વર્તમાનની મર્યાદા છે- ‘બે ગજનું અંતર, માસ્ક છે જરૂરી.’

ભારતને મર્યાદા પાલનની શીખામણ; દેશના દુશ્મનોને ચેતવણી- ભય વિના પ્રેમ ના હોય...
રામ કાજ: ભગવાન રામનું કામ કર્યા વિના મને વિશ્રામ ક્યાં...

મોદીએ કહ્યું કે રામ કાજુ કિન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ. એટલે કે, ભગવાન રામનું કામ કર્યા વિના મને વિશ્રામ ક્યાં. હનુમાનજીના આશીર્વાદથી જ ભૂમિપૂજન થયું છે.

રામનામ: તે આપણી સંસ્કૃતિનો આધારે, આપણા મનમાં વસ્યા છે
મોદીએ કહ્યું કે, 27 વર્ષથી તંબૂમાં રહેલા રામલલ્લાનું ભવ્ય મંદિર બનશે. તેમની શક્તિ જુઓ. તેમનું અસ્તિત્વ મિટાવવાના પ્રયાસ થયા, પરંતુ રામ આપણા મનમાં વસ્યા છે.

5 ઓગસ્ટ: આ દિવસે લાગણીઓ પણ બિલકુલ 15 ઓગસ્ટ જેવી છે
મોદીએ કહ્યું કે 15 ઓગસ્ટનો દિવસ લાખો બલિદાનોનું પ્રતીક છે. એ જ રીતે, રામમંદિર માટે સદીઓ સુધી અનેક પેઢીઓ પ્રયાસ કરતી રહી. આજનો દિવસ એ જ ત્યાગનું પ્રતીક છે.

આધુનિક ભારત: આ સંદેશ આવનારી પેઢીઓ દુનિયામાં પહોંચાડશે
રામમંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. આવનારી પેઢીઓને આસ્થા અને સંકલ્પની પ્રેરણા આપશે. શ્રીરામનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડવો એ પેઢીઓની જવાબદારી છે.

રામમય ભારત: આજના દિવસે સમગ્ર ભારત ભાવુક અને રામમય થયું છે
કન્યાકુમારીથી ક્ષીરભવાની, કોટેશ્વરથી કામાખ્યા, જગન્નાથથી કેદારનાથ, સોમનાથથી કાશી, બોધગયાથી સારનાથ, અમૃતસરથી પટણા, આંદામાનથી અજમેર સુધી બધા રામમય છે.

ચેતવણી: રામના રસ્તાથી ભટક્યા, ત્યારે વિનાશના રસ્તા ખૂલ્યા
શ્રીરામની નીતિ છે- ‘ભય બિનુ હોઈ ન પ્રીતિ’. દેશ જેટલો શક્તિશાળી હશે, એટલી જ શાંતિ રહેશે. ગાંધીના રામરાજ્યનું સૂત્ર પણ આ જ હતું. રામ આધુનિકતાના પક્ષમાં હતા.

લોકોએ પોતાનું મન અયોધ્યા જેવું બનાવવાનું છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, રામમંદિર સાથે લોકોએ પણ પોતાનું મન અયોધો્યા જેવું બનાવવાનું છે. સંપૂર્ણ વિશ્વને સુખશાંતિ આપતા ભારતનું નિર્માણ કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...