તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાશ્મીરનું કોકડું:જમ્મુ-કાશ્મીરમાં વ્યાપેલો અવિશ્વાસ દૂર કરવાની જવાબદારી કેન્દ્રની : ફારુક

શ્રીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમર અબ્દુલ્લાહે ચૂંટણી પહેલા રાજ્યના દરજ્જાની માગ કરી
  • કલમ 370, 35એ બહાલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડું : મહેબૂબા મુફ્તી

વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં 24 જૂને યોજાયેલી બેઠક બાદ જમ્મુ-કાશ્મીર પાછા ફરેલા રાજ્યના નેતાઓએ શનિવારે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં નેશનલ કોન્ફરન્સ(એનસી)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોમાં અવિશ્વાસ વ્યાપી ગયો છે. તેને દૂર કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.

એનસી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ ચૂંટણીથી પહેલા રાજ્યનો દરજ્જો પાછો માગ્યો છે. ઓમરે કહ્યું કે અમે સીમાંકન અને ચૂંટણીને લઇને કેન્દ્રની ટાઈમલાઈન સાથે સંમત નથી. કેન્દ્ર સરકાર પહેલા જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપે. તેના પછી જ ચૂંટણી યોજાય. તેમણે કહ્યું કે અમે હજુ કલમ 370 અને 35એ બહાલ કરવાની માગ છોડી નથી.

પણ કેન્દ્રમાં હાલ જે સરકાર છે તેનાથી આશા રાખવી મુર્ખામી ગણાશે. અમે સીમાંકન અને રાજ્યનો દરજ્જો અને પછી ચૂંટણી ઈચ્છીએ છીએ.પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 બહાલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડું. આ નેતાઓએ એ અટકળોને ફગાવી હતી કે મોદી સાથે બેઠક બાદ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન ખતમ થઇ ગયું છે.

ફારુકે દેશના પ્રથમ પીએમ નહેરુના વાયદાની યાદ અપાવી
ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરના લોકોને જનમતસંગ્રહનો વાયદો કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન પી.વી.નરસિહ્મા રાવે 1996ની ચૂંટણી પહેલા લોકસભામાં જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતાનો વાયદો કર્યો હતો. ફારુકે કહ્યું કે ચૂંટણી પહેલા નરસિહ્મા રાવજીએ અમને સ્વાયત્તતાનો વાયદો કરતા કહ્યું હતું કે આકાશ સરહદ છે પણ સ્વતંત્રતા નથી. અમે કહ્યું કે અમે ક્યારેય સ્વતંત્રતા માગી નથી, અમે સ્વાયત્તતા માગી છે. તેમણે અમને ગૃહના પટલમાં વાયદો કર્યો હતો. તેનું શું થયું?

અન્ય સમાચારો પણ છે...