તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફજેતી બાદ ડેમેજ કંટ્રોલ:મહામારીનાં કારણે કેન્દ્રની છબીમાં પડેલું ગાબડું પૂરવાની કોશિશ, સરકારની સાથે ભાજપ અને સંઘ પણ આગળ આવ્યા

4 મહિનો પહેલા

કોરોના મહામારીની બીજી લહેરમાં ભારતમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારની દેશ-વિદેશમાં ટીકા થઈ રહી છે. કેસ અને મૃત્યુઆંક પણ બતાવી રહ્યા છે કે આ લહેરમાં સંક્રમણને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ નીવડી છે. મોદી સરકારની છબીને દેશ-વિદેશમાં ફરીથી સારી રીતે ચમકાવવા માટે હવે સરકારી અધિકારીઓની સાથો-સાથ ભાજપ અને સંઘ પણ પોઝિટિવિટીનાં ગુણગાન ગાવા લાગ્યા છે. અત્યારે કેન્દ્ર સરકારનાં કાર્યને લોકો સમક્ષ વધુ સારી રીતે રજૂ કરતા રહેવાનો જ આ અધિકારીઓનો પ્રયત્ન રહેલો છે. જોકે, વિપક્ષે એટલે કે ખાસ કરીને કોંગ્રેસે આ પોઝિટિવિટીનાં ગુણગાનની ટીકા કરી હતી.

સરકારની છબી સુધારવા માટે ત્રિપક્ષીય પોઝિટિવ ડ્રાઈવ
1. કેન્દ્રએ ઓફિસરોની વર્કશોપ આયોજી, મેસેજ આપવાની ટ્રેનિંગ કરાવી

  • કેન્દ્રએ ગત સપ્તાહે જોઈન્ટ સેક્રેટરી રેન્કનાં ઓફિસરો સાથે એક વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોરોના સંકટમાં સરકારની નિંદાને કેવી રીતે દૂર કરીને પોઝિટિવ સમાચારો અને સરકારનાં કાર્યો લોકો સમક્ષ રજૂ કરવાની તાલિમ આપવામાં આવી હતી.
  • PM મોદીનાં રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પણ પોઝિટિવ સમાચારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
  • ઘણા કેન્દ્રીય મંત્રીઓએ ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવા માટે સરકારનાં પ્રયત્નો અને એની સાથે જોડાયેલા કાર્યો થતા વિવિધ આર્ટિકલોને સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

2. ભાજપે સરકારનાં કાર્યોની ગણતરી આપી, વિપક્ષને ઘેર્યા

  • કોંગ્રેસે જ્યારે વર્કિંગ કમિટીની બેઠકમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે PM મોદીએ એમની ભૂલો અંગે માફી માગવી જોઈએ ત્યારપછી ભાજપ આક્રમક થઈ ગઈ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે એક પત્ર લખ્યો હતો. જેમાં કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું હતું અને સરકારનાં કાર્યોની ગણતરી પણ આપી હતી. એની સાથે આમાં એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ ડર અને ભ્રમ ફેલાવવાનું બંધ કરે તથા સ્વદેશી વેક્સિન પર પણ સવાલો ન ઉઠાવે.
  • નડ્ડાએ પત્રમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે જે કર્યું છે એનાથી હું અચંબિત નથી પરંતુ દુઃખી છું. એકબાજુ એમની પાર્ટીનાં કેટલાક કાર્યકર્તાઓ લોકોની મદદ કરવાનું કાર્ય કરી રહ્યા છે, ત્યારે એમની પાર્ટીનાં કેટલાક વરિષ્ઠ નેતાઓ આમ કરીને આ તમામ કાર્યો ઉપર પાણી ફેરવી રહ્યા છે.

3. સંઘે ઓનલાઈન ઈવેન્ટ શરૂ કર્યો, જેમાં ધર્મગુરૂઓનાં લેક્ચર

  • સંઘે 11 મેનાં રોજ એક ઓનલાઈન લેક્ચર શરૂ કર્યો હતો, જેને પોઝિટિવિટી અનલિમિટેડ નામ આપ્યું હતું. આ કાર્યક્રમમાં દિગ્ગજ મોટિવેટર્સ, ધર્મગુરૂઓ અને વેપારીઓનાં લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 15 મે સુધી ચાલશે, જેમાં સંઘનાં પ્રમુખ મોહન ભાગવત પણ દેશને સંબોધિત કરી શકે છે.
  • ગત મહિને સંઘનાં રાષ્ટ્રીય મહાસચિવ દત્તોત્રેય હોસબોલેએ દેશની જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે વિધ્વંસકારી અને દેશ વિરોધી શક્તિઓથી સાવધાન રહેજો. આ લોકો પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને નકારાત્મકતા અને અવિશ્વાસનાં વાતાવરણનું નિર્માણ કરી દેતા હોય છે.

પોઝિટિવ ડ્રાઈવ વિપક્ષનાં નિશાના પર
ચૂંટણીનાં રણનીતિકાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ આ પોઝિટિવિટી ડ્રાઈવને એક પ્રકારનાં પ્રચાર તરીકે જણાવી હતી. પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે દેશમાં દુઃખ અને મહમારીનાં વાતાવરણમાં સરકાર પોઝિટિવિટીનાં નામ પર અસત્ય અને ખોટો પ્રચાર કરી રહ્યા છે. આ અત્યંત નિંદનીય છે.

અન્ય સમાચારો પણ છે...