તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Central Committee's Big Claim: Corona Will Be Extinct In The Country By February, But Also Warned That A Second Wave Of Corona May Come In Winter

કોરોના વાઇરસ:સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું-ફેબ્રુઆરી સુધી એક્ટિવ કેસ ઘટીને 40 હજાર થઈ જશે; 24 કલાકમાં 55 હજાર નવા કેસ સામે આવ્યા, હવે 75.52 લાખ કેસ

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • સરકારે પહેલીવાર સ્વીકાર્યું- અમુક રાજ્યોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ ચૂક્યું છે
  • મહામારી સમાપ્ત થવા સુધીમાં 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થાય એવું અનુમાન

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દુનિયાભરના વૈજ્ઞાનિકો સાથે કોવિડ કેસોને લગતુ એક પ્રિડિક્શન મોડેલ તૈયાર કરી રહ્યું છે. તેમના સંશોધનમાં એ બાબત ધ્યાન પર આવી છે કે ભારતમાં કોવિડના કેસ આગામી 3-4 મહિના સુધી સતત ઘટતા જણાશે. ફેબ્રુઆરી મહિના સુધી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 40 હજાર સુધી થઈ જશે.

આ અગાઉ રવિવારે સરકાર તરફથી માહિતી આપવામાં આવી હતી કે વૈજ્ઞાનિકોની નેશનલ સુપરમોડલ સમિતિએ દાવો કર્યો છે કે દેશમાં કોરોના પીક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું હતું અને ફેબ્રુઆરી 2021માં કોરોના સમાપ્ત થઈ જશે. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના નિષ્ણાત સામેલ છે. બીજી તરફ, મહામારીનો સામનો કરવા માટે રચાયેલી ટાસ્કફોર્સના વડા વી.કે.પૉલે ચેતવણી આપી હતી કે શિયાળામાં કોરોનાની સેકન્ડ વેવ આવી શકે છે એટલા માટે હવે વધારે સાવચેત થઈ જવાની જરૂર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને રવિવારે સ્વીકાર્યું હતું કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ ચૂક્યું છે પણ એ ફક્ત અમુક જિલ્લા અને અમુક રાજ્યો સુધી જ મર્યાદિત છે.

સમિતિનું મોડેલ જણાવી ના શક્યું કે સેકન્ડ વેવ ક્યારે આવશે
એક જૂને “નેશનલ સુપર મોડલ ફૉર કોવિડ-19 પ્રોગ્રેશન’ નામનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. તેમાં વિજ્ઞાનીઓએ વાસ્તવિક ડેટાના આધારે મેથેમેટિકલ તથા સ્ટેટિસ્ટિકલ મોડેલ વિકસાવી પૂર્વાનુમાન લગાવ્યું હતું. સમિતિના સભ્ય પ્રો.મહેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે જો હાલ એના વિશે કોઈ માહિતી નથી કે કોરોના એન્ટિબોડી કેટલા દિવસ સુધી શરીરમાં રહે છે એટલા માટે આ મોડેલથી એ અંદાજ ન કાઢી શકાય કે બીજી કે ત્રીજી વેવ ક્યારે આવશે? ડૉ. માધુરી કાનિટકરે કહ્યું હતું કે કોરોના પર કાબૂ હોવા છતાં વેક્સિનનું મહત્ત્વ ઓછું નહીં થાય.

મહામારી ખતમ થવા સુધીમાં 1.06 કરોડ ચેપગ્રસ્ત હશે

  • સમિતિના અધ્યક્ષ હૈદરાબાદ આઈઆઈટી પ્રો. વિદ્યાસાગરે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં મહામારી નગણ્ય સ્તરે પહોંચી જશે. ત્યાં સુધી દેશમાં 1.06 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા હશે.
  • બિહારમાં ચૂંટણી માહોલ અને બંગાળમાં દુર્ગાપૂજા દરમિયાન દર્દી અસામાન્ય રૂપે વધી શકે છે.

લૉકડાઉન ન કરાયું હોત તો 25 લાખ લોકો મૃત્યુ પામત
સમિતિએ લૉકડાઉનને લીધે મજૂરોના માઈગ્રેશનની અસરનું પણ વિશ્લેષણ કર્યું. જો લૉકડાઉન ન લગાવાયું હોત તો જૂનમાં પીક આવત અને એ દિવસે 1.4 કરોડથી વધુ કેસ થઈ જાત અને આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં 2.4 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ જાત.

નિષ્ણાતોએ કહ્યું - પ્રદૂષણથી કોરોના વધઉ ફેલાશે
નિષ્ણાતોએ પ્રદૂષણથી કોરોના ઝડપથી ફેલાવાના જોખમ અંગે સાવચેત કર્યા છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે એનાથી એ લોકો સૌથી વધુ જોખમમાં છે જેમને અમુક અઠવાડિયાં પહેલાં કોઈ ચેપ લાગ્યો હોય. અનલૉક થવા અને શિયાળાના ભણકારાની સાથે જ દિલ્હી-NCR એર ક્વૉલિટી બગડવા લાગી છે.

ભારત બાયોટેક નાક વાટે અપાતી વેક્સિન તૈયાર કરી રહી છે
હૈદરાબાદની બાયોટેક કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી અને સેન્ટ લ્યુઈસ યુનિવર્સિટી સાથે નાક વાટે અપાતી વેક્સિન(નેક્સલ વેક્સિન) કેન્ડિડેટની ટ્રાયલ માટે કરાર કર્યો છે. એ હેઠળ કંપની ટ્રાયલ, ઉત્પાદન અને કોવિડ-19 વેક્સિન માટે બજાર જોશે.

સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, અખબારથી કોરોના ફેલાતો નથી, એટલા માટે કાલથી જ અખબાર મગાવો
કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે અખબારથી કોરોના ફેલાતો નથી. હર્ષવર્ધને આ વાત સન્ડે સંવાદમાં કહી હતી. તેમની સમક્ષ એક વાંચકે અખબાર ન વાંચી શકવાની પીડા શેર કરી હતી. હર્ષવર્ધને કહ્યું, એવા કોઈ પુરાવા નથી, જે સાબિત કરે કે અખબારથી કોરોના ફેલાય છે. તમને જો અખબાર વિના સવારની ચાનો સ્વાદ ન આવે તો તમે તમારા હૉકરને કોલ કરો અને કાલથી અખબાર મગાવવાનું શરૂ કરો. ચેપ ખાંસવા, છીંકવા વગેરેથી ફેલાય છે, ન કે અખબારથી.

કોરોનાના નવા કેસ સતત ઘટી રહ્યા છે. રવિવારે 56 હજાર 520 કેસ નોંધાયા, 66 હજાર 418 દર્દી સાજા થયા અને 581 લોકોના મોત થયા છે. છેલ્લા બે મહિનામાં નવા કેસમાં બીજો સૌથી ઓછો આંકડો છે. આ પહેલા 24 ઓગસ્ટે 59 હજાર 696 કેસ નોંધાયા હતા. 12 ઓક્ટોબરે 54 હજાર 262 કેસ નોંધાયા. છેલ્લા ત્રણ મહિનામાં છઠ્ઠી વખત 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.મધ્યપ્રદેશ
રાજ્યમાં રવિવારે 1030 લોકો સંક્રમિત નોંધાયા છે. 1427 લોકો રિકવર થયા અને 20 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 60 હજાર 188 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેમાં 13 હજાર 281 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 44 હજાર 134 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 2773 દર્દીઓના મોત થયા છે.

2. રાજસ્થાન
રાજ્યમાં સંક્રમણથી મરનારનો આંકડો 1747 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 12 દર્દીઓના મોત થયા છે. 1985 લોકો સંક્રમિત થયા છે અને 2088 લોકો રિકવર થયા છે. અત્યાર સુધી 1 લાખ 73 હજાર 266 લોકોનો રિપોર્ટ આવ્યો છે. જેમાંથી 21 હજાર 140 દર્દીઓની હાલ પણ સારવાર ચાલી રહી છે,જ્યારે 1 લાખ 50 હજાર 379 લોકો સાજા થઈ ચુક્યા છે.

3. બિહાર
રાજ્યમાં દર્દીઓનો આંકડો વધીને 2 લાખ 4 હજાર 212 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1152 લોકો સંક્રમિત થયા છે. હાલ 10 હજાર 621 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 92 હજાર 594 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 996 સંક્રમિતોના મોત થયા છે.

4. મહારાષ્ટ્ર રાજ્યમાં રવિવારે 9060 નવા કેસ નોંધાયા છે, 11 હજાર 204 લોકો રિકવર થયા અને 150 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી અહીંયા 15 લાખ 95 હજાર 381 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 1 લાખ 82 હજાર 976 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 13 લાખ 69 હજાર 810 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 42 હજાર 115 સંક્રમિતોના મોત થયા છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારનો આંકડો 6658 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 29 દર્દીઓના મોત થયા છે. રવિવારે 2486 નવા દર્દી નોંધાયા. આ સાથે જ દર્દીઓની સંખ્યા વધીને 4 લાખ 55 હજાર 146 થઈ ગઈ છે.જ્યારે 4 લાખ 15 હજાર 592 લોકો સાજા થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો