તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Celebrated At The Wedding Forgetting The Covid Guideline, The Groom Infected The Next Day, Died In The Hospital On The 9th Day

બેદરકારીએ ભોગ લીધો:લગ્નપ્રસંગમાં કોવિડ ગાઈડલાઈનનાં લીરેલીરા ઉડાવીને ઉજવણી કરી, બીજા દિવસે વરરાજા સંક્રમિત, 9માં દિવસે હોસ્પિટલમાં મોત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજસ્થાનનાં જાલોરમાં એક કરૂણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અત્યારે સમગ્ર ભારત દેશમાં કોરોના મહામારી ભારે કહેર વરસાવી રહી છે. હવે શહેરોની સાથે ગામડાઓમાં પણ કોરોનાનાં કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. તેમ છતાં ગામડાઓમાં હજુ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. રાજસ્થાનનાં જાલોર ગામમાં કેટલાક દિવસો પહેલા એક નવ-વિવાહિત યુવકનું કોરોનાને કારણે નિધન થયું હતું.

લગ્નપ્રંસંગમાં એકપણ ગાઈડલાઈનનું પાલન કરાયું નહોતું
કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ગામડાઓની અંદર લોકો લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં હાજરી આપતા હોય છે. લોકો લગ્ન પ્રસંગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પણ પાલન કરતા નથી. આને પરિણામે જ એક નવવિવાહિત યુવતીએ લગ્નનાં કેટલાક દિવસોની અંદર જ વિધવા થવું પડ્યું હતું. લગ્નપ્રસંગનાં બીજા જ દિવસે નવવિવાહિત યુવકની તબિયત અચાનક બગડી ગઈ હતી. યુવકની હાલત ગંભીર જણાતા એને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં જાણ થઈ હતી કે યુવક કોરોના પોઝિટિવ છે.

યુવકનું શુગર લેવલ 600ને પાર જતુ રહ્યું
રાજસ્થાનનાં જાલોરનાં યુવકનું નામ શેતાન સિંહ હતું, એણે 30 એપ્રિલનાં રોજ લગ્નપ્રસંગનું આયોજન કર્યું હતું. કોરોનાને કારણે એની હાલત વધુ ખરાબ થતી ગઈ હતી. યુવકે 1મેનાં રોજ ઘરે જાન લાવીને ગૃહપ્રવેશની વિધિ પણ સંપૂર્ણ કરી હતી. ત્યારે શેતાન સિંહનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ જતા એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. શેતાન સિંહનું શુગર લેવલ 600ને પાર જતુ રહ્યું હતું જેથી એની હાલતમાં કોઈપણ સુધારો આવ્યો નહોતો. યુવકનાં સ્વાસ્થ્યમાં સુધારો ન આવતા એને જાલોરથી સિરોહી અને પછી પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટના 9 દિવસોમાં પરિણમી હતી. નવમાં દિવસે સાંજે તો યુવક કોરોના સામે જંગ હારી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...