તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય સેનામાં રિસ્ટ્રક્ચરિંગ થશે:સંસદિય સમિતિને CDS રાવતે માહિતી આપતા કહ્યું, ‘3થી 4 વર્ષમાં આર્મીમાંથી એક લાખ જવાન ઓછા થશે’

નવી દિલ્હી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની તસવીર - Divya Bhaskar
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની તસવીર
 • ભારતીય સેનામાં હાલમાં 14 લાખ જવાન

ભારતની સેનામાં આગામી 3-4 વર્ષમાં 1 લાખ સૈનિકો ઘટાડવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે આ લક્ષ્ય અંગે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું છે. જનરલ રાવતે કહ્યું કે, તેનાથી જે પૈસા બચશે તેનો ઉપયોગ ટેક્નોલોજીના પ્રોત્સાહનમાં કરાશે. સ્ટેન્ડિંગ કમિટીનો આ રિપોર્ટ ગયા મહિને સંસદમાં રજૂ કરાયો હતો.

ઓફિસર્સને ફિલ્માં મોકલાશે
ભારતીય સેનામાં અત્યારે રિસ્ટ્રક્ચરિંગ (માળખાગત પરિવર્તન)ની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં દિલ્હી ખાતેના આર્મી હેડક્વાર્ટરમાંથી પણ ઓફિસર્સને ઘટાડીને ફિલ્ડમાં મોકલવાની યોજના છે. સેન્ડિંગ કમિટીએ સેનાના ‘ટૂથ ટૂ નેઈલ’ રેશિયો અંગે પણ જણાવ્યું છે. ટૂથ ટૂ ટેઈલ રેશિયો સૈનિક કાર્યવાહીમાં ભાગ લેનારા અને તેમના માટે માલ-સામાન પહોંચાડનારા સૈનિકો વચ્ચેની સરેરાશને કહે છે.

સૈનિકોને આધુનિક શસ્ત્રો આપવાની યોજના
ટૂલ ટૂ ટેઈલ સરેરાશને કેવી રીતે ઘટાડવી તેના સવાલના મૌખિક જવાબમાં સીડીએસએ જણાવ્યુંકે, 3-4 વર્ષમાં એક લાખ સૈનિકો ઘટાડવાનું લક્ષ્ય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ભારતીય સેનામાં અત્યારે 14 લાખ સૈનિક છે. સીડીએસે સ્ટેન્ડિંગ કમિટીની વધુમાં કહ્યું કે અમે ટેક્નોલોજીના વધુ ઉપયોગ પર ભાર મુકી રહ્યા છીએ. બોર્ડર પર પગપાળા સૈનિકોને આધુનિક શસ્ત્રો પૂરા પાડવાની પણ યોજના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો