તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CDS General Bipin Rawat Said, "We Are Also Annoyed By The Taliban's Rapid Occupation Of Afghanistan. This Terrorist Organization Has Not Changed Even After 20 Years."

ભારત પણ સતર્ક:CDS જનરલ બિપિન રાવતે કહ્યું- અફઘાનિસ્તાન પર તાલિબાનના ઝડપી કબજાથી અમને આશ્ચર્ય થયું, 20 વર્ષ બાદ પણ બદલાયું નથી આ આતંકી સંગઠન

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • રાવતે કહ્યું- અફઘાનિસ્તાન પર તાલિબાન આટલી ઝડપે કબજો જમાવી લેશે, એવું ક્યારેય વિચાર્યું ન હતું

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના જણાવ્યા મુજબ, તાલિબાને જે ગતિથી અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવ્યો છે એનાથી ભારતને પણ આશ્ચર્ય થયું છે. એક કાર્યક્રમ દરમિયાન જનરલ રાવતે માન્યું હતું કે ભારતને પણ એવી આશંકા હતી કે તાલિબાન એક દિવસ અફઘાનિસ્તાન પર પોતાનો કબજો કરી લેશે, પરંતુ આ બધું એટલું ઝડપથી બનશે, એવું ક્યારેય વિચાર્યું નહોતું. તેમના મુજબ, 20 વર્ષ બાદ પણ તાલિબાન જરાપણ બદલાયું નથી.

ભારત કડક કાર્યવાહી કરશે
દિલ્હીમાં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના એક કાર્યક્રમમાં જનરલ રાવતની સાથે US ઇન્ડો-પેસિફિક કમાન્ડના એડમિરલ જોન અક્વિલીનો પણ સામેલ હતા. બંને અધિકારીએ અફઘાનિસ્તાન અને પ્રાદેશિક સુરક્ષાને લગતા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજો અને ભારત પર એની સંભવિત અસરનો ઉલ્લેખ કરતાં જનરલ રાવતે કહ્યું- જો તાલિબાનના નિયંત્રણવાળા અફઘાનિસ્તાનથી ભારત તરફ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ તો અમે તેની સામે ઝડપી કડક કાર્યવાહી કરીશું. ક્વાડ દેશોએ પણ વૈશ્વિક આતંકવાદનો સામનો કરવા માટે સહકાર વધારવો પડશે.

ક્વાડ ચાર દેશનું સંગઠન છે. એમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ચીન તેને હિન્દ મહાસાગરમાં પોતાના માટે સૌથી મોટું જોખમ અને સૈન્ય પડકાર માનતું આવ્યું છે.

ભારત સામે પડકાર
એડમિરલ અક્વિલીનોએ ચીનનું નામ લીધા વિના સ્વીકાર્યું છે કે ભારત LOC પર પડકારનો સામનો કરી રહ્યું છે અને દક્ષિણ ચીન સાગરમાં પણ ઘણા પડકારો છે. તેમણે ફ્રી નેવિગેશન પર ભાર મૂક્યો. હોંગકોંગમાં ચીનના વલણ પર પણ એડમિરલ જોને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે જનરલ રાવતે કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રને આતંકવાદમુક્ત બનાવવા માટે કામ કરી રહ્યું છે. ભારતને ડર છે કે અફઘાનિસ્તાનની સ્થિતિની અસર આપણા દેશ પર પણ થઈ શકે છે અને ભારત માટેની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે.

નથી બદલાયું તાલિબાન
એક સવાલના જવાબમાં રાવતે જણાવ્યું હતું કે તાલિબાન 20 વર્ષ બાદ પણ જરા પણ બદલાયું નથી, તેના પાર્ટનર જરૂરથી બદલાઈ ગયા છે. આ એ જ તાલિબાન છે, જે 20 વર્ષ પહેલા હતા, હવે નવા પાર્ટનરો સાથે સામે આવ્યા છે.

રાવતના સંકેતને એવા અહેવાલોની પુષ્ટિ ગણી શકાય, જેમાં કહેવામાં આવે છે કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ અફઘાનિસ્તાનમાં તાલિબાનને મદદ કરી રહ્યાં છે.