તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CDRI Says Virus Load Is Reduced In Just 5 Days, Affecting Pregnant Women And Children

એન્ટીવાયરલ દવાથી કોરોનાની સારવારનો દાવો:CDRIએ કહ્યું- માત્ર 5 દિવસમાં જ ઘટી જાય છે વાયરસનો લોડ, ગર્ભવતી મહિલાઓ અને બાળકો પર પણ અસરદાર

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખનઉ સ્થિત કેન્દ્રીય ઔષધિ અનુસંધાન સંસ્થાન (CDRI)ના વૈજ્ઞાનિકોએ એન્ટી વાયરલ ડ્રગ ઉમીફેનોવિરથી કોરોનાની સારવાર શક્ય છે તેવો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 5 દિવસમાં આ દવા વાયરસના લોડને ખતમ કરી દે છે. પ્રદેશના સૌથી મોટા કિંગ જ્યોર્જ મેડિકલ વિશ્વવિદ્યાલય (KGMU), લોહિયા સંસ્થાન અને પ્રાઈવેટ એર મેડિકલ કોલેજે પણ આ દવા તૈયાર કરવામાં CDRIએ પણ મદદ કરી છે. આ મેડિકલ સંસ્થાઓમાં પહેલી અને બીજી લહેરમાં દાખલ 132 દર્દીઓ પર તેનું સફળ ટ્રાયલનો દાવો CDRI નિર્દેશક કરી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલા ટ્રાયલથી વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે આ દવા ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ પર પણ અસરકારક રહેશે.

લક્ષણો વગરના અને સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ પર સફળ ટ્રાયલ થયું

દવા શોધનારા CDRI લખનઉના વૈજ્ઞાનિકોની ટીમ
દવા શોધનારા CDRI લખનઉના વૈજ્ઞાનિકોની ટીમ

CDRI નિર્દેશકે કહ્યું- ગર્ભવતી મહિલાઓ અને બાળકો પર પણ અસરકારક
CSIR-CDRI લખનઉના ડાયરેક્ટર પ્રો.તપસ કુંદુએ ભાસ્કરને જણાવ્યું કે હાલ ટ્રાયલ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી ઈમરજન્સી મંજૂરી મળ્યા બાદ 3 ઓક્ટોબર 2020થી 28 એપ્રિલ 2021 વચ્ચે કરવામાં આવ્યું. CDRIની 16 સભ્યોની ટીમની પહેલ પર ઉમીફેનોવિરને ટ્રાયલ માટે પસંદ કરાઈ હતી. ત્રણ તબક્કાના ટ્રાયલ પછી તેને લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણવાળા દર્દીઓની સારવારમાં અસરકારક જોવા મળી. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે પણ આ ઘણી ફાયદાકારક છે.

ઉમીફેનોવિર એન્ટી વાયરલ ડ્રગનું મોડલ
ઉમીફેનોવિર એન્ટી વાયરલ ડ્રગનું મોડલ

દિવસમાં બે વખત 5 દિવસ ખાવાની છે દવા
CDRIના સીનિયર ડૉ. સંજીવ યાદવે જણાવ્યું કે કોરોના દર્દીઓમાં વાયરસની અસરને લગભગ ખતમ કરવા માટે ઉમીફેનોવિરની 800 MGના ડોઝ દિવસમાં બે વખત માત્ર 5 દિવસ સુધી લેવાની રહે ચે. આ દવાનો ત્રીજા ફેઝના ટ્રાયલમાં 18થી 75 વર્ષી ઉંમરના લોકોને રાખવામાં આવ્યા હતા. દવા બનાવવાની ટેકનિક ગોવાની ખાનગી કંપનીને ટ્રાંસફર કરીને ઈમરજન્સી યૂઝ માટે અપાઈ હતી. હવે DCGIથી મંજૂરી મળ્યા બાદ તેની ટેબલેટ કે સિરપ કોઈ પણ સ્વરૂપે બજારમાં ઉતારી શકાય છે. ખાસ વાત એ છે કે તેની કિંમત અન્ય એન્ટી વાયરલ દવાઓથી અડધી રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...