તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CCTV Footage Showed 2 Suspects Holding The Bomb, The NIA Kept A Reward Of Rs 10 Lakh

ઈઝરાયલ એમ્બેસી બ્લાસ્ટ કેસમાં મહત્વનો પૂરાવો:CCTV ફૂટેજમાં બોમ્બ રાખનારા 2 શંકાસ્પદો દેખાયા, NIAએ રૂપિયા 10 લાખ ઈનામ રાખ્યું

નવી દિલ્હી3 મહિનો પહેલા

દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસીની બહાર વિસ્ફોટક રાખનારા 2 શંકાસ્પદો CCTV ફૂટેજમાં દેખાયા છે. બન્ને પર NIA એ રૂપિયા 10 લાખ ઈનામની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને જામિયા નગરથી ઓટોમાં આવ્યા હતા અને વિસ્ફોટક રાખ્યા બાદ અકબર રોડથી ઓટો મારફતે જતા રહ્યા હતા.

વિસ્ફોટમાં ઈરાનનો હાથ હોવાની આશંકા
વિસ્ફોટવાળી જગ્યાએથી એક પત્ર મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે 'આ તો એક ટ્રેલર છે' મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળેથી મળેલા પત્રમાં 2020માં માર્યા ગયેલા કાસમ સુલેમાની તથા ઈરાનના ન્યૂક્લિયર વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહનો પણ ઉલ્લેખ થયો હતો.

તપાસ એજન્સીઓએ આ ઘટના પાછળ ઈરાનનો હાથ હોવાની શક્યતા દર્શાવી છે. વિસ્ફોટવાળી જગ્યા પરથી જે પત્રમાં કાસિમ સુલેમાનીનો ઉલ્લેખ થયો હતો. કાસિમ ઈરાનનો સૌથી શક્તિશાળી કમાન્ડર હતો. તે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યો ગયો હતો.

વિસ્ફોટની જગ્યાથી ફક્ત 2 કિમી દૂર હતા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી. 29 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના ડો.એપીજી અબ્દુલ કલામ રોડ પર જિંદાલ હાઉસ પાસે ઈઝરાયલના દૂતાવાસ પાસે સાંજે લગભગ 5 વાગે બ્લાસ્ટ થયો હતો. આ જગ્યા વિજય ચોકથી આશરે 2 કિમી દૂર છે. દૂતાવાસની ઈમારતથી આશરે 150 મીટર દૂર થયેલા આ બ્લાસ્ટમાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું, જોકે આજુબાજુમાં રહેલી કારને વ્યાપક નુકસાન થયું હતું.