તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBSE's Focus On Internal Assessment For Results, Students Will Also Be Provided The Option Of Examination

ધોરણ-12ના પરિણામની ફોર્મ્યૂલા:પરિણામો માટે CBSEનું ધ્યાન આંતરીક મૂલ્યાંકન પર, વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

CBSEની ધોરણ-12 બોર્ડના પરિણામની ફોર્મ્યુલા શું હશે? આ પરીક્ષા રદ્દ કરવામાં આવ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન છે. ધોરણ-12ના પરિણામની ફોર્મ્યૂલા આ સપ્તાહે સામે આવી શકે છે. સૂત્રોએ ભાસ્કરને માહિતી આપી હતી કે પરિણામો માટે CBSEનું ફોકસ હજુ ઈન્ટરનેશનલ એસેસમેન્ટ (આંતરિક મૂલ્યાંકન) પર પણ છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી પરીક્ષા આપવા ઈચ્છે છે તો તેમને આ વિકલ્પ પણ આપવામાં આવશે.

અત્યારે આ 4 ફોર્મ્યુલા અંગે વિચારણા
વિદ્યાર્થીઓના પરિણામોનું મૂલ્યાંકન તેમના છેલ્લા 3 વર્ષના પર્ફોમન્સના આધારે થશે. એટલે કે ધોરણ-9, ધોરણ-10 અને ધોરણ-11ના પરિણામના આધારે કરી શકાય છે.
ધોરણ-11 અને ધોરણ-12ના આંતરિક મૂલ્યાંકનના આધારે રિઝલ્ટ તૈયાર કરી શકાય છે.

ધોરણ-10ની માફક જ ધોરણ-12 માટે પણ ઓબ્ઝેક્ટિવ ક્રાઈટેરિયા તૈયાર કરવામાં આવશે. કોઈ વિદ્યાર્થી આંતરીક એસેસમેન્ટના આધારે રિઝલ્ટથી સંતુષ્ટ નથી તો તેને એક્ઝામ આપવાની તક આપવામાં આવશે. જોકે, આ માટે કોરોનામાં સર્જાયેલી સ્થિતિ સામાન્ય બને ત્યાં સુધી રાહ જોવાની રહેશે.

આંતરિક મૂલ્યાંકનની શક્યતા વધારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યોજેલી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદન આપ્યુ હતું કે રિઝલ્ટ માટે આંતરિક પરીક્ષાને પણ આધાર બનાવી શકાય છે. આ સંજોગોમાં આ ફોર્મ્યુલાની શક્યતા વધારે છે. જોકે, CBSEએ સ્પષ્ટતા કરી છે કે અત્યારે કોઈ જ પ્રકારનો અંદાજ લગાવવામાં ન આવે.

ધોરણ-10 માટે પણ છે આંતરિક મૂલ્યાંકન
ધોરણ-10ની પરીક્ષા અગાઉથી જ રદ્દ કરવામાં આવી છે. ધોરણ-10નું પરિણામ તૈયાર કરવા માટે 5 સભ્યની શિક્ષકોની ટીમની દરેક શાળામાં રચના કરવામાં આવી છે. આ ટીમ પણ આંતરિક મૂલ્યાંકનના આધારે ધોરણ-10ના પરિણામ તૈયાર કરશે.

અગાઉની ફોર્મ્યુલા લાગૂ થઈ શકશે નહીં
ગયા વર્ષે સંપૂર્ણ પરીક્ષા રદ્દ થઈ હતી. કોરોનાને લીધે અધવચ્ચે જ પરીક્ષાઓ રદ્દ કરવી પડી હતી. કેટલાક વિદ્યાર્થીઓના 1, કેટલાકના 2 તો કેટલાકના 3 પેપર રહી ગયા હતા. ત્યારબાદ CBSEના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા પેપરના માર્ક્સનો આધાર બનાવીને બાકીના પેપર માટે એવરેજ માર્કિંગ કરવામાં આવ્યું હતું. આ વખતે અગાઉના વર્ષની ફોર્મ્યુલા લાગૂ કરી શકાશે નહીં.