કોરોનાની સામે બોર્ડ પણ ફેલ:સરકારે CBSEની 10માં ધોરણની પરીક્ષા રદ કરી, તમામ વિદ્યાર્થીઓ પ્રમોટ થશે; 12માંની એક્ઝામ 15 જૂન પછી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વડાપ્રધાને ટિપ્સ આપી હતી. - Divya Bhaskar
'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વડાપ્રધાને ટિપ્સ આપી હતી.
  • CBSEમાં 10માં 21.50 લાખ અને 12માંમા 14.30 લાખ, કુલ લગભગ 36 લાખ છાત્ર છે.
  • 10માંના છાત્ર પ્રમોટ થશે, જે નંબરથી સંતુષ્ટ નહીં હોય તેઓ પરીક્ષા આપી શકે છે.

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે. બંને પરીક્ષાથી જોડાયેલા સરકારના નિર્ણય....

12માંના છાત્રો માટે

  • 4 મેથી 14 જૂન સુધી ચાલનારી 12માંની બોર્ડ પરીક્ષા હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. આ પરીક્ષા તે પછી થશે. બોર્ડ 1 જૂને સ્થિતિની સમીક્ષા કરશે. ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
  • જો પરીક્ષા થશે તો ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં છાત્રોને આ અંગે જણાવવામાં આવશે.

10માંના છાત્રો માટે

  • આ છાત્રોની પરીક્ષા 4 મેથી 14 જૂન સુધી યોજાવવાની હતી. આ રદ એટલે કે કેન્સલ કરી દેવામાં આવી છે. એટલે કે આ વર્ષે તેમની પરીક્ષા નહીં યોજાય. તમામ સ્ટૂડન્ટ્સ આગામી ક્લાસ માટે પ્રમોટ કરવામાં આવશે, રિઝલ્ટની સાથે. આ રિઝલ્ટનો આધાર શું હશે તે CBSE નક્કી કરશે.
  • જો કોઈ છાત્ર બોર્ડ દ્વારા દેવામાં આવેલા માર્ક્સથી સંતુષ્ટ નહીં હોય તો તે પરીક્ષામાં સામેલ થઈ શકે છે. પરંતુ આ પરીક્ષા ત્યારે થશે જ્યારે તેના માટે દેશમાં સ્થિતિ સામાન્ય બની જશે.

ઓનલાઈન એક્ઝામનો કોઈ વિકલ્પ નથી
શિક્ષણ મંત્રાલયથી જોડાયેલાં એક અધિકારીએ જણાવ્યું કે શોર્ટ નોટિસ પર 12માંની ઓનલાઈન એક્ઝામ શક્ય નથી. આટલી જલદી છાત્ર પોતાની જાતને ઓનલાઈન પેટર્ન માટે કઈ રીતે તૈયાર કરી શકે? એવામાં એક્ઝામ ઓનલાઈન કરાવવી અને તેને કેન્સલ કરવા જેવાં વિકલ્પ શક્ય નથી.

આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની બુધવારે બપોરે લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ લેવાયો છે. આ પહેલાં અનેક નેતા અને રાજ્ય સરકાર CBSEની પરીક્ષાઓ ટાળવાની માગ કરી ચુક્યા હતા.

કહેવામાં આવે છે કે બેઠકમાં અધિકારીઓની ભલામણ હતી કે 12માં અને 10માંની બંને ધોરણની પરીક્ષાઓ ટાળી દેવામાં આવે. પરંતુ વડાપ્રધાને બધાંના અભિપ્રાય સાંભળ્યા બાદમાં કહ્યું કે બાળકો પહેલેથી જ કોરોનામાં ઘણું નુકસાન અને પરેશાનીનો સામનો કરી ચુક્યા છે. એવામાં 10માં પરીક્ષા રદ કરવી જોઈએ અને 12માંની પરીક્ષાને હાલ પૂરતી ટાળી દેવી જોઈએ.

4 મેના રોજ CBSE બોર્ડની એક્ઝામ યોજાવાની હતી
CBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા 4મેએ યોજાવાની હતી. ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને પણ 10માં અને 12માંની પરીક્ષા ટાળવાની માગ કરી હતી. આ સંબંધમાં એસોસિએશન તરફથી શિક્ષણ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. સાથે જ છાત્રોએ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન શરૂ કર્યું હતું.

CBSEની બોર્ડ પરીક્ષાઓમાં 10માં અને 12માં મળીને લગભગ 35.81 લાખ સ્ટૂડન્ટ સામેલ થવાના હતા. જેમાં 12માંના 14 લાખથી વધુ અને 10માંના 21.50 લાખ છાત્ર હતા.

ગત વર્ષે શું થયું હતું?
કોરોનાને કારણે ગત વર્ષે CBSEની બોર્ડ પરીક્ષાઓના કેટલાંક પેપર બાકી રહી ગયા હતા. ત્યારે 1થી 15 જુલાઈ વચ્ચે થનારા પેપર રદ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...