CBSEની 10 અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન વચ્ચે યોજાશે. 15 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. આ પહેલાં 1 માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષાનું સમગ્ર શિડ્યૂલ (ડેટ શીટ) ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે ગુરૂવારે પોતાના સંબોધનમાં કહ્યું કે- કોરોનાકાળમાં ટીચર્સ અને પેરેન્ટ્સે જે રીતે પોતાની જાતને તૈયાર કરી છે, તે પ્રશંસનિય છે.
શિક્ષણ મંત્રીએએ કહ્યું- CBSEના ચેરમેન સતત પરીક્ષાની સિસ્ટમ પર નજર રાખી રહ્યાં છે. વિદેશોમાં જે CBSE સ્કૂલ ચાલી રહી છે, તેઓને પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવી સ્કૂલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું- કોરોના હોવા છતાં વર્ષ બગડવા ન દીધું
નિશંકે કહ્યું કે- અમે આપણાં બાળકોનું ભવિષ્ય ખરાબ થવા ન દીધું. સુરક્ષા, સજાગતાની સાથે અમે પરીક્ષા કરાવી છે અને તેમનું વર્ષ ખરાબ થતા બચાવ્યું છે. વિદ્યાર્થીઓએ જે મનોબળથી કામ કર્યું તે અદ્ભુત ઉદાહરણ સમાન છે. આપણાં દેશમાં 33 કરોડ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ છે. જે અમેરિકાની કુલ વસ્તીથી પણ વધુ છે.
સ્ટૂડન્ટ અને ટીચર્સે ડિજિટલ લર્નિગ માટે પોતાને તૈયાર કર્યા
ડિજિટલ લર્નિંગ પર તેઓએ કહ્યું- કોવિડ-19ના સંકટ દરમિયાન આપણાં છાત્રો સહિત દરેક લોકોએ પડકારોનો સામનો કર્યો. અધ્યાપકો યોદ્ધા બનીને કામ કર્યું. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ પોતાને તૈયાર કર્યા. હાં, કેટલાંક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પાસે સ્માર્ટ ફોન ન હતા. પરંતુ અમે ટેલિવિઝન અને રેડિયોના માધ્યમથી આવા છાત્રો માટે કામ કર્યું.
કોરોનાની વચ્ચે દેશમાં 25 કરોડ છાત્રોએ ઓનલાઈન અભ્યાસ કર્યો
નિશંકે કહ્યું કે- કોરોનાની મહામારી સમયે પણ આપણી વ્યવસ્થા અને શિક્ષાને ખાસ અસર ન થઈ. અમે બધાંની સાથે સંવાદ કર્યો અને જે પણ મુશ્કેલી આવી આપણે હળીમળીને તેનો સામનો કર્યો. દેશના 33 કરોડ વિદ્યાર્થીઓમાંથી 25 કરોડ છાત્રોએ ઓનલાઈન અભ્યાસ કર્યો. કોરોનાકાળમાં વિશ્વની સૌથી મોટી પરીક્ષા JEE અને NEET થઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.