તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન પરીક્ષાની શક્યતા:CBSE ધો.10-12ની વૈકલ્પિક પરીક્ષા ઓગસ્ટમાં યોજી શકે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય શિક્ષણમંત્રી પોખરિયાલે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને સવાલોના જવાબ આપ્યા

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે શુક્રવારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના સવાલના જવાબ પણ આપ્યા હતા. શિક્ષણમંત્રીએ કહ્યું કે CBSEની ધો.10-12ની વૈકલ્પિક પરીક્ષા ઓફલાઈન મોડમાં ઓગસ્ટમાં યોજાય તેવી શક્યતા છે. જે વિદ્યાર્થીઓ ધો.10-12ના પરિણામથી અસંતોષ હશે

તેઓ ઓફલાઈન મોડમાં પરીક્ષા આપી શકશે. કોરોનાની હાલત સુધરતા આ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાય તેવી શક્યતા છે. મંત્રીએ કહ્યું કે તેમને CBSE બોર્ડ દ્વારા નિર્ધારિત મૂલ્યાંકન માપદંડ અંગે વિદ્યાર્થીઓ અને અન્ય હિતધારકો તરફથી સતત ઘણા બધા સંદેશા મળી રહ્યાં છે.

તમામ સવાલોના ઉકેલ માટે મે મારો સંદેશો પાઠવી દીધો છે. પોખરિયાલે સોશિયલ મીડિયા દ્વારા સવાલના જવાબ આપી દીધા હતા. જોકે તેમણે વિદ્યાર્થીઓ સાથે લાઈવ ચેટિંગ કર્યું નહોતું. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે દેશભરમાં ધો.10-12ની પરીક્ષા રદ કરાઈ છે. CBSEએ ધો.10-12 માટે અલગ-અલગ મૂલ્યાંકન, માપદંડ તૈયાર કર્યા છે. સુપ્રીમકોર્ટના આદેશ મુજબ પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર થઈ જશે.