તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modi Suddenly Joins Education Ministry's Video Conference, Talks To Students parents

સ્ટુડન્ટ્સને PMનું સરપ્રાઈઝ:શિક્ષા મંત્રાલયની વીડિયો કોન્ફરન્સમાં અચાનક જોડાયા મોદી, વિદ્યાર્થીઓને પુછ્યું- હવે IPL જોશો કે ઓલમ્પિકની ફાઈનલ

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કુલોમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એક સમાન આધાર નથી

શિક્ષા મંત્રાલયે ગુરુવારે CBSEના વિદ્યાર્થીઓની સાથે એક વીડિયો કોન્ફરન્સ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં અચાનક જોડાઈ ગયા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પરીક્ષાને લઈને સર્જાયેલી મુશ્કેલીઓ પર ચર્ચા કરી. એમ કહેવામાં આવે છે કે તેઓ ઘણા ઓછા સમય માટે બેઠકમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને માર્કિંગ કરવાની રીત વિશે પુછ્યું.

વાતચીત દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. કર્ણાટકથી નંદન હેગડેએ કહ્યું કે પરીક્ષા મારી જીંદગીની અંતિમ પરીક્ષા નથી. આગળ બીજી પરીક્ષાઓનો સામનો કરવાનો છે. આ અંગે મોદીએ કહ્યું કે હવે કઈ ઈવેન્ટ આવવાની છે. IPL જોશો કે ચેમ્પિયન્સ લીગ કે ઓલમ્પિકની ફાઈનલ જોશો. તેમાં મન લાગશે તમારુ. નંદને કહ્યું કે જરૂર જોઈશું.

ગુવાહાટીની વિદ્યાર્થીનીએ કહ્યું- પરીક્ષાઓ તો તહેવાર છે, તેનાથી શું ડરવું
ગુવાહાટીની એક વિદ્યાર્થીનીએ કહ્યું કે હું ધો.10માં હતી અને ટ્રાવેલિંગ કરી રહી હતી. આ દરમિયાન મને તમારી બુક દેખાઈ. તમે લખ્યું હતું કે એક્ઝામને તહેવારની જેમ ઉજવો. અમે તો એક્ઝામની તૈયારીઓ તહેવારની જેમ કરી હતી. હાલ સ્થિતિ સારી નથી પરંતુ તહેવારથી શું ડરવાનું. તેમ છતાં પણ અમે તમારા નિર્ણયથી ખુશ છીએ.

વડાપ્રધાને 1 જૂને થયેલી એક હાઈલેવલ બેઠક બાદ CBSEની ધો.12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. તે પછી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશે પણ પોતાના રાજ્યના બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે.

ધો.12ની બોર્ડ એક્ઝામ રદ કર્યા પછી મોદીએ કહી હતી 5 મોટી વાત
1. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જ ધો.12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. આ મુદ્દે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહિ.
3. પરીક્ષાને લઈને વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને ટીચર્સ તમામ પરેશાન. આ ચિંતાને ખત્મ કરવી જરૂરી હતી.
4. આવા દબાણ ભરેલા માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મજબૂર કરવા તે યોગ્ય નથી.
5. પરીક્ષાઓ સાથે જોડાયેલા તમામ પક્ષોએ હાલ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા બતાવવી જરૂરી છે.

રિઝલ્ટ કયાં આધારે આવશે, એ નક્કી કરવામાં 2 સપ્તાહ લાગશેઃ CBSE
CBSEના સચિવ અનુરાગ ત્રિપાઠીએ બુધવારે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ્સના મુલ્યાંકન માટે સ્ટ્રક્ચરિંગ ક્રાઈટેરિયા પર કામ ચાલી રહ્યું છે, તેને પુરા કરવામાં લગભગ 2 સપ્તાહનો સમય લાગશે. પછીથી આ અંગે નિર્ણય લેવામાં આવશે. પ્રક્રિયા પુરી થતા જ તેને પબ્લિકે ડોમેનમાં લાવવામાં આવશે.

ત્રિપાઠીએ કહ્યું કે પેરેન્ટ્સ, ટીચર્સ, પ્રિન્સિપલ અને વિદ્યાર્થીઓએ તેના માટે થોડી રાહ જોવાની જરૂરિયાત છે. સાથે જ બધાને અનુરોધ છે કે ગભરાશો નહિ.

ધો.12ના રિઝલ્ટ માટે ઈન્ટરનલ એસેસમેન્ટની વિરુદ્ધ એક્સપર્ટ
ધો.12 પહેલા ધો.10 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ધો.10નું રિઝલ્ટ તૈયાર કરવા માટે 5 સભ્ય ધરાવતી શિક્ષકોની ટીમની રચના દરેક સ્કુલમાં કરવામાં આવી છે. આ ટીમ પણ ઈન્ટરનલ એસેસમેન્ટના આધાર પર ધો.10નું રિઝલ્ટ તૈયાર કરશે.

હવે ધો.12 માટે પણ ઈન્ટરનલ એસેસમેન્ટની ફોર્મ્યુલા પર જ ફોક્સ કરાઈ રહ્યો છે. જોકે એક્સપર્ટનું કહેવું છે કે ધો.12ના રિઝલ્ટમાં ધો.10ની પેટર્ન લાગુ ન કરી શકાય. તેનાથી હાયર સ્ટડી માટે પ્લાન બનાવી રહેલા સ્ટુડન્ટ્સને ઘણુ નુકસાન થઈ શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કુલોમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એક સમાન આધાર નથી. કેટલીક સ્કુલોમાં બોર્ડ પરીક્ષાની સરખામણીએ વધુ સખ્તાઈથી યુનિટ ટેસ્ટ અને પ્રી-બોર્ડ એક્ઝામ કરાવવામાં આવે છે, જ્યારે ઘણી સ્કુલો તેમાં બેદરકારી પણ દાખવે છે.

અન્ય સમાચારો પણ છે...