લોકડાઉનના કારણે પરીક્ષાઓની ચિંતામાંથી રાહત આપવાનો નિર્ણય CBSE દ્વારા કરવામાં આવ્યો છે. વોકેશનલ સહિત અલગ અલગ વિષયોની 10મા અને 12માં ધોરણ બોર્ડની પરીક્ષાઓ હવે નહીં થાય. લોકડાઉનના કારણે CBSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દસમા અને બારમા સિવાય ધોરણ 1 થી 9 અને 11માના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પણ બોર્ડ તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી 31 લાખ વિદ્યાર્થીઓને રાહત મળી છે. આ પરીક્ષાઓના રિઝલ્ટને લઇને બાળકો અને તેમના પેરેન્ટ્સ ચિંતામાં હતા. CBSEના પીઆરઓએ જણાવ્યું કે કોરોનાવાયરસના કારણે બગડી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી 10મા અને 12મા ધોરણની પરીક્ષાને લઇને મોટા નિર્ણય કરવામાં આવ્યા છે.
12મા ધોરણમાં માત્ર મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે
10મા બોર્ડના વિદ્યાર્થીઓની હવે બાકીના વિષયોની પરીક્ષા નહીં થાય. તેમના મુખ્ય વિષયોની પરીક્ષા યોજાઇ ગઇ હતી. માત્ર વોકેશનલના અમુક વિષય બાકી રહી ગયા હતા. 12 બોર્ડના વિદ્યાર્થીઓના પણ અમુક વિષયો હજુ બાકી હતા. તેમાંથી મુખ્ય વિષયોની પરીક્ષા થશે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ સંસ્થાનોમાં દાખલા માટે જરૂરી છે. CBSE પીઆરઓ સતીશ કુમારે જણાવ્યું કે બચેલા વિષયોની બોર્ડની પરીક્ષા આયોજિત કરવાના 10 દિવસ પહેલા કેન્દ્રને સૂચિત કરવામાં આવશે.
આવી જ રીતે જે મૂલ્યાંકન બાકી રહી ગયું છે તેને ફરી શરૂ કરવા માટે ત્રણ ચાર દિવસ પહેલા સૂચના મોકલવામાં આવશે. 12મા બોર્ડના આર્ટ્સ અને કોમર્સમાં ઘણા વિષય બચ્યા છે. સાયન્સની મોટાભાગની પરીક્ષાઓ થઇ ચૂકી છે. 12માના મુખ્ય વિષ્યની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ સામેલ તશે તેમાં બિઝનેસ સ્ટડી, ભૂગોળ, હિન્દી(ઇલેક્ટિવ કોર), હોમ સાયન્સ, સોશિયોલોજી, કોમ્પ્યૂટર સાયન્સ (જૂનું) સામેલ છે. તે સિવાય બાકીના વોકેશનલ અને અન્યવ વિષયોની પરીક્ષા નહીં થાય.
અન્ય ક્લાસના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે
CBSEએ ધોરણ એકથી આઠ સુધીના બાળકોને આગામી ક્લાસમાં પ્રમોટ કરવાની વાત કહી છે. તે સિવાય 9મા અને 11માના જે સ્કૂલોમાં પરીક્ષાનું રિઝલ્ટ નથી આવ્યું તેમાં સ્કૂલ એસેસમેન્ટ, પ્રોજેક્ટ વર્ક, પીરિયોડિક ટેસ્ટ, ટર્મ એક્ઝામ વગેરેના આધાર પર આગામી ક્લાસ મતલબ કે 10મા અને 12મા ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે. જે બાળકો 9મા અથવા 11મા ધોરણમાં એક અથવા વધુ વિષયમાં ફેલ છે તેમને ઓનલાઇન ટેસ્ટ અપાશે અને તેના આધારે પ્રમોટ કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.