તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • CBSE Class 10 Board Exam 2021 Results: This Is How Class 10th Marks Will Be Evaluated Latest News And Updates

CBSE 1Oth બોર્ડનું પરિણામ 20 જૂને:પરિણામ માટે 8 શિક્ષકોની કમિટી બનશે, છેલ્લાં 3 વર્ષમાંથી બેસ્ટ વર્ષના રિઝલ્ટને આધારે માર્ક્સ મળશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોનાને લીધે 14 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ CBSEએ રદ્દ કરી હતી - Divya Bhaskar
કોરોનાને લીધે 14 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ CBSEએ રદ્દ કરી હતી
 • કમિટીમાં 2 શિક્ષકો બહારના રાખવા પડશે. તેમજ એક જ મેનેજમેન્ટની સ્કૂલ પરસ્પર શિક્ષકોની બદલી નહિ કરી શકે
 • 100 માર્ક્સમાંથી 20 માર્ક્સ ઈન્ટર્નલ એસેસમેન્ટ અને બાકીના બોર્ડે જાહેર કરેલાં ફોર્મ્યુલા પ્રમાણે આપવામાં આવશે

CBSE (કેન્દ્રીય માધ્યમિક બોર્ડ)એ 10મા ધોરણની પરીક્ષાઓના પરિણામની તારીખ જાહેરાત કરી છે. 20 જૂને 10th બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. શનિવારે રાતે CBSEએ આ નિર્ણય જાહેર કર્યો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી CBSEએ 14 એપ્રિલે થનારી પરીક્ષાઓ રદ્દ કરી હતી.

પરીક્ષાનું આયોજન ન થતાં હવે બોર્ડે નવી અંક નિર્ધારણ નીતિ જાહેર કરી છે. તેને આધારે જ વિદ્યાર્થીઓનું પરિણામ નક્કી થશે. CBSEના નોટિફિકેશન પ્રમાણે, પરિણામ નક્કી કરવા માટે દરેક સ્કૂલમાં 8 મેમ્બર્સની ટીમ બનાવવામાં આવશે. તેમાં સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મેથ્સ, સોશિયલ સાયન્સ, સાયન્સ અને લેંગ્વેજના શિક્ષકો સામેલ હશે. કમિટીમાં 2 શિક્ષકો પાડોશી સ્કૂલના પણ રાખવા પડશે.

રિઝલ્ટ તૈયાર કરનાર કમિટીમાં સ્કૂલની બહારના 2 શિક્ષકો સામેલ કરવાના રહેશે
રિઝલ્ટ તૈયાર કરનાર કમિટીમાં સ્કૂલની બહારના 2 શિક્ષકો સામેલ કરવાના રહેશે

3 વર્ષમાં સૌથી સારા સેશનનો રેફરન્સ લેવાશે
CBSEના જણાવ્યા પ્રમાણે, રિઝલ્ટ માટે છેલ્લા 3 વર્ષમાં સ્કૂલમાં સૌથી સારું પરિણામ જે વર્ષમાં આવ્યું હોય તેને રેફરન્સ યર માનવામાં આવશે. વિષયવાર અંક નિર્ધારિત કરવાની પણ આ જ રીત રહેશે. રેફરન્સ યરમાં બોર્ડના તમામ વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ પ્રમાણે પરિણામ મળશે. જોકે વિદ્યાર્થીઓને વિષયવાર અંક સરેરાશ માર્ક્સ કરતાં 2 માર્ક્સ ઓછા કે વધારે હોઈ શકે છે.

આ રીતે રેફરન્સ યર નક્કી થશે
ઉદાહરણ તરીકે, જો 20118માં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ 72% છે, 2018-19માં તે 75% છે અને વર્ષ 2019-20માં 71% છે તો વર્ષ 2018-19ને રેફરન્સ યર ગણવામાં આવશે. આ જ રીતે વિષયોના માર્ક્સ પણ રેફરન્સ યર આધારે વિષયવાર નક્કી થશે. CBSE સ્કૂલને તેમના રેફરન્સ યર અને વિષય પ્રમાણે માર્ક્સ મોકલશે. વિષયોમાં અપાતા માર્ક્સ સરેરાશ માર્ક્સ કરતાં 2 માર્ક્સ વધારે કે ઓછા હોઈ શકે છે. તેનાથી વધારે કોઈ ફેરફાર કરી શકાશે નહિ.

ઈન્ટર્નલ એસેસમેન્ટના માર્ક્સ પહેલાંની જેમ જ
10thનાં પરિણામમાં વિષયવાર 100 માર્ક્સમાંથી 20% માર્ક્સ આંતરિક મુલ્યાંકન અને 80% માર્ક્સ બોર્ડની પરીક્ષાઓના હોય છે. આ વખતે પરીક્ષા ન યોજાતા ઈન્ટર્નલના માર્ક્સનો રેશિયો પહેલાંની જેમ 20% જ રહેશે. બાકીના 80% માટે બોર્ડે જે ફોર્મ્યુલા જાહેર કર્યો તે પ્રમાણે માર્ક્સ આપવામાં આવશે. તેમાં યુનિટ ટેસ્ટ અથવા પીરિયોડિક ટેસ્ટના 10%, મિડ ટર્મ અથવા હાફ યરલી ટેસ્ટના 30% અને પ્રી બોર્ડ એક્ઝામિનેશનના 40% વેટેજ મળશે. જો સ્કૂલમાં આ 3 કેટેગરીમાંથી એક પણ પરીક્ષા નથી યોજાઈ અથવા તેનો કોઈ પ્રામાણિક રેકોર્ડ ન હોય તો રિઝલ્ટ કમિટી તેના પર નિર્ણય લેશે.

કમિટીમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો જ સામેલ થઈ શકશે
CBSEના નોટિફિકેશન પ્રમાણે, રિઝલ્ટ કમિટીમાં એ જ શિક્ષક સામેલ થઈ શકશે જે 10મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતા હશે. એક જ મેનેજમેન્ટના શિક્ષકો બહારના શિક્ષક તરીકે સામેલ નહિ થઈ શકે. એક જ મેનેજમેન્ટની સ્કૂલ પરસ્પર શિક્ષકોની બદલી નહિ કરી શકે. શિક્ષક કોઈ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ ન હોય તે પણ ધ્યાન રાખવું જરુરી છે. રિઝલ્ટ કમિટી પરિણામ તૈયાર કરવા માટે નક્કી કરેલા ફોર્મેટમાં રેશનલ ડોક્યુમેન્ટ તૈયાર કરશે.

સ્કૂલ્સને ટાઈમ ટેબલ મોકલવામાં આવ્યું
સ્કૂલ દ્વારા મળેલા માર્ક્સને આધારે બોર્ડ 20 જૂને પરિણામ જાહેર કરશે. બોર્ડે રિઝલ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા માટે અલગ અલગ ચરણોમાં સ્કૂલ્સને ટાઈમ ટેબલ પણ મોકલ્યું છે.

 • 5 મે - સ્કૂલ્સમાં રિઝલ્ટ કમિટીની વરણી
 • 10 મે - રેશનલ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા
 • 15 મે - જો સ્કૂલ કોઈ એસેસમેન્ટ કરવા માગે તો
 • 25 મે - રિઝલ્ટનું ફાઈનલાઈઝેશન
 • 5 મે - રિઝલ્ટ સબમિશન
 • 11 મે - ઈન્ટર્નલ એસેસમેન્ટના માર્ક સબમિટ
 • 20 મે - બોર્ડ 10મા ધોરણનું પરિણામ જાહેર કરશે

આ ફોર્મ્યુલા પ્રમાણે પરિણામ નક્કી થશે

 • 20 માર્ક - ઈન્ટર્નલ એસેસમેન્ટ
 • 10 માર્ક - યુનિટ ટેસ્ટ/ પીરિયોડિક ટેસ્ટ
 • 30 માર્ક - મિડટર્મ/ હાફ યરલી ટેસ્ટ
 • 40 માર્ક - પ્રી બોર્ડ એક્ઝામિનેશન