તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBSE Announces New Assessment Scheme For Std 10 12 Exams, Now Exams Will Be Held Twice A Year

CBSE 2021-22:CBSEએ ધોરણ 10-12ની પરીક્ષા માટે નવી એસેસમેન્ટ સ્કીમ જાહેર કરી, હવે વર્ષમાં 2 વખત યોજાશે પરીક્ષા

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • CBSEએ કહ્યું કે આંતરિક મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્કને વધારે વિશ્વસનીય તથા માન્યતા પ્રાપ્ત કરવાના પ્રયાસ યથાવત રહેશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2021-22ના સત્રની ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ માટે એસેસમેન્ટ સ્કીમ જાહેર કરી છે. તે અંતર્ગત શૈક્ષણિક સત્રના 50-50 ટકા અભ્યાસક્રમ પ્રમાણે બે ભાગમાં વહેચવામાં આવશે. તે હેઠળ પહેલી પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર અને બીજી પરીક્ષા માર્ચ-એપ્રિલમાં યોજાશે.

કોરોનાને પગલે લેવામાં આવ્યો નિર્ણય
CBSEએ કોરોના મહામારીની સ્થિતિને જોતા આ નિર્ણય લીધો છે. વર્ષ 2022ની ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષા યોજવા અંગે CBSEએ કહ્યું કે આંતરિક મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્કને વધારે વિશ્વસનીય તથા માન્યતા પ્રાપ્ત કરવાના પ્રયાસ યથાવત રહેશે. આ અગાઉ બોર્ડે આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પણ કોરોના મહામારીને લીધે રદ્દ કરી હતી.