તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBSE 12th Result 2021 Evaluation Criteria | CBSE Board Adopt 30:30:40 Formula For 12th Result

CBSE 12માં ધોરણના રિઝલ્ટની ફોર્મ્યૂલા:કમિટિ 30:30:40 ફોર્મ્યૂલાને અપનાવી શકે છે; એટલે કે 10માં અને 11માંના માર્ક્સની સાથે 12માં ધોરણના એસેસમેન્ટ પર ફોકસ કરાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે 1 જૂને દેશભરમાં 12માં ધોરણની પરીક્ષા રદ કરી હતી

CBSE 12માં ધોરણના પરિણામ માટે 10માં, 11માં અને 12માં ધોરણમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણનો સરવાળો કરવા અંગે વિચારણા ચાલી રહી છે. CBSEની 13 સભ્યની પેનલ 10માં, 11માં અને 12માં ના ગુણને 30:30:40ના ગુણોત્તરમાં જોડીને પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા સામે સંમત થઈ શકે છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટને આધારે, રિઝલ્ટ માટે 10માં અને 11માંના માર્ક્સને 30-30% અને 12માં ધોરણની બોર્ડ એક્ઝામની પહેલા લેવાયેલી પરીક્ષાને 40% વેઇટેજ આપાઇ શકે છે. આ કમિટિએ 17 જૂનના રોજ રિઝલ્ટ અંગે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવાનો રહેશે અને ત્યાર પછી આ ફોર્મ્યૂલાને જાહેર કરાઇ શકે છે.

30:30:40 ફોર્મ્યૂલા પર પેનલની 3 દલીલો

  • પેનલ સભ્યએ કહ્યું કે અમે નવોદય વિદ્યાલય, CBSE, આનુષંગિક શાળાઓ અને કેન્દ્ર સંચાલિત અન્ય શાળાઓ સાથે ચર્ચા કરી છે. જેમાં સામે આવ્યું હતું કે આ વખતે જે 12માં ધોરણની બેચ છે, તે સંપૂર્ણ રીતે ઓનલાઇન ચાલી રહી છે. તેવામાં ઘણી અનિશ્ચિતતાઓ છે. વર્ગો પણ સામાન્ય સ્થિતિમાં ચાલી રહ્યા નથી અને એસેસમેન્ટ પણ સંપૂર્ણ રીતે થઈ શક્યું નથી.
  • આવી સ્થિતિમાં, ફક્ત 12માં ધોરણની આકારણીના આધારે પેનલનું પરિણામ તૈયાર કરવું યોગ્ય નથી. આપણે સામાન્ય પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા પ્રદર્શનનો ન્યાય કરવો પડશે. આવી સ્થિતિમાં 10મીનું પ્રદર્શન ખૂબ મહત્વનું બને છે. CBSEએ તેના પરીક્ષા કેન્દ્રો પર લીધેલા આ સૌથી વિશ્વસનીય ડેટા છે અને બહાર તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આવી જ રીતે 11માં ધોરણની પરીક્ષાઓ પણ લોકડાઉન પહેલા યોજાઈ હતી. આ બધી પરીક્ષાઓ જુદી જુદી પરિસ્થિતિઓમાં યોજાઈ છે.
  • સમિતિ 12માં ધોરણને વધુ પ્રાધાન્ય આપવાનું વિચારી રહી છે. પરંતુ જો આપણે એકંદરે વાત કરીએ, તો પછી 10માં-11માં સુધી 30-30% અને 12માંને 40% વેઇટેજ આપવાની સંમતિ આપી શકાય છે. જોકે કેટલાક સભ્ય 10માં અને 11માંને વધુ વેઇટેજ આપવાની વાત ઉચ્ચારી રહ્યા છે. કેટલીક શાળાઓ પણ આ પક્ષમાં છે. અત્યારે આ અંગે કશું ફાઇનલ થયું નથી.

28 જૂન સુધી માર્ક અપલોડ કરવાના છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે CBSE આનુષંગિક શાળાઓના આચાર્યોએ કમિટીને જણાવ્યું છે કે તેઓ 2020-21માં 10માં, 11 અને 12માં ધોરણમાં લેવાયેલી પરીક્ષાઓના માર્ક્સ આપવાની સ્થિતિમાં છે. ગયા વર્ષે મુંબઇની શાળાઓમાં એકપણ ઓફલાઇન પરીક્ષણો અને પ્રેક્ટિકલ્સ લેવામાં આવ્યા નથી અને કોઈ શારીરિક વર્ગો પણ લેવામાં આવ્યા નથી. જે શાળા પ્રેક્ટિકલ નથી લઇ શકી, એને ઓનલાઇન પ્રેક્ટિકલ અને ઓરલ ટેસ્ટ આપવાની મંજૂરી આપવામાં આવી છે. આના સિવાય 12માં ધોરણના ઇન્ટરનલ એસેસમેન્ટના માર્ક્સને પણ 28 જૂન સુધી CBSEની સિસ્ટમ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

PMએ 1 જૂને પરીક્ષા રદ કરી હતી
આની પહેલા કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે 1 જૂને દેશભરમાં 12માં ધોરણની પરીક્ષા રદ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે 12માં ધોરણના પરિણામ ચોક્કસ સમયગાળા અંતર્ગત અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે. તેવામાં પ્રથમ સવાલ એ સામે આવે છે કે હવે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ કયા આધાર પર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...