તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBI Team Lead By IPS Officer Sharda Raut To Bring Back Fugitive Mehul Choksi From Dominica

જાણો કોણ છે IPS શારદા રાઉત?:મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા 8 સભ્યની ટીમ સાથે ડોમિનિકામાં આ મહિલા અધિકારીએ નાખ્યાં છે ધામા

20 દિવસ પહેલા
શારદા રાઉત 2005 બેચનાં IPS અધિકારી છે.
  • શારદા રાઉતનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થયો છે અને તેઓ 2005 બેચનાં IPS અધિકારી છે

ભાગેડુ વેપારી અને 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના માસ્ટર માઈન્ડ મેહુલ ચોક્સીને ભારત લાવવા આઠ સભ્યની એક ટીમ અત્યારે ડોમિનિકામાં છે. માનવામાં આવે છે કે આ ટીમ પાસે એ તમામ દસ્તાવેજો છે, જેનાથી સાબિત થઈ શકે કે મેહુલ ચોક્સી ભારતીય નાગરિક છે અને તેને ડોમિનિકા કોર્ટની મંજૂરીથી ભારત લાવી શકાય. ડોમિનિકા ગયેલી ટીમમાં ઘણી ભારતીય એજન્સીઓ સામેલ છે. આ ઉપરાંત આ ટીમમાં CBIના બેન્કિંગ ફ્રોડ કેસની તપાસ કરનાર ચીફ શારદા રાઉત પણ આ જ ટીમનો એક મહત્ત્વનો હિસ્સો છે. જો ચોક્સીને ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપવામાં આવશે તો તેને ભારત લાવવાની જવાબદારી ચીફ શારદા રાઉતની છે.

કોણ છે IPS શારદા રાઉત?
શારદા રાઉતનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થયો છે અને તેઓ 2005 બેચનાં IPS અધિકારી છે. ડોમિનિકા પહોંચેલી 8 સભ્યની ટીમમાં સીબીઆઈ, ED અને CRPFના બે-બે સભ્યો સામેલ છે. બેન્કિંગ ફ્રોડ કેસમાં સીબીઆઈ ચીફ શારદા રાઉત આ ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. શારદાએ જ પીએનબી કૌભાંડના તપાસની આગેવાની કરી હતી. શારદાની કામ કરવાની એક અલગ જ સ્ટાઈલ છે. તેઓ પાલઘરમાં એસપી હતાં ત્યારે તેમણે ક્રાઈમ પર ઘણી હદ સુધીનો કંટ્રોલ કર્યો હતો. નાગપુર, મીરા રોડ, નંદુબાર, કોલ્હાપુર, મુંબઈ જેવી ઘણી જગ્યાએ તેમનું પોસ્ટિંગ રહ્યું હતું.

શારદા રાઉત મૂળ મહારાષ્ટ્રનાં છે.
શારદા રાઉત મૂળ મહારાષ્ટ્રનાં છે.

પોલીસ વિભાગમાં તેમનાં કામ કરવાના પ્રોફેશન અપ્રોચનાં ઘણાં વખાણ કરવામાં આવતાં હોય છે. જો ડોમિનિકા ગયેલી ટીમ ચોક્સીને ભારત લાવવામાં સફળ રહેશે તો શારદાના પોલીસ કરિયરમાં તેઓ વધુ એક પ્રસિદ્ધિ મેળવશે.

પ્રાઈવેટ જેટથી ચોક્સીને ભારત લાવી શકાય છે
ભાગેડુ મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર નકલી દસ્તાવેજોના આધાર પર પીએનબી કૌભાંડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 8 સભ્યની એક ટીમ ડોમિનિકા પહોંચી છે. ડોમિનિકાની કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં ચોક્સીને ભારતને સોંપી દેવો જોઈએ તેવા મજબૂત પુરાવા-દાવો આ ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટની સુનાવણીમાં જો હવે બધું ભારતીય ટીમની યોજના પ્રમાણે થશે તો જે પ્રાઈવેટ જેટથી સીબીઆઈ ટીમ કતરથી ડોમિનિકા પહોંચી છે એ જ જેટમાં ચોક્સીને દિલ્હી લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિશન ચોક્સી સફળ થશે તો દિલ્હી એરપોર્ટ પર તેની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવશે

ડોમિનિકાની જેલમાં મેહુલ ચોક્સી.
ડોમિનિકાની જેલમાં મેહુલ ચોક્સી.

ડોમિનિકાની જેલમાં બંધ છે મેહુલ ચોક્સી
મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની એક જેલમાં બંધ છે. એન્ટિગુઆથી ભાગવાના આરોપમાં તેની ડોમિનિકામાં ધરપકડ કરવામાં આવી છે. મેહુલ ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે અને ત્યાં તેણે ઘણા પ્રકારના સ્થાનિક અધિકારો મેળવ્યા છે. ચોક્સીને ભારત લાવવા માટે ઘણી સ્થાનિક એજન્સીઓની ટીમ 28 મેના રોજ નાનકડા આઈલેન્ડ ડોમિનિકા પહોંચી ગઈ છે. આ ટીમ ચોક્સીને ભારત લાવવાની દલીલોમાં ડોમિનિકાના સરકારી વકીલોને સહાયતા કરશે અને ચોક્સીને ભારત લાવવા માટે મજબૂતીથી તેમનો પક્ષ રજૂ કરશો. જોકે ચોક્સીને ભારત લાવવાના મુદ્દાએ ડોમિનિકામાં પણ રાજકીય રંગ પકડી લીધો છે અને ત્યાંનો વિપક્ષ સરકારના આ વર્તનનો ખૂબ વિરોધ કરી રહ્યો છે.

શું છે ઘટના
એન્ટિગુઆથી 23 મેના રોજ રહસ્યમય તરીકે ગાયબ થયેલા મેહુલ ચોક્સીની ડોમિનિકા પોલીસે ગેરકાયદે રીતે તેમના દેશમાં પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મેહુલે આરોપ લગાવ્યો છે કે ભારતીય અને એન્ટિગુઆના અધિકારીઓ દ્વારા તેનું એન્ટિગુઆથી અપહરણ કરવામાં આવ્યું છે. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને ડોમિનિકા લાવવામાં આવ્યો છે. ત્યાં કાવતરું ઘડીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...