તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Cbi Team Is Arriving In Mumbai, CBI Will First Ask Parambir Singh To Answer These 10 Questions, Anil Deshmukh May Go To Supreme Court

100 કરોડની વસૂલી:CBI મુંબઈ પહોંચીને સૌથી પહેલા પરમબીરસિંહ પાસે આ 10 સવાલોના જવાબ માંગશે, અનિલ દેશમુખ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે

5 મહિનો પહેલા
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો ટાર્ગેટ આપવાનો આક્ષેપ લગાવ્યો હતો. સીબીઆઈ તપાસના આદેશ બાદ દેશમુખે સોમવારે રાજીનામું આપ્યું હતું.
 • સોમવારે બોમ્બે હાઈકોર્ટે આ અંગે CBIને તપાસ હાથ ધરવા આદેશ કર્યો હતો
 • આદેશના ગણતરીના કલાકમાં દેશમુખે રાજીનામું આપ્યું હતું
 • અભિષેક દુલારની આગેવાનીમાં CBIની ટીમ મુંબઈ પહોંચી પરમબીરસિંહને 10 સવાલ કરશે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઊપર લાદવામાં આવેલા 100 કરોડની વસૂલાતનો ટાર્ગેટ આપવાના આરોપની તપાસ અંગે CBI સક્રિય થઈ છે. CBIની ટીમ મુંબઈ પહોંચીને આક્ષેપ કરનાર પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહ સાથે પૂછપરછ કરશે. સોમવારે બોમ્બે હાઈકોર્ટે આ અંગે CBIને તપાસ હાથ ધરવા આદેશ કર્યો હતો. જેના ગણતરીના કલાકોમાં દેશમુખે રાજીનામું આપી દીધું હતું. સોમવારે મોડી રાતે તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સંઘવી જોડે મુલાકાત કરી હતી. અનુમાન લગાવાઈ રહ્યું છે કે CBI તપાસ વિરૂદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.

ACBને સંભાળી ચુકેલા અભિષેક દુલારની આગેવાનીમાં CBIની ટીમ પહોંચશે
CBIની ટીમ થોડીક ક્ષણોમાં મુંબઈ પહોંચી જશે. આ ટીમની આગેવાની હિમાચલ પ્રદેશ કૈડરની 2006 બેચના IPS અભિષેક દુલાર કરી રહ્યા છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેમની ટીમ સૌથી પહેલા પરમબીરસિંહના નિવેદનની નોંધણી કરશે. IIT દિલ્હીથી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા દુલાર સ્ટેટ વિજિલન્સ અને એન્ટી કરપ્શન બ્યૂરોનું પણ સંચાલન કરી ચુકેલા છે.
તેઓ શિમલા, મંડી અને કુલ્લુના પોલીસ અધિકારી પણ રહ્યા છે. વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં તેમના કાર્યને જોઈને જ તેઓને આ કેસની જવાબદારી સોંપવામાં આવી છે.

CBI પરમબીરને આ 10 સવાલ કરી શકે છે

 1. તમને ક્યારે અને કેવી રીતે 100 કરોડની વસૂલી અંગે જાણકારી મળી, તેની વિગતવાર માહિતી આપો?
 2. સચિન વઝેએ જ્યારે આ બાબતે પ્રથમ ઘટસ્ફોટ કર્યો ત્યારે તેમે સૌથી પહેલું કયું પગલું ભર્યું?
 3. તમે આ વસૂલીના કેસને બંધ કરવાનો પ્રયાસ કર્યો કે નહીં? તમે કોઈપણ FIR કે ફરિયાદ કેમ નથી નોંધાવી?
 4. 16 વર્ષ સુધી સસ્પેન્ડ રહેલા સચિન વઝેને કયા આધારો પર ફરીથી કાર્યરત કરાયા? આમાં તમારી શું ભૂમિકા હતી?
 5. ક્રાઈમ બ્રાન્ચમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ હોવા છતાં તેમને કેમ CIUના હેડ બનાવવામાં આવ્યા?
 6. પ્રોટોકોલ નિયમને અવગણીને તેઓ સીધા તમને કેમ રિપોર્ટ કરતા હતા?
 7. તમે એમના જોઈનિંગ પછી અચાનક બધા મહત્ત્વપૂર્ણ કેસો એમને સોંપ્યા?
 8. એક આસિસ્ટન્ટ પોલીસ અધિકારી હોવા છતાં તમને વઝેના પ્રભાવ પર શંકા નથી થઈ?
 9. એન્ટિલિયા કેસની જાણકારી પ્રાપ્ત થયા પછી જ્યૂરિડિક્શન ન થયું હોવા છતાં સચિન વઝેને આની તપાસ કેમ સોંપવામાં આવી?
 10. સચિન વઝેને સ્પિશિયલ પાવર આપવા માટે શું ક્યારેય કોઈ પોલિટિકલ વ્યક્તિએ દબાણ કર્યું હતું?

દિલીપ પાટિલ આજે કાર્યભાર સંભાળશે
અનિલ દેશમુખના સ્થાને હવે દિલીપ પાટિલ રાજ્યના નવા ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. સોમવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પત્ર દ્વારા દેશમુખના રાજીનામાની ભલામણ કરી હતી, જેને રાજ્યપાલે મંજૂર કર્યું હતું.

NCP દેશમુખનું રાજીનામું ઇચ્છતી નહોતી
દેશમુખના રાજીનામા પછી મહાવિકાસ અધાડી સરકારમાં તાલમેલની કમી સર્જાઈ હોવાથી સવાલો ઊઠી રહ્યા છે. આમ જોવા જઈએતો શિવસેના ઘણા લાંબા સમયથી દેશમુખનું રાજીનામું ઈચ્છતી હતી, પરંતુ NCPના દબાણ હેઠળ CM કોઈ કઠોર પગલું ભરી શકતા નહોતા. જોકે, એક નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરાઈ હતી. જેથી અવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે શિવસેના દેશમુખનું રાજીનામું ઈચ્છે છે.

તો બીજી બાજુ, NCP દેશમુખ વિરૂદ્ધ તાત્કાલિક એક્શન લેવા કરતા તેમના મંત્રાલયને બદલવાની ઈચ્છા ધરાવતી હતી, પરંતુ હાઈકોર્ટે આપેલા CBI તપાસના આદેશ પછી CM ઠાકરેએ જજમેન્ટની કૉપી મંગાવી અને આ બાબતે તેઓ કાર્યવાહી કરશે તેવા સંકેતો પણ આપ્યા હતા. આ તમામ પરિસ્થિતિઓના આધારે દેશમુખે આખરે રાજીનામું આપ્યું હશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ પણ નારાજ
મહવિકાસ અઘાડીનો ભાગ એવી કોંગ્રેસ પણ રાજકીય હોબાળાઓ અને પોતાને યોગ્ય સ્થાન ના આપવા બદલ નાખુશ છે. એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાએ સમગ્ર ઘટનાક્રમ પર ટિપ્પણી કરી હતી કે, ' આ ત્રણ પાર્ટીઓની સરકાર છે.' જે પણ કઈ સામે આવશે એનું પરિણામ દરેક સહયોગીઓ ભોગવવું પડશે. જોકે, વઝે-દેશમુખ વિવાદને NCPનો કેસ માનવામાં આવી રહ્યો છે. NCPએ CM સાથે ચર્ચા-વિચારણા કરી કારણ કે તેમને કરવી પડી હતી, પરંતુ તેમણે અમારા મંતવ્યને જાણવાની તસ્દી લીધી નહીં. અગર આ કોઈ રાજકીય લડાઈ છે તો ત્રણેય પાર્ટીઓએ સાથે મળીને લડવું જોઈએ. દેશમુખના રાજીનામાથી MVAની સમસ્યાનો ઉકેલ આવવો ઘણો મુશ્કેલ છે, ઊલટાની વધે તેવું જણાઈ રહ્યું છે.