• Gujarati News
  • National
  • Locals Attack Officers Who Went On Raid In Child Pornography Case, Police Rescue Officers

CBIની ટીમ સાથે મારામારી:ઓડિશામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં રેડ કરવા ગયેલા અધિકારીઓ પર સ્થાનિકોનો હુમલો, પોલીસે અધિકારીઓને બચાવ્યા

મુંબઈ20 દિવસ પહેલા
ઓડિશાના ઢેંકાનાલમાં CBIની ટીમ સાથે મારપીટ.
  • ગુજરાતનાં ત્રણ શહેર- જૂનાગઢ, ભાવનગર અને જામનગરમાં આ અંગે તપાસ ચાલુ છે
  • CBIએ ઉત્તરપ્રદેશ, ઓડિશા સહિત 14 રાજ્યમાં 77 જેટલી જગ્યાઓ પર રેડ કરી હતી

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ ઉત્તરપ્રદેશ, ઓડિશા સહિત 14 રાજ્યમાં 77 જેટલી જગ્યાઓ પર રેડ કરી હતી. આ દરમિયાન ઓડિશામાં CBI ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઓડિશાના ઢેંકાનાલમાં સીબીઆઈ ટીમની સાથે મારામારી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. CBI ટીમ ઓનલાઈન ચાઈલ્ડ શોષણના મામલામાં રેડ કરવા ગઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ ટીમની સાથે મારપીટ કરી હતી. સ્થાનિક પોલીસે CBI અધિકારીઓનું રેસ્ક્યૂ કર્યું.

CBIએ 14 રાજ્યમાં 77 જગ્યાએ રેડ કરી
ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBIએ મંગળવારે ઉત્તરપ્રદેશ, ઓડિશા સહિત 14 રાજ્યમાં 77 જગ્યા પર રેડ કરી હતી. આ રેડમાં ઉત્તરપ્રદેશના ઝાલૌન, મઉ જેવા નાના જિલ્લાથી લઈને નોઈડા અને ગાજિયાબાદ જેવાં મોટાં શહેર અને રાજસ્થાનના નાગૌર, જયપુર, અજમેરથી લઈને તામિલનાડુના કોઈમ્બતોર જેવાં શહેરો પણ સામેલ છે.

પૂછપરછ પછી ભડક્યા લોકો
CBIની ટીમ ઓડિશાના ઢેંકનાલમાં ઓનલાઈન ચાઈલ્ડ શોષણ મામલામાં કાર્યવાહી કરવા પહોંચી હતી. ટીમે લગભગ સવારે 7 વાગ્યે ઢેંકનાલમાં સુરેન્દ્ર નાયકના ઘરે રેડ કરી હતી. સીબીઆઈની ટીમ બપોર સુધી પૂછપરછ કરતી રહી. આ દરમિયાન કોઈ બાબતને લઈને સ્થાનિક લોકો ભડક્યા હતા. એ પછી તેમણે ટીમ પર હુમલો કર્યો હતો.

અધિકારીઓને પછીથી પોલીસે બચાવ્યા હતા.
અધિકારીઓને પછીથી પોલીસે બચાવ્યા હતા.

મહિલાઓએ CBIના અધિકારીઓને ઘેરી લીધા
સૂત્રોના જણાવ્યા મુજબ, લાકડાના પાટિયાથી મહિલાઓએ પણ CBI અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. એ પછી તેમની સાથે મારપીટ કરી હતી. ભીડે કથિત રીતે સીબીઆઈ અધિકારીઓ પર હુમલો કરતાં પહેલાં તેમને નાયકના ઘરમાંથી બહાર ખેંચી લીધા હતા. એ પછી તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. પછીથી પોલીસે સીબીઆઈ અધિકારીઓને બચાવ્યા હતા.

ગુજરાતનાં ત્રણ શહેરોમાં તપાસ ચાલુ
ગુજરાતનાં ત્રણ શહેર, જેવાં કે જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં તપાસ ચાલી રહી છે. CBIને આશંકા છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર 100 દેશમાં ફેલાયો છે, ત્યારે તપાસમાં અન્ય દેશોની એજન્સીઓને પણ સામેલ કરાશે.14મી નવેમ્બરે 23 જેટલી FIR નોંધી હતી. 83 લોકો સામે ઓનલાઇન ચાઇલ્ડ એબ્યુઝની ફરિયાદ થઈ છે. જ્યારે લેપટોપ, ઇલેક્ટ્રિક ગેજેટ્સ, મોબાઇલ જપ્ત કરાયા છે. 50 ગ્રુપમાં 5000 જેટલા ગુનેગારો સામેલ હોવાની શક્યતા છે. પકડાયેલા તમામ લોકો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર કરતા હતા.

બાળકોની વિરુદ્ધ સાયબર ક્રાઈમના મામલા 400 ટકા વધ્યા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો(NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ, સમગ્ર દેશમાં બાળકોની વિરુદ્ધ સાયબર ક્રાઈમ 2019ની સરખામણીમાં 2020માં 400 ટકાથી વધુ વધ્યા છે. એમાંથી મોટા ભાગના મામલા યૌન કાર્યોમાં બાળકોને દેખાડવાની સામગ્રીનું પ્રકાશન અને પ્રસારણ સાથે જોડાયેલા છે.

UPમાં સૌથી વધુ સાયબર પોર્નોગ્રાફીના મામલા

ક્રમરાજ્યકેસ
1ઉત્તરપ્રદેશ161
2મહારાષ્ટ્ર123
3કર્ણાટક122
4કેરળ101
5ઓડિશા71
6તામિલનાડુ28
7આસામ21
8મધ્યપ્રદેશ20
9હિમાચલ17
10હરિયાણા16
11આંધ્રપ્રદેશ15
12પંજાબ8
13રાજસ્થાન6
અન્ય સમાચારો પણ છે...