• Gujarati News
  • National
  • Investigative Agency Search Operation In 76 Places In 14 States UT, Action On Making And Sharing Child Pornographic Videos

ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર CBIની રેડ:ગુજરાત સહિત 14 રાજ્યમાં 77 જગ્યાએ તપાસ, બાળકોના અશ્લીલ વીડિયો બનાવવા અને શેર કરનાર સામે કાર્યવાહી

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • 14 નવેમ્બરે આ મામલામાં 83 આરોપીની વિરુદ્ધ 23 નામજોગ FIR નોંધવામાં આવી હતી

બાળકોના અશ્લીલ વીડિયો બનાવવા અને એને શેર કરવાના મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને(CBI) મંગળવારે સવારે ગુજરાત સહિત દેશનાં 77 લોકેશન પર રેડ કરી છે. CBIના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, 14 નવેમ્બરે આ મામલામાં 83 આરોપીની વિરુદ્ધ 23 નામજોગ FIR નોંધવામાં આવી હતી.​​​​​​

ગુજરાતના ત્રણ શહેર જેવા કે જૂનાગઢ, ભાવનગર જામનગરમાં તપાસ ચાલી રહી છે. CBIને આશંકા છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર 100 દેશોમાં ફેલાયો છે, ત્યારે તપાસમાં અન્ય દેશોની એજન્સીઓને પણ સામેલ કરાશે.14મી નવેમ્બરે 23 જેટલી FIR નોંધી હતી. 83 લોકો સામે ઓનલાઇન ચાઇલ્ડ એબ્યુઝની ફરિયાદ થઈ છે. જ્યારે લેપટોપ, ઇલેક્ટ્રીક ગેજેટ્સ, મોબાઇલ જપ્ત કરાયા છે. 50 ગ્રૂપમાં 5000 જેટલા ગુનેગારો સામેલ હોવાની શક્યતા છે. પકડાયેલા તમામ લોકો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર કરતા હતા.

CBIના આર સી જોશીએ ભાસ્કરને જણાવ્યું હતું કે આજે સવારથી દેશનાં અલગ-અલગ રાજ્યોનાં 77 શહેરમાં આ સર્ચિંગ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલાં જ CBIએ આ મામલામાં કેસ નોંધ્યો હતો. આજે સવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તામિલનાડુ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર લોકોનાં ઘરે રેડ કરવામાં આવી છે. 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વિવિધ શહેરોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશનાં 3 શહેરમાં રેડ કરવામાં આવી રહી છે.

બાળકોની વિરુદ્ધ સાયબર ક્રાઈમના મામલા 400 ટકા વધ્યા

NCRB મુજબ બાળકોની વિરુદ્ધ મોટા ભાગના અપરાધ તેમને યૌન કાર્યોમાં જોવા મળ્યા છે.
NCRB મુજબ બાળકોની વિરુદ્ધ મોટા ભાગના અપરાધ તેમને યૌન કાર્યોમાં જોવા મળ્યા છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો(NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ, સમગ્ર દેશમાં બાળકોની વિરુદ્ધ સાયબર ક્રાઈમ 2019ની સરખામણીમાં 2020માં 400 ટકાથી વધુ વધ્યા છે. એમાંથી મોટા ભાગના મામલા યૌન કાર્યોમાં બાળકોને દેખાડવાની સામગ્રીનું પ્રકાશન અને પ્રસારણ સાથે જોડાયેલાં છે.

UPમાં સૌથી વધુ સાયબર પોર્નોગ્રાફીના મામલા
NCRBના 2020ના આંકડાઓ મુજબ, બાળકોની વિરુદ્ધ સાયબર પોર્નોગ્રાફીના સૌથી વધુ મામલા ઉત્તરપ્રદેશમાં 161, મહારાષ્ટ્રમાં 123, કર્ણાટકમાં 122 અને કેરળમાં 101 કેસ નોંધાયા છે. આ સિવાય ઓડિશામાં 71, તામિલનાડુમાં 28, આસામમાં 21, મધ્યપ્રદેશમાં 20 હિમાચલ પ્રદેશમાં 17, હરિયાણામાં 16, આંધ્રપ્રદેશમા 15, પંજાબમાં 8, રાજસ્થાનમાં 6 કેસ પ્રકાશમાં આવ્યા હતા. એમાંથી કેરળ અને કર્ણાટકને છોડીને ઘણાં રાજ્યોમાં આજે રેડ કરવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાત અને દિલ્હીમાં પણ આજે CBIની તપાસ ચાલી રહી છે.

સુપ્રીમકોર્ટના જજે આપી હતી ચેતવણી
બાળકોના અધિકારોને લઈને ગત મહિને એક સંવાદ યોજાયો હતો. સુપ્રીમકોર્ટના જજ જસ્ટિસ યુ.યુ.લલિતે કહ્યું હતું કે માત્ર બાળ તસ્કરી અને બાળ શોષણ જ નહિ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી એક એવી ચીજે છે, જેની પર ધ્યાન આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...