• Gujarati News
  • National
  • CBI ED May Interrogate Kejriwal, Computer Jailed Sisodia On Radar For Multiple Mobile SIM Swaps

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ:CBI-ED કેજરીવાલની પૂછપરછ કરી શકે છે, અનેક મોબાઇલ-સિમ બદલવાથી રડાર પર આવેલા સિસોદિયાને કોમ્પ્યુટરે જેલમાં પહોંચાડ્યા

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શેખર ઘોષ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને ખોટું માની રહ્યા હોય, પણ આ મામલાની તપાસ કરી રહેલી CBIની ટીમ જે રીતે ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરી રહી છે, એનાથી ભવિષ્યમાં કેજરીવાલની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. મનીષ સિસોદિયાને રિમાન્ડમાં પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી કેજરીવાલને પણ CBI-EDની ઓફિસે બોલાવવામાં આવી શકે છે. એવી માહિતી પણ મળી રહી છે કે આ મામલે ટીમને પૂરતા પુરાવા મળ્યા છે.

આ મામલે CBI સત્યેન્દ્ર જૈનની પહેલેથી જ તિહાર જેલમાં જઈને પૂછપરછ કરી છે. આરોપ છે કે એક્સાઈઝ વિભાગના એક બ્યૂરોક્રેટે કૌભાંડમાં પૂછપરછ દરમિયાન CBIને નિવેદનમાં જણાવ્યું હતું કે સિસોદિયાએ તેમને કેજરીવાલના ઘરે બોલાવ્યા હતા. એ દરમિયાન સત્યેન્દ્ર જૈન પણ ત્યાં હતા. ત્યાં જ સિસોદિયાએ તેમને મૌખિક રીતે દારૂના કારોબારીઓ માટે કમિશન વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કહ્યું હતું.

કેજરીવાલ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ
દાવો કરવામાં આવી રહ્યો છે કે સમીર મહેન્દ્રએ તપાસ એજન્સીને જણાવ્યું હતું કે જેલમાં બંધ નાયરના ફોનથી કેજરીવાલે સામસામે વીડિયો કોલ કરીને તેમને કહ્યું હતું કે વિજય નાયર તેમનો માણસ છે, તેમના પર તેઓ ભરોસો રાખે.

મહેન્દ્રનો દાવો છે કે કેજરીવાલના આદેશ પર આ કેસમાં કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા, જે ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતા. આ કેસમાં પણ EDએ એડવર્ટાઇઝિંગ કંપનીની પણ પૂછપરછ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ કેજરીવાલ બંને આરોપોમાં સીધા સામેલ છે. મહેન્દ્રુ, વિજય નાયરની સામે બેસાડી તેમની પૂછપરછ કરવી જરૂરી છે, જેથી સત્ય હકીકત જાણી શકાય.

ડિજિટલ ડિવાઈસ દ્વારા સિસોદિયા સુધી પહોંચી CBI
CBIએ ITO ખાતે એક્સાઈઝ વિભાગની ઓફિસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એજન્સીને એક ડિજિટલ ડિવાઈસ પણ મળ્યું હતું. એમાં આબકારી નીતિના ડ્રાફ્ટ અને શરાબના કારોબારીઓના કમિશન વધારવા અંગેની ફાઈલ હતી, પણ વિભાગના સરકારી કોમ્પ્યુટરમાં આ ફાઈલ નહોતી. આ બાબતે CBIએ સિસ્ટમ એન્જિનિયરને બોલાવીને પૂછયું કે ફાઈલ ક્યાં છે.

સિસ્ટમ એન્જિનિયરની માહિતી પર ગઈ 14 જાન્યુઆરીએ મનીષ સિસોદિયાની ઓફિસનું એક કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું. દાવો છે કે કોમ્પ્યુટરમાંથી મોટા ભાગની ફાઈલોને ડિલિટ કરી દેવામાં આવી હતી.

એન્જિનિયરો પાસે રિકવર કરાવી, અનેક ફાઈલ મળી
CBIએ કોમ્પ્યુટરને આઈટી એન્જિનિયરો પાસેથી રિકવર કરાવ્યું તો એમાંથી અનેક ફાઈલ મળી હતી. એક ફાઈલ વ્હોટ્સએપ દ્વારા આવી હતી. ત્યાર બાદ CBIને કડીઓ મળતી ગઈ. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે CBIને કેટલીક ચેટ્સ પણ મળી છે, જેમાં સાઉથ ગ્રુપ પોલિસીમાં બદલાવ માટે 2 સૂચન આપવામાં આવ્યાં છે.

ત્યાર બાદ સિસોદિયાનાં સૂચનો પર 22 માર્ચે GOMની ફાઈનલ એક્સાઈઝ પોલિસી ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવી હતી. CBI આ જ પુરાવાને મનીષ સિસોદિયાની સામે રાખીને પૂછી રહી છે કે એક્સાઈઝ ડ્રાફ્ટ પોલિસી સાઉથ લોબીની પાસે પહેલેથી જ કેવી રીતે પહોંચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...