ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામે એક્શન:CBIએ 20નીની અટકાયત કરી, 'ઓનલી ચાઈલ્ડ સેક્સ વીડિયોઝ' નામથી બનાવી રાખ્યું હતું વ્હોટ્સએપ ગ્રુપ

નવી દિલ્હી14 દિવસ પહેલાલેખક: સંદીપ રાજવાડે
  • કૉપી લિંક

ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને મંગળવારે દેશના 14 રાજ્યોના 77 શહેરોમાં CBIની કાર્યવાહી બાદ 20થી વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાંક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. CBIની રેડમાં મોટી સંખ્યામાં પોર્નોગ્રાફી સાથે જોડાયેલાં ગેજેટ્સ, પેનડ્રાઈવ તેમજ લેપટોપ મળ્યાં છે. જપ્ત કરવામાં આવેલા એક સ્માર્ટફોનમાં 'ઓનલી ચાઈલ્ડ સેક્સ વીડિયોઝ'ના નામથી બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપની પણ ભાળ મળી છે. મંગળવારે રાત સુધીમાં 10 લોકોની અટકાયત કરાઈ હતી, જ્યારે બુધવારે સવારે આ સંખ્યા 20 પર પહોંચી ગઈ.

પુષ્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાંથી કેટલાંકની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પુરાવાઓ, પ્રાથમિક પૂછપરછ તેમજ તપાસમાં એવું સામે આવ્યું છે કે ભારતથી આ ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું નેટવર્ક 100 દેશ સુધી ફેલાયેલું છે. આ નેટવર્કમાં સામેલ કેટલાંક અન્ય દેશોના લોકોના નામ પણ સામે આવી રહ્યાં છે.

સૌથી વધુ કેસ તમિલનાડુ અને UPમાં
14 નવેમ્બરે આ મામલામાં 83 આરોપીઓ વિરૂદ્ધ 23 નામજોગ ફરિયાદ કરાઈ હતી. CBIએ મંગળવારે 33 આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે, જેમાં તમિલનાડુ - UPના 6, બિહારના 5, રાજસ્થાન-મહારાષ્ટ્ર-હરિયાણાના 3, ઓરિસ્સા-પંજાબના 2, આંધ્રપ્રદેશ-છત્તીસગઢ-દિલ્હી-MP અને હિમાચલ પ્રદેશના 1 શખ્સ સામેલ છે.

હાલના કાયદા પોર્નોગ્રાફી રોકવામાં નિષ્ફળ
સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ અને સાઈબર લૉ એક્સપર્ટ પવન દુગ્ગલે જણાવ્યું કે 2000માં જ્યારે સુચના પ્રોદ્યોગિક એક્ટ બન્યો તે સમયે એક્ટમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને સામેલ જ કરાયું ન હતું. 2008માં સંશોધન કરીને તેને ઉમેરવામાં આવ્યું. તેના નિર્માણ, પબ્લિકેશન તેમજ ટ્રાંસમિશનને લઈને કાયદા બનાવવામાં આવ્યા જેમાં 5 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે, જેની કલમ બિન જામીનપાત્ર છે. સત્ય એ છે કે દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ઘણું જ ડિમાન્ડિંગ માર્કેટ થઈ ગયું છે. તેના કારણે હાલના કાયદાને લઈને આ રોકવું અસંભવ છે. જેમાં ફેરફાર કરીને કડક અમલવારી જરૂરી છે.

દેશમાં અમેરિકા અને કેટલાંક દેશોમાં લાગુ ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવેસી પ્રોટેક્શન એક્ટ (COPPA) જેવા કાયદાની જરૂરિયાત છે. જેમાં કડક અમલવારીની સાથે બાળકોના અધિકાર, સંરક્ષણ, લીગલ અને વેલફેર સાથે જોડાયેલાં બેનિફિટ્સ સામેલ છે. કોવિડ કાલ પછી ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ વધ્યા છે. બાળકો વિરૂદ્ધ યૌન શોષણના મામલાઓમાં વધારો થયો છે. CBIની કાર્યવાહી પોર્નોગ્રાફી રોકવાની દિશમાં મોટો પ્રયાસ છે.

ઓરિસ્સામાં CBIની ટીમને પોલીસે બચાવ્યા
ઓરિસ્સાના ઢેનકનાલ જિલ્લાના એક ગામમાં દરોડા પાડવા ગયેલી CBIની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. CBI ટીમ પર આ હુમલો ત્યારે કરાયો જ્યારે ઓનલાઈન ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યૂઝ મટીરિયલ સાથે જોડાયેલા મામલામાં ટીમે એક વ્યક્તિના ઘરમાં સર્ચ ઓપરેશન ચલાવવાના પ્રયાસ કરી રહી હતી. CBI ટીમ તરફથી મારામારીની માહિતી મળી તે સાથે જ સ્થાનિક પોલીસે તેઓને ભીડથી બચાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...