• Gujarati News
  • National
  • CBI Action Against P Chidambaram's Son, Raids At 7 Places, Karti's Sarcasm, Said How Many Raids Have Taken Place

CBIના દરોડા:ચિદમ્બરમના પુત્ર સામે CBIની કાર્યવાહી, 7 સ્થળે દરોડા, કાર્તિનો કટાક્ષ, કહ્યું- આ કેટલામી વાર છે એ પણ યાદ નથી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને તામિલનાડુમાં આવેલી ઓફિસો અને ઘરો પર CBIની કાર્યવાહી

સીબીઆઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમનાં 7 સ્થળ પર દરોડા પાડ્યા છે. ચિદમ્બરમની દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને તામિલનાડુમાં આવેલી ઓફિસો અને ઘરો પર કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્તિ ચિદમ્બરમ સામે કથિત વિદેશી રોકાણને લઈને સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે, જેની તપાસ ચાલુ છે.

કાર્યવાહી બાદ કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કર્યું. તેમણે કહ્યું હતું કે આ (સીબીઆઈની કાર્યવાહી) કેટલીયે વાર થઈ છે, હું ગણતરી પણ ભૂલી ગયો છું. આનો રેકોર્ડ રાખવો જોઈએ. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ કેસમાં 2010-2014 વચ્ચે નવો કેસ નોંધ્યો હતો. આજે એ જ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે.

CBIના અધિકારીઓ ગેટ કૂદીને ઘરમાં ઘૂસ્યા
દિલ્હીમાં પી. ચિદમ્બરમના ઘરનો દરવાજો બંધ હોવાથી સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓ ગેટ કૂદીને અંદર ઘૂસ્યા હતા. સીબીઆઈએ તેની સામે લુક આઉટ નોટિસ જારી કરી છે. જ્યારે મુંબઈમાં કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમનાં ત્રણ સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત તહેનાત હતો.

કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમના ચેન્નઈમાં આવેલા ઘર પર જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમના ચેન્નઈમાં આવેલા ઘર પર જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

મની લોન્ડરિંગ સંબંધિત કેસ
મની લોન્ડરિંગ સંબંધિત આ કેસ વર્ષ 2007નો છે અને એ INX મીડિયા કંપની સાથે સંબંધિત છે. એના ડાયરેક્ટર શીના બોરા મર્ડર કેસના આરોપી ઈન્દ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જી હતા. આ કેસમાં પણ તે બંને આરોપી પણ છે. આરોપો અનુસાર, પી. ચિદમ્બરમે ે સમયે નાણામંત્રી રહેતા દરમિયાન લાંચ લઈને INX મીડિયા હાઉસને 305 કરોડનું ભંડોળ લેવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) તરફથી મંજૂરી અપાવી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ સાથે પુત્ર કાર્તિ. ફાઇલ ફોટો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ સાથે પુત્ર કાર્તિ. ફાઇલ ફોટો.

એરસેલ-મેક્સિસ ડીલમાં પણ આરોપી છે
આ પ્રક્રિયામાં જે કંપનીઓને ફાયદો થયો છે એ ચિદમ્બરમના સાંસદ પુત્ર કાર્તિ ચલાવે છે. આ કેસમાં 15 મે 2017ના રોજ સીબીઆઈ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે 2018માં EDએ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. ચિદમ્બરમ એરસેલ-મેક્સિસ ડીલમાં પણ આરોપી છે. કાર્તિ પર એવો પણ આરોપ છે કે તેણે તેના પિતાના સ્ટેટસનો ઉપયોગ કરીને ઈન્દ્રાણીની કંપની સામે ટેક્સ કેસના મામલાની પતાવટ કરી હતી.

માર્ચ 2018માં ઈન્દ્રાણી મુખર્જીએ CBIને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે INX મીડિયાને FIPBની મંજૂરી અપાવવા માટે તેમની અને કાર્તિ ચિદમ્બરમ વચ્ચે 10 લાખ યુએસ ડોલરની ડીલ થઈ હતી. આ પછી જુલાઈ 2019માં દિલ્હી હાઈકોર્ટે શીના વોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણીએ INX કેસમાં મુખ્ય સાક્ષી બનવા સંમતિ આપી હતી.

આ તસવીર પી. ચિદમ્બરમ જેલમાંથી બહાર આવ્યા પછીની છે.
આ તસવીર પી. ચિદમ્બરમ જેલમાંથી બહાર આવ્યા પછીની છે.

પી. ચિદમ્બરમ 106 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા હતા
આ પછી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા 21 ઓગસ્ટે આઈએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઈડીએ આ જ કેસમાં 16 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. 4 ડિસેમ્બર 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ED કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પી. ચિદમ્બરમને જામીન આપ્યા છે. તેઓ 106 દિવસ તિહાર જેલમાં રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...