• Gujarati News
  • National
  • In Betia Of Bihar, He Was Caught Red handed While Stealing, People Made A Demonstration Of Theft To Him

બાળકને બાંધીને માર્યો અને ગામમાં ફેરવ્યો, VIDEO:બિહારના બેતિયામાં ચોરી કરતા રંગે હાથે ઝડપાયો હતો, લોકોએ તેની પાસે ચોરીનો ડેમો કરાવ્યો

બેતિયા12 દિવસ પહેલા

બિહારના બેતિયામાં 10 વર્ષના છોકરાને હાથ બાંધીને મારવાનો અને તેને ગામમાં ફેરવવાનો વીડિયો બહાર આવ્યો છે. ટોળું વળેલા લોકોએ આ છોકરાને પહેલા ઝાડ સાથે બાંધીને માર્યો હતો. તે પછી તેનું સમગ્ર ગામમાં સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહિ, લોકોએ છોકરાને તે કઈ રીતે ચોરી કરી છે, તેનો ડેમો કરીને બતાવવા કહ્યું છે. તે પછી છોકરાને એક ઘરમાં ઘુસીને ચોરી કરવાનું કહેવામાં આવ્યું હતુ. લોકોએ કહ્યું કે અમે દરવાજાની નીચે કરન્ટ છોડીએ છીએ તો તે ઉપરથી ઘુસી જાય છે.

સમગ્ર મામલો છદરવાલી ગામનો છે. પોલીસે જણાવ્યું કે ચોરીના આરોપમાં એક સગીર છોકરાને ગામના લોકોએ દોરીથી બાંધીને માર્યો હતો. સાથે જ સગીરને આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વાઈરલ કર્યો હતો.

આ ઘટના બિહારના છરદવાલી ગામની છે.
આ ઘટના બિહારના છરદવાલી ગામની છે.

જોકે વીડિયો વાઈરલ થયા પછીથી પોલીસે 5 લોકોની સામે એફઆઈઆર નોંધી છે. આ સિવાય બે લોકોની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 20 જુલાઈએ મોડી સાંજે સગીર છોકરો પોતાના જ ગામની એક દુકાનમાં રૂપિયાની ચોરી કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. તે પછીથી દુકાનદાર અને અન્ય ગામના લોકોએ રૂપિયાની ચોરી કરી રહેલા સગીર યુવકને દોરી વડે ઝાડ સાથે બાંધીને જોરદાર માર માર્યો હતો. તે પછીથી તેને આખા ગામમાં ફેરવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...