• Gujarati News
  • National
  • Caste Factor In UP ... In 2017, 61% OBC, 57% Kurmi, 31% Dalit Votes Gave BJP Overwhelming Majority.

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી - 2022:યુપીમાં જાતિ ફેક્ટર... 2017માં 61% OBC, 57% કુર્મી, 31% દલિત મતોએ ભાજપને પ્રચંડ બહુમતી અપાવી હતી

લખનઉ/ઈમ્ફાલ/પણજી/જલંધર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના રાજકારણમાં જાતિગત સમીકરણો કેટલાં બધાં હાવી છે તેનો અંદાજ આ રિપોર્ટ વાંચીને લગાવી શકાશે. જાતીય ગણિતના જોરે જ છેલ્લી ત્રણ ચૂંટણીમાં દર વખતે જુદા જુદા પક્ષને સત્તા મળી છે. 2017માં ભાજપ સરકાર આવવાનું સૌથી મોટું કારણ એ હતું કે, ના ફક્ત તેમના મુખ્ય મતદારો પરંતુ યાદવ, મુસ્લિમ અને દલિત મતદારોએ પણ તેમને મત આપ્યા હતા.

સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)ના ડેટા પ્રમાણે, 2017માં 10% યાદવ, 61% ઓબીસી, 9% જાટવ, 31% દલિત અને 6% મુસ્લિમોએ ભાજપને મત આપ્યો હતો. જ્યારે 2012ની ચૂંટણીમાં ભાજપની મતબેન્કમાં આ લોકોનો હિસ્સો ના બરાબર હતો.

આ પહેલાં 2007માં બસપા સત્તામાં આવી ત્યારે તેને 86% જાટવ, 71% વાલ્મીકિ, 53% પાસી અને 58% દલિત જાતિઓના મત મળ્યા હતા. પરંતુ 2012માં જાટવ મતમાં 24%, વાલ્મીકિ મતમાં 29% અને અન્ય દલિત મતોમાં 13%નો ઘટાડો થયો, એટલે બસપાએ સત્તા ગુમાવવી પડી. 2012માં સપાએ કુલ 29.2% મત હિસ્સેદારી સાથે સત્તા હાંસલ કરી, જેમાં જાટ, બ્રાહ્મણ, રાજપૂત અને ઓબીસી મતોનું સૌથી મોટું યોગદાન હતું. 2007ની તુલનામાં સપાને જાટવ મતોમાં 11%, બ્રાહ્મણ મતોમાં 9%, રાજપૂત અને ઓબીસી મતોમાં 6-6%ની લીડ મળી. તેના જોરે સપાએ 403માંથી 224 બેઠક જીતી લીધી અને બહુમતીનો જાદુઈ આંકડો હાંસલ કરી લીધો.

કેપ્ટનના પડકારના કારણે કોંગ્રેસ ઉમેદવાર પણ નક્કી નથી કરી શકી
પંજાબમાં 2022ની ચૂંટણીના ઉમેદવારો જાહેર થવા લાગ્યા છે. હાલ ટિકિટ આપવામાં અકાલી દલ અને આપ સૌથી આગળ છે, પરંતુ કોંગ્રેસ, ભાજપ, કેપ્ટનનો પંજાબ લોક કોંગ્રેસ પક્ષ તેમજ કિસાન સંયુક્ત મોરચો એક પણ ઉમેદવારનું નામ જાહેર કરી શક્યા નથી. અકાલી અને બસપા ગઠબંધને 117 બેઠકમાંથી 111 નામ જાહેર કર્યા છે. આપે 109 ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસમાં મોડું થવાનાં બે કારણ છે. પહેલું- કેપ્ટન પક્ષને તોડવાની ધમકી આપી ચૂક્યા છે અને બીજું- સીએમ ચન્ની-પક્ષ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે પણ ઘર્ષણ છે.

પીએમની રેલીમાં અનેક નેતા ભાજપમાં જોડાવાના હતા, હવે યોગ્ય સમયની રાહ
5 જાન્યુઆરીની વડાપ્રધાન રેલીમાં અનેક કોંગ્રેસી અને અકાલી નેતા સામેલ થવાની ચર્ચા હતી. આ રેલી સ્થગિત થવાથી ભાજપે તેનાં પત્તાં હજુ ખોલ્યાં નથી. આ ઉપરાંત કેપ્ટન-ભાજપ વચ્ચે બેઠકની વહેંચણી મુદ્દે નિર્ણયો લઈ શકાયા નથી. બીજી તરફ, કોંગ્રેસે 70 નામની યાદી સોનિયા ગાંધીને મોકલી દીધી છે.

ગોવાઃ બૂથ પર પ્લાસ્ટિક નહીં દેખાય, વાંસના બૂથ અને નારિયેળનાં પાંદડાથી સેલ્ફી પોઈન્ટ બનાવાયા
​​​​​​​ગોવામાં 40 બેઠક પર ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચે તડામાર તૈયારી કરી છે. અહીં રાજ્ય ચંટણીપંચ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે. તેના બદલે કુદરતી ચીજોનો ઉપયોગ થશે. મતદાન બૂથ પર વાંસના ડબ્બા, ટોકરી, ફર્નિચર જોવા મળશે. વાંસના બૂથ પણ બનાવાઈ રહ્યાં છે. નારિયેળનાં પાંદડાથી બનેલાં બૂથોમાં લોકો સેલ્ફી પણ લઈ શકશે.

ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારી કુણાલકુમારે મીડિયાને કહ્યું કે, ગોવા અત્યંત સુંદર જગ્યા છે. અહીં કુદરતી સંસાધનોથી ભરપૂર વાંસથી લઈને નારિયેળ સુધીની અનેક ચીજવસ્તુઓ ભરપૂર ઉપલબ્ધ છે. આ રાજ્યનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ છે. આ ચૂંટણી એક મોડલ ચૂંટણી હશે કારણ કે તેમાં ફક્ત કુદરતી ચીજોનો જ ઉપયોગ કરાશે.

મણિપુરમાં પોલીસકર્મી સહિત કૃષિમંત્રીના બે સહાયકની ગોળી મારી હત્યાથી તણાવ
મણિપુરમાં ચૂંટણી જાહેરાતના બીજા દિવસે જ રાજધાની ઈમ્ફાલમાં અજાણ્યા લોકોએ રાજ્યના કૃષિમંત્રી ઓ. લુખોઈ સિંહના બે નજીકના સહાયકોની ગોળી મારીને હત્યા કરી છે. તેમાં એક મૃતક મણિપુર પોલીસનો જવાન છે. આ ઘટના પછી મુખ્યમંત્રી એન. બીરેન સિંહ ઘટના સ્થળે પહોંચીને ગૃહ વિભાગને હુમલાખોરોને પકડવાના નિર્દેશ આપ્યા હતા. આ ઘટના પછી ઈમ્ફાલમાં ભારે તણાવ છે. મૃતકોની ઓળખ અબુજાન જોન અને અબુજાન ટોમ્બા તરીકે થઈ છે. આ ઘટના ઈમ્ફાલ વેસ્ટના વાંગોઈ એસીના સમુરાય વિસ્તારની છે. અહીં નારાજ લોકોએ સોમવારે સવારે જ રસ્તા જામ કરીને ટાયરો બાળીને વિરોધ કર્યો હતો.

ગોવા-યુપીમાં ભાજપના ત્રણ ધારાસભ્યે પાર્ટી છોડી, સોનુ સૂદનાં બહેન કોંગ્રેસમાં સામેલ
ચૂંટણીની જાહેરાત પછી પક્ષપલટા પણ જોરમાં છે. ગોવામાં કેબિનેટ મંત્રી અને વિધાનસભા સભ્ય માઈકલ લોબો અને ધારાસભ્ય પ્રવીણ જાન્ત્યેએ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. આ બંનેએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ સીએમ સ્વ. મનોહર પર્રિકરના આદર્શોથી ભાજપ ભટકી ગયો છે. બીજી તરફ, ઉ. પ્રદેશની બદાયુ બેઠક પરથી ભાજપ ધારાસભ્ય રાધાકૃષ્ણ શર્મા સપામાં જોડાઈ ગયા છે. પંજાબમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદનાં બહેન માલવિકા સૂદ નવજોતસિંહ સિદ્ધુ અને સીએમ ચરણજિતસિંહ ચન્નીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થઈ ગયાં છે. માલવિકા સૂદ મોગાથી ચૂંટણી લડી શકે છે.

​​​​​​​


અન્ય સમાચારો પણ છે...