બિહારમાં શનિવારે તમામ 38 જિલ્લામાં એકસાથે જાતિ આધારિત વસતી ગણતરી શરૂ થઇ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે વૈશાલી જિલ્લાના હરસેર ગામમાં મનોજ પાસવાનના ઘરેથી આ શરૂઆત કરી હતી. પહેલા દિવસે પટણામાં આશરે બે લાખ કર્મીઓએ 14 લાખથી વધુ મકાનોની ગણતરી કરી, જ્યારે અન્ય જિલ્લામાં પણ આ ટીમે મકાનો ગણ્યાં.
નીતીશ કુમારે કહ્યું કે, અમે વસતી ગણતરી કરતા કર્મીઓને કહ્યું છે કે, તમામ બાબતો યોગ્ય રીતે નોંધવામાં આવે. કોઈ વ્યક્તિનું ઘર અહીં છે અને તે રાજ્ય બહાર રહે છે, તો તેની માહિતી પણ નોંધો. અમે જાતિ આધારિત વસતી ગણતરી સાથે લોકોની આર્થિક સ્થિતિની પણ નોંધ રાખીએ છીએ, જેથી ખબર પડે કે સમાજમાં કેટલા ગરીબ છે અને તેમને કેવી રીતે ગરીબીમાંથી બહાર કાઢવાના છે. આ અહેવાલ અમે જાહેર પણ કરીશું.
રાજ્યમાં બે તબક્કામાં ગણતરી પૂરી થશે...
તબક્કો-1ઃ 7 થી 21 જાન્યુઆરી દરમિયાન મકાનોની ગણતરી કરાશે વસતી ગણતરી કર્મીઓને આઈ કાર્ડ અપાશે. તેના પર બિહાર જાતિ આધારિત ગણતરી 2022 લખ્યું હશે. આઇ કાર્ડ જોઇને સંપૂર્ણ માહિતી આપીશું. 15 દિવસમાં મકાનોની ગણતરી થશે. લાલ માર્કરથી મકાનો બહાર નંબર લખાશે.
તબક્કો-2ઃ પહેલીથી 30 એપ્રિલ વચ્ચે જાિત અને સ્કિલ વિશે પૂછાશે
બીજા તબક્કામાં 25-30 પ્રશ્નો હશે. તેમાં મકાનના વડાનું નામ, જાતિ, પરિવારના સભ્યોની સંખ્યા, કાર, મોબાઇલ, આવકનો સ્રોત, નોકરી, બેરોજગારોનું કૌશલ્ય સહિત અન્ય માહિતી સામેલ હશે.
આ લાભ ગણાવાયા
આ આશંકાઓ છે
અર્થશાસ્ત્રી એન. કે. ચૌધરી કહે છે કે, મંડલ કમિશન પછી ફરી એકવાર રાજ્યમાં જાતીય ભાવના ફેલાઇ શકે છે. તેનાથી રાજકીય ધ્રુવીકરણમાં પણ સરળતા થઇ જશે અને સમાજ પણ વહેંચાઇ શકે છે.
કર્ણાટકઃ આવી ચૂક ના થવી જોઇએ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.