• Gujarati News
  • National
  • Cash Was Being Taken To Gujarat From Jodhpur By Car, It Took 3 Hours To Count The Bundles With The Machine

રાજસ્થાનથી મળ્યા હવાલાના 3 કરોડ રૂપિયા:જોધપુરથી ગાડીમાં કેશ ગુજરાત લઈ જઈ રહ્યા હતા, મશીનથી બંડલ ગણતાં 3 કલાક લાગ્યા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત નંબરની કારની સીટ અને ડેકીમાંથી 500 અને 2 હજારની નોટો મળી.

પોલીસે રવિવારે બપોરે 12 વાગ્યે જોધપુરથી 3 કરોડ રૂપિયાની રોકડ લઈને ગુજરાત જતા બે યુવકની ધરપકડ કરી હતી. કારમાંથી જપ્ત થયેલી રોકડને ગણતાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો હતો. આ મામલો સિરોહીના મંડાર વિસ્તારનો છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું હતું કે આ રોકડ ગુજરાતમાં કોઈને આપવાની હતી. આ અંગેની માહિતી મોબાઈલ પર મળવાની હતી. એ પહેલાં જ પોલીસે તેને પકડી લીધો.

પોલીસે રવિવારે ગુજરાત બોર્ડર પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન ગુજરાતના નંબરની કારમાંથી 3 કરોડ રૂપિયા મળ્યા હતા. પોલીસે કારમાં સવાર 2 યુવકની પણ ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે આ રોકડ હવાલાની છે.
પોલીસે રવિવારે ગુજરાત બોર્ડર પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન ગુજરાતના નંબરની કારમાંથી 3 કરોડ રૂપિયા મળ્યા હતા. પોલીસે કારમાં સવાર 2 યુવકની પણ ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે આ રોકડ હવાલાની છે.

મંડાર(સિરોહી)ના સ્ટેશન ઓફિસર ભંવરલાલે જણાવ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓની સૂચના પર ગુજરાત બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી હતી. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે રેવદર(સિરોહી)થી આવી રહેલી ગુજરાત નંબરની ગાડીને પોલીસે રોકી. પૂછપરછ કરતાં ગાડી સવાર 2 યુવક ગભરાઈ ગયા. તેમણે તેમના નામ નિલેશ(40) પુત્ર અમૃતલાલ પટેલ અને સુરેન્દ્ર ભાઈ(58) પુત્ર માધવ લાલ પટેલ ગણાવ્યા સાથે જ તેઓ મહેસાણાના રહેવાસી છે એવું જણાવ્યું. અંદરની સીટની નીચે અને ડેકીમાં પોલિથીનમાં છુપાવી 500 અને 2000ની નોટોના બંડલ રાખ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં યુવકોએ જણાવ્યું કે તેઓ રામદેવરા (જેસલમેર)થી જોધપુર થઈને મહેસાણા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જોધપુરથી હવાલાના પૈસા લીધા હતા.

પોલીસને કારની સીટ અને ડેકીમાંથી રૂ.500 અને રૂ.2000ની નોટોનાં બંડલ મળ્યાં હતાં. રોકડ અને કાર જપ્ત કરવામાં આવી છે.
પોલીસને કારની સીટ અને ડેકીમાંથી રૂ.500 અને રૂ.2000ની નોટોનાં બંડલ મળ્યાં હતાં. રોકડ અને કાર જપ્ત કરવામાં આવી છે.

ડીએસપી ઘનશ્યામ વર્માએ જણાવ્યું હતું કે નાકાબંધી દરમિયાન કારમાંથી 3 કરોડ રૂપિયા મળ્યા છે. મશીનમાં નોટો ગણવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો. 2000ની નોટનાં 15 બંડલ હતાં અને બાકીના 500 રૂપિયાની નોટનાં બંડલ હતાં. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ બંનેને અલગ-અલગ બેસીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...