તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Case Will Be Filed Against Baba Ramdev In 50 Police Stations Of Bihar, IMA Prepared Members Of All Branches Of The State

બાબા VS IMA વિવાદ:યોગ ગુરૂ રામદેવ વિરૂદ્ધ 50 પોલીસ સ્ટેશનમાં FIR થશે, 1-1 કરીને દરેક સ્ટેશનમાં કેસ દાખલ કરાશે; IMAનો નિર્ણય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યોગ ગુરૂ બાબા રામદેવના નિવેદન પછી આયુર્વેદ બનામ એલોપથીનું યુદ્ધ છેડાયું હતું, જે હવે બિહારમાં જોર પકડી રહ્યું છે. બાબા રામદેવ વિરૂદ્ધ ડૉકટરોમાં ક્રોધ પછી ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA)બિહાર યુનિટમાં કાર્યવાહીની તૈયારીઓ હાથ ધરી દીધી છે.

પટનામાં રવિવારે આયોજિત IMAની બેઠકમાં બાબા રામદેવ વિરૂદ્ધ પ્રદેશના 50 પોલીસ સ્ટેશનોમાં કેસ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના માટે તમામ બ્રાન્ચના સદસ્યોને તૈયાર કરવામાં આવશે. IMAના પૂર્વ પ્રેસિડન્ટ ડૉ. બિમલ કારકે કહ્યું હતું કે એક-એક કરીને તમામ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાશે.

IMAએ કહ્યું- ડૉકટરોનું અપમાન થયું
IMA બિહારના કાર્યકારી અધ્યક્ષ ડૉ. અજય કુમાર, રાજ્ય સચિવ ડૉ. સુનિલ કુમારે મીડિંગ દરમિયાન કહ્યું કે રામદેવે એલોપથી, વેક્સિનેશન અને દવાઓ વિરૂદ્ધ ભ્રમ ફેલાવે તેવું નિવેદન આપ્યું હતું. બાબાએ કોવિડ શહીદોનું અપમાન કર્યું છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યની વિવિધ બ્રાન્ચના સભ્યો રામદેવ વિરૂદ્ધ કેસ દાખલ કરશે.

શું છે સમગ્ર વિવાદ
બાબા રામદેવે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે સારવાર દરમિયાન વપરાશ કરવામાં આવેલી રેમડેસિવિર, ફેબીફ્લૂ અને DGCI દ્વારા અપ્રૂવ અન્ય ડ્રગ્સના કારણે લાખો લોકોના મૃત્યુ નીપજ્યાં છે. આ અંગે IMA ઉત્તરાખંડે લીગલ નોટિસ ફટકારીને લેખિતમાં માફી માગવા અને આમ ના કરવું હોય તો 1 હજાર કરોડની રકમ ચૂકવવાની માગ કરી હતી. વળી નેશનલ યૂનિટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રામદેવ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માગ કરી હતી.

IMA દ્વારા કોરોનામાં શહીદ ડૉકટરની પત્નીને ચેક આપવામાં આવ્યો
IMA દ્વારા કોરોનામાં શહીદ ડૉકટરની પત્નીને ચેક આપવામાં આવ્યો

કોરોનાની લડતમાં શહીદ ડૉકટરની પત્નીને 10 લાખની સહાયત
IMAએ કોરોના મહામારી વિરૂદ્ધની લડતમાં શહીદ ડૉ. અનિલ કુમારની પત્ની ડૉ. સુગંધી કુમારીને રાષ્ટ્રીય IMA કોવિડ શહીદ ફંડમાંથી 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કોરોનામાં શહીદ ડૉકટરોને રાજ્ય સરકાર તરફથી વીમા યોજના અંતર્ગત સહાયતા મળે તેવી કોશિશ હાથ ધરાશે.

રાજ્ય સચિવ ડૉ. સુનીલ કુમારે રાજ્યના તમામ 151 શહીદ ડૉકટરોને શ્રદ્ધાંજલિ આપી હતી. બેઠકમાં ડૉ. વિજય શંકર સિંહ, ડૉ. વસંત સિંહ, PMCHના પ્રાચાર્ય ડૉ. સચ્ચિદાનંદ કુમાર પણ સામેલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...