દિલ્હી પોલીસની આઈએફએસઓ દ્વારા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિરૂદ્ધ કથિત રીતે ભડકાઉ ટિપ્પણીના આરોપમાં FIR દાખલ કરી છે. ઓવૈસી વિરૂદ્ધ FIR થયા પછી AIMIM કાર્યકર્તાએ પાર્લામેન્ટ પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન શરૂ કરી દીધા છે. FIRમાં સ્વામી યતિ નરસિંહાનંદનું નામ પણ નોંધવામાં આવ્યું છે.
ઓવૈસી અને સ્વામિ નરસિંહાનંદ ઉપરાંત દિલ્હી પોલીસે નૂપુર શર્મા, નવીનકુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલકુમાર મીણા, પૂજા શકુન પાંડે વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસનો આરોપ છે કે તમામ આરોપી કથિત રીતે નફરતના મેસેજ આપી રહ્યાં હતા. વિભિન્ન સમૂહના લોકોને ઉશ્કેરતા હતા અને એવી સ્થિતિ ઊભી કરતા હતા જે શાંતિ કાયમ કરવા માટે હાનિકારક છે.
અમે નૂપુર શર્મા, નવીનકુમાર જિંદાલ અને અસદુદ્દીન ઓવૈસી વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં તેમની કથિત અપમાનજનક ટિપ્પણીઓ અંગે બે FIR કરી છે. જેમને અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જેમના વિરૂદ્ધ કાયદકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
હાલમાં જ પયંગબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીના કેસમાં ભાજપે પાર્ટી પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે જ દિલ્હી મીડિયા સેલના પ્રમુખ નવીન જિંદાલને પણ પાર્ટીમાંથી હાંકી મુકવામાં આવ્યા છે.
જે બાદ નૂપુર શર્માએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ પાર્ટીના નિર્ણયનો સ્વીકાર કરે છે અને તેનું સન્માન કરે છે. તેમને કહ્યું હતું કે હું સંગઠનમાં વ્યવહારિક રીતે વિકસિત થઈ છું. હું તેમના નિર્ણને સ્વીકારું છું અને તેનું સન્માન કરું છું.
તો નવીનકુમાર જિંદાલે દાવો કર્યો હતો કે તેમને અને તેમના પરિવારને સોશિયલ મીડિયામાં મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જિંદાલે 1લી જૂને પયંગબર વિરૂદ્ધ વિવાદિ ટ્વીટ કર્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા પર હુમલાઓ થઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.