• Gujarati News
  • National
  • Cars Vandalized, Attacks On Policemen Too, Kerala HC Says Demonstration Not Appropriate After Arrest

NIAની રેડ પછી PFIનું કેરળ બંધ હિંસક:ગાડીઓમાં તોડફોડ, પોલીસવાળા પર પણ હુમલા, કેરળ HC બોલી- ધરપકડ પછી પ્રદર્શન યોગ્ય નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નાં 93 સ્થળો પર NIAના દરોડો બાદ શુક્રવારે PFI બંધનું એલાન આપ્યું છે. NIAની રેડનો વિરોધ કરી રહેલાં સંગઠનના કાર્યકરો હિંસક બન્યા. રાજધાની તિરુવનંતપુર અને કોયટ્ટમમાં PFI કાર્યકરોએ સરકારી બસો અને ગાડીઓમાં તોડફોડ કરી.

પોલીસના જણાવ્યા મુજબ કોલ્લમમાં બાઇક સવાર PFI કાર્યકર્તાઓએ 2 પોલીસ પર હુમલો કર્યો. આ બાજુ તિરુવનંતપુરમાં હિંસા કરવાવાળા 5 PFI કાર્યકર્તાને પોલીસે પકડી લીધા છે.

PFI બંધ દરમિયાન હિંસાના અપડેટ

  • કેરલ હાઇકોર્ટે રાજ્યવ્યાપી બંધ આપવા બદલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના નેતાઓ વિરુદ્ધ સુઓ મોટો એક્શન લીધા છે. કેરલ HCના આદેશ અનુસાર કોઇ પણ અનુમતિ વગર બંધ ન રખાવી શકે. કોર્ટે આદેશમાં એ પણ કહ્યું કે ધરપકડ બાદ આવું પ્રદર્શન યોગ્ય નથી.
  • કોગ્રેસે ગુરુવારે ભારત જોડો યાત્રા રોકી દીધી છે. એના પર ભાજપ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો કે PFI અને ઇસ્લામિક જેહાદી સંગઠનોએ આજ હડતાલનું આહ્વાન કર્યું અને કોંગ્રેસે આજે પોતાની યાત્રા રોકી દીધી તેનાથી ખરાબ અને શરમજનક કશું નથી.
તિરુવનંતપુરમમાં PFI કાર્યકરોએ ખાનગી કારના કાચ તોડી નાખ્યા.
તિરુવનંતપુરમમાં PFI કાર્યકરોએ ખાનગી કારના કાચ તોડી નાખ્યા.
શુક્રવારે સવારે કોયટ્ટમમાં હડતાળની અસર જોવા મળી હતી. હડતાલને કારણે લોકોએ દુકાનો ખોલી ન હતી.
શુક્રવારે સવારે કોયટ્ટમમાં હડતાળની અસર જોવા મળી હતી. હડતાલને કારણે લોકોએ દુકાનો ખોલી ન હતી.
કેરળમાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોચીમાં પોલીસ બંદોબસ્ત છે.
કેરળમાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોચીમાં પોલીસ બંદોબસ્ત છે.

કેરળથી બંગાળ સુધી દરોડો, 106 એરેસ્ટ
ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્રપદેશ, તેલંગાના, તમિલનાડુ, આસામ, મહારાષ્ટ્ર, બિહાર, પ.બંગાળ, મધ્યપ્રદેશ, પોંડિચેરી, ઓડિશા અને રાજસ્થાનમાં ગુરુવારે NIAએ ED સાથે મળીને દરોડા પાડ્યા. રેડમાં લગભગ 300થી વધુ NIA અધિકારીઓ સામેલ રહ્યા અને તપાસ એજન્સીઓએ PFIના 106 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.

કેમ પડ્યા દરોડા, 3 કારણો

  1. રાજ્યોમાં ટેરર ફંડિંગ કરવાનો આરોપઃ NIA અધિકારીઓ દ્વારા મળેલી જાણકારી મુજબ કર્ણાટક, કેરલ, તમિલનાડુ અને હૈદરાબાદમાં આતંકવાદી ગતિવિધિ વધારવા માટે ભારે સંખ્યામાં ટેરર ફંડિંગ કરવામાં આવ્યું. લિંક તપાસ્યા બાદ તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે.
  2. ટ્રેનિંગ કેમ્પ લાગાવવાના આરોપઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે NIAને સૂચના મળી હતી કે કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી PFI મોટા પાયે ટ્રેનિંગ કેમ્પો લગાવી રહી છે. તેમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવાની સાથે લોકોનું બ્રેઇનવોશ કરવામાં આવે છે.
  3. ફૂલવારી શરીફની લિંકઃ જુલાઇમાં પટનાની પાસે ફૂલવારી શરીફમાં મળેલા આતંકી મોડ્યૂલને લઇને દરોડા પાડવામાં આવ્યા. ફૂલવારી શરીફમાં PFIના સદસ્યોની પાસેથી ઇન્ડિયા 2047 નામના 7 પેજના ડોક્યુમેન્ટ મળ્યા હતા. તેમાં હવે પછીનાં 25 વર્ષમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું પ્લાનિંગ હતું.
અન્ય સમાચારો પણ છે...