તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Captivating Sand Dunes In The Desert, Wind Speed 30 To 40 Km. As Soon As A Stream Of Sand Flows

રેતીનાં ઝરણાં:રાજસ્થાનના રણપ્રદેશમાં મનમોહક રેતીનાં ઝરણાં, પવનની ગતિ 30થી 40 કિ.મી. થતાં જ નદીની જેમ વહેવા લાગે છે આ ઝરણાં

બાડમેર11 દિવસ પહેલાલેખક: વિજયકુમાર
રણપ્રદેશમાં વહેતું રેતીનું ઝરણું.
  • બાડમેરમાં ગરમીના દિવસોમાં ફૂંકાઈ રહેલા ભારે પવન સાથે અહીં રેતીનાં ઝરણાં વહી રહ્યાં છે

આપણે બધાએ પર્વતો પરથી વહેતા પાણીના ઝરણાંને તો જોયાં હશે, પરંતુ આજે અમે તમને રાજસ્થાનમાં વહી રહેલાં રેતીનાં ઝરણાંની મનમોહક નજારો બતાવી રહ્યા છીએ. જી, હા, આ સાંભળીને થોડું નવાઈ જરૂરથી લાગી રહ્યું હશે, પરંતુ આ સત્ય છે. અમારી ટીમ જ્યારે સ્થળ પર પહોંચી તો રેતીનું ઝરણું જોવાનો આ મનમોહક નજારો વીડિયો પણ બનાવ્યો. આવું તો માત્ર રાજસ્થાનના રણપ્રદેશની જમીન પર જ જોવા મળી શકે છે.

ટેકરીઓ પરથી વહી રહેલું રેતીની ઝરણું.
ટેકરીઓ પરથી વહી રહેલું રેતીની ઝરણું.

તમને જણાવી દઈએ કે આ નજારો બાડમેર જિલ્લા મથકથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલ જાણીતા મહાબારના ધોરોનો છે. ગરમીના દિવસોમાં ફૂંકાઈ રહેલા ભારે પવન સાથે અહીં રેતીનાં ઝરણાં જોવા મળે છે, જ્યારે પવનની ગતિ લગભગ 30થી 40 કિમી હોય છે.

આવી ભીષણ ગરમીમાં રેતીનાં આ ઝરણાંને દૂરથી જોઈને એવું લાગે છે કે જાણે પાણીનું ઝરણું વહી રહ્યું હોય. જ્યારે રણપ્રદેશમાં ફૂંકાઈ રહેલા વાવાઝોડાએ આસપાસનાં ગ્રામજનોનું જીવન અસ્ત-વ્યસ્ત કરી દીધું છે. લોકોનું કહેવું છે કે આ વાવાઝોડાને કારણે ઘરોમાં રેતીના સ્તર જામી રહ્યા છે. આ કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગામના રહેવાસી અશોકસિંહે જણાવ્યું હતું કે ત્યાં જોરદાર તાપ અને લૂ ફૂંકાઈ રહ્યો છે. ભીષણ તડકો અને પવનની સાથે અટકી-અટકીને રેતીનાં ઝરણાં વહેવાનું શરૂ થાય છે. ગામના રહેવાસી બાબુસિંહે જણાવ્યું હતું કે મે-જૂનમાં ગરમી પડવાની સાથોસાથ લૂ પણ ફૂંકાય છે. ભારે પવન સાથે, રેતી ટેકરીઓ પરથી ધીમે ધીમે પડે છે, એવું લાગે છે કે મખમલી રેતીનું ઝરણું વહી રહ્યું છે.

બાડમેરમાં ભારે પવનને કારણે રેતીની ટેકરીઓ પરથી રેતી નીચેની તરફ પડે છે.
બાડમેરમાં ભારે પવનને કારણે રેતીની ટેકરીઓ પરથી રેતી નીચેની તરફ પડે છે.

ટેકરીઓ પરથી રેતીનું ઝરણું વહે છે
જયપુર હવામાન ખાતાના નિયામક રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર, બાડમેરમાં રેતીની ટેકરીઓ પર પવનની ગતિને કારણે રેતી ઉપર આવે છે અને કેટલાક ભાગોમાં ભાર વધુ થવાને કારણે રેતી નીચે પડે છે. આ રેતીના કણોનું કદ થોડું મોટું હોય છે અને વજન પણ વધારે હોય છે. આને કારણે એ નીચે તરફ વહે છે.

રાત્રે 11 વાગે 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે રેતીનું વાવાઝોડું આવ્યું
છેલ્લા પાંચ દિવસથી બાડમેરમાં ભીષણ ગરમી પડી રહી છે, જોકે ગુરુવારે મોડી રાત્રે ભારે વાવાઝોડુ આવ્યું હતું અને રણ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. બાડમેરમાં અત્યારસુધીમાં આ આઠમું રેતીનું વાવાઝોડું આવ્યું છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ લગભગ 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે રેતીનું વાવાઝોડું આવ્યું હતું. તોફાનને કારણે અનેક વીજ થાંભલા નીચે પડી ગયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઝાડ પણ પડી ગયાં છે.

ગુરુવારે મોડી રાત્રે આવેલા રેતીના વાવાઝોડા બાદ આકાશમાં છવાયેલું ધૂળિયું વાતાવરણ.
ગુરુવારે મોડી રાત્રે આવેલા રેતીના વાવાઝોડા બાદ આકાશમાં છવાયેલું ધૂળિયું વાતાવરણ.

બાડમેરમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાન 41 ડીગ્રીની આસપાસ રહ્યું હતું

1 જૂને મહત્તમ તાપમાનનો પારો 41.8 ડીગ્રી, લઘુતમ 28.4 ડીગ્રી

2 જૂને મહત્તમ તાપમાનનો પારો 41.8 ડીગ્રી, લઘુતમ 29.4 ડીગ્રી

3 જૂને મહત્તમ તાપમાનનો પારો 38.8 ડીગ્રી, લઘુતમ 22.4 ડીગ્રી