તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Captain Wants To Leave Rebel Ministers By Making Cabinet Changes; Sidhu, Who Is Camping In Delhi, Will Meet The Congress High Command

નવજોત સિદ્ધુ હાઈકમાન્ડને મળ્યા વિના દિલ્હીથી પરત ફર્યા:હરીશ રાવતનો ચંડીગઢમાં ત્રીજો દિવસ, કેબિનેટમાં ફેરફાર કરી કેપ્ટન બળવાખોર મંત્રીઓને કાઢવા માંગે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પંજાબ કોંગ્રેસ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ- ફાઈલ ફોટો - Divya Bhaskar
પંજાબ કોંગ્રેસ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ- ફાઈલ ફોટો

પંજાબ કોંગ્રેસમાં વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. પાર્ટી હાઈકમાન્ડને મળવા ગયેલા કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ ગુરુવારે હાઈ કમાન્ડને મળ્યા વિના દિલ્હીથી પરત ફર્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુએ કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ તેમને મળવાનો સમય નહોતો મળ્યો. જોકે તેમના સમર્થકો તેમની આ મુલાકાત અંગત ગણાવી રહ્યા છે. બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ કેપ્ટન-સિદ્ધુ વિવાદના ઉકેલ માટે ગુરુવારે ચંદીગઢમાં રહેશે. રાવતે નવજોત સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી છે. તેઓ ત્રીજા દિવસે કોઈ વરિષ્ઠ નેતાને મળવાનો શિડ્યૂલ નથી.

કેપ્ટન અને રમત મંત્રી સોઢી સાથે ચર્ચા કરી રહેલા હરીશ રાવત
કેપ્ટન અને રમત મંત્રી સોઢી સાથે ચર્ચા કરી રહેલા હરીશ રાવત

મોટી વાત એ છે કે કેપ્ટન કેબિનેટમાં ફેરફાર કરીને બળવાખોર મંત્રીઓને નિકાળવા માગે છે. જેમાં તૃપ્ત રાજિંદર અને સુખ સરકારિયાનું નામ સૌથી ઉપર છે. રાવત પણ કહી ચૂક્યા છે કે ચૂંટણી નજીક હોવાના કારણે કેબિનેટમાં ફેરફારનો આ યોગ્ય સમય નથી. હરીશ રાવત જ્યારે કેપ્ટન અમરિંદર સિંહને મળ્યા ત્યારે સિદ્ધુ પાર્ટી હાઈકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જોકે કેટલાક કારણોસર હાઈકમાન્ડને મળી ન શકાયું અને કેપ્ટનના પક્ષકારો સિદ્ધુ સાથે ના આ વ્યવહારને આઘાત તરીકે જોઈ રહ્યા છે.

હરીશ રાવતના ચંડીગઢ પહોંચવા પર નવજોત સિદ્ધુ, સંગઠન મહાસચિવ પરગટ સિંહ, કાર્યકારી પ્રધાન કુલજીત નાગરા અને પવન ગોયલે સ્વાગત કર્યુ
હરીશ રાવતના ચંડીગઢ પહોંચવા પર નવજોત સિદ્ધુ, સંગઠન મહાસચિવ પરગટ સિંહ, કાર્યકારી પ્રધાન કુલજીત નાગરા અને પવન ગોયલે સ્વાગત કર્યુ

સિદ્ધુ અને કેપ્ટન સમર્થકોના પોત-પોતાના દાવા
કેપ્ટનના શક્તિ પ્રદર્શન માટે પોલિટિકલ ડિનર કરાવી ચૂકેલા રમત મંત્રી રાણા ગુરમીત સોઢીએ કહ્યું કે પંજાબમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવાનો મુદ્દો પૂરો થઈ ગયો છે. ભલે દરેક મંત્રી મુખ્યમંત્રી બનવા માંગતા હોય પણ પંજાબમાં કેપ્ટન અમરિન્દરની છબી ખૂબ મોટી છે. કેપ્ટન 2 વખત મુખ્યમંત્રી રહ્યા છે, તેથી તેમના મૂળને હચમચાવી નાખવું એટલું સરળ નથી. કેપ્ટન માટે કોંગ્રેસનું નેતૃત્વ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી બાજૂ બળવો નબળો પડવાના સવાલ પર મંત્રી તૃપ્ત રાજિંદર બાજવા કહી ચૂક્યા છે કે આવનારો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...