તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારે કૃષિ સુધાર કાયદાને લઈને પંજાબમાં કોંગ્રેસ સરકારે અપનાવેલી રણનીતિ હવે હરિયાણા અને દિલ્હીમાં ભારે પડી રહ્યું છે. ખેડૂત આંદોલનના કારણે હરિયાણામાં સ્થિતિ બગડી છે. જો કે આ બધાની વચ્ચે પંજાબના કેપ્ટન અમરિંદર સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર સમગ્ર બબાલથી પોતાને બચાવવામાં સફળ રહી છે અને આ બધું જ નક્કી કરેલી રણનીતિ મુજબ થયું છે. આ કારણે હરિયાણાની ખટ્ટર સરકારને દિલ્હી જઈ રહેલા ખેડૂતો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે.
જ્યારે કેન્દ્ર સરકાર કૃષિ સુધાર કાયદો લઈને આવ્યા ત્યારે વિપક્ષી દળ કોંગ્રેસની પંજાબમાં ચાલી રહેલી સરકારે તેનો રાજકીય વિરોધ શરૂ કર્યો. તે સમયે પંજાબમાં ખેડૂતોને કૃષિ સુધાર કાયદા અંગે જાણકારી આપવાની હતી તો કેપ્ટન સરકાર ખુલીને તેના વિરોધમાં આવી ગયા. કેપ્ટન સરકારે વિધાનસભામાં પણ આ કાયદાને રદ કરવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો, તે વાતની જાણ હોવા છતા કે કેન્દ્રીય કાયદાની સમક્ષ તેનું કોઈ જ મહત્વ નથી. તેમ છતા પંજાબમાં ખેડૂતોએ પ્રદર્શન શરૂ કરી દીધા, પરંતુ સરકાર અને રાજ્યના મુખ્ય વિપક્ષી દળ શિરોમણી અકાલી દળ અને આમ આદમી પાર્ટી તરફથી પણ તેને સમર્થન મળ્યું તો સંઘર્ષ ચાલતો રહ્યો.
ખેડૂત સંગઠનો દ્વારા અનેક જગ્યાએ પ્રદર્શનો કરવામાં આવ્યા. પંજાબમાં ચાલી રહેલા પ્લાઝા પર પણ ખેડૂતોએ ડેરો જમાવ્યો અને લુધિયાના સ્થિત લાડોવાલ ટોલ પ્લાઝા પર હજુ સુધી ટેક્સ વસૂલવા દેવામાં આવતા નથી. જે બાદ ખેડૂતોએ રેલવે ટ્રેક પર બેસીને પ્રદર્શનો શરૂ કર્યા તો પંજાબની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પડવા લાગી.
જેને જોઈને ખેડૂતોના સંઘર્ષને સંપૂર્ણપણે મંજૂરી આપી ચુકેલી પંજાબ સરકાર ફરી હરકતમાં આવી અને માલગાડીઓ ચલાવવા માટે ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી, જેમાં એવું નક્કી કરાયું કે ખેડૂત સંગઠન માલગાડી આવવા દેશે, પરંતુ પેસેન્જર ટ્રેનને હજુ નહીં આવવા દે.
હવે ટ્વીટરની મદદથી ભાજપ અને હરિયાણા સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે કેપ્ટન
હરિયાણા પહોંચેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટરની મદદથી ભાજપ અને હરિયાણા સરકાર પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. કેપ્ટને તેને લઈને 3 ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેઓએ ભાજપને અપીલ કરી છે કે તેઓ પોતાના રાજ્ય સરકારને નિર્દેશ આપે કે ખેડૂતો વિરૂદ્ધ કડક પગલાં ન ભરવામાં આવે. બીજા ટ્વીટમાં કેપ્ટને લખ્યું કે કોન્સ્ટટ્યૂશન ડે 2020ના દિવસે ખેડૂતોના બંધારણીય અધિકારોને દબાવવામાં આવી રહ્યો છે. કેપ્ટને તેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ટેગ કરતા કહ્યું કે ખેડૂતોને જવા દેવામાં આવે કે જેથી તેઓ દિલ્હી જઈને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી શકે.
ત્રીજા ટ્વીટમાં કેપ્ટન અમરિંદર સિંહે હરિયાણાની ભાજપ સરકાર પર ફરી નિશાન સાધ્યું કે 2 મહિનાથી ખેડૂત પંજાબમાં કોઈ પણ જાતની પરેશાની વગર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનો કરી રહ્યાં હતા. હવે હરિયાણા સરકાર બળ પ્રયોગ કરીને તેમને કેમ ઉશ્કેરી રહી છે? શું ખેડૂતોની પાસે પબ્લિક હાઈવેથી શાંતિપૂર્ણ રીતે પસાર થવાનો અધિકાર પણ નથી?
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.