• Gujarati News
  • National
  • Capt. Amarinder Singh Introduced His Power, 58 MLAs Gathered At The Dinner; Rebel MLAs Of Punjab In Delhi

કેપ્ટને બતાવી તાકાત:CM અમરિંદર સિંહે પોતાની શક્તિનો પરિચય આપ્યો, ડિનરમાં 58 ધારાસભ્યો ભેગા થયા; પંજાબના બળવાખોર ધારાસભ્યો દિલ્હીમાં

3 મહિનો પહેલા
  • નવજોત સિંહ સિદ્ધુએ પ્રાઈવેટ થર્મલ પ્લાન્ટો સાથે થયેલા કરારને રદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો
  • સિદ્ધુએ તેના ટ્વિટમાં કેપ્ટન અમરિંદર સિંહની ત્રણ અલગ-અલગ વીડિયો ક્લિપ શેર કરી

પંજાબ કોંગ્રેસમાં ચાર મંત્રીઓ અને ઘણા ધારાસભ્યો વચ્ચેની ખેંચતાણ બંધ થવાનું નામ લઈ રહી નથી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને હટાવવાની ચળવળમાં જોડાયેલા ત્રણ કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, સુખબિંદર સિંહ સરકારિયા, સુખજિંદર સિંહ રંઘાવા અને પંજાબ કોંગ્રેસના મહાસચિવ પરગટ સિંહ પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે દિલ્હીમાં છે. બીજી તરફ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની તાકાત દેખાડી છે. કેપ્ટન અમરિંદરના સમર્થનમાં કેબિનેટ મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢી દ્વારા આપવામાં આવેલા ડિનરમાં 9 મંત્રી સહિત લગભગ 58 ધારાસભ્ય અને આઠ સાંસદ પહોંચ્યા.

ડિનરનું આયોજન કરનાર રાણા સોઢી સિવાય મંત્રી બ્રહમ મોહિંદરા, મનપ્રીત બાદલ, સાધુ સિંહ ધર્મસોત, અરુણા ચૌધરી, ગુરપ્રીત કાંગડ, બલબીર સિંહ સિદ્ધુ, વિજય ઈંદર સિંગલા અને સુંદર શામ અરોડા સહિત સાંસદ પરનીત કૌર, મો.સદીક, ગુરજીત સિંહ ઔજલા અને રાજ્યસભા સભ્ય પ્રતાપ સિંહ બાજવા પણ આ દરમિયાન હાજ રહ્યાં હતા.

કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુ કેમ્પ અને હાઈકમાનને બતાવી તાકાત
મંત્રી સોઢી તરફથી ટ્વિટ કરતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે દાવો કર્યો કે ડિનરમાં 58 ધારાસભ્ય-મંત્રી અને આઠ સાંસદ સામેલ થયા. બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2022માં કોંગ્રેસ કેપ્ટનના નેતૃત્વમાં ચૂંટણી જીતશે.

ટ્વિટ કરીને કર્યો દાવો, 58 ધારાસભ્ય-મંત્રી અને આઠ સાંસદ હાજર રહ્યાં
આ ડિનરનું આયોજન ચાર કેબિનેટ મંત્રી અને લગભગ 12 જેટલા ધારાસભ્યોની મુખ્યમંત્રીની વિરુદ્ધની બળવાખોરી વચ્ચે કરવામાં આવ્યું. કેપ્ટનનો વિરોધ કરનાર ચાર મંત્રીઓમાંથી ત્રણ પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે દિલ્હીમાં છે. તે હાઈકમાન્ડને મળીને પોતાની વાત રજૂ કરવા માંગે છે. જ્યારે કેપ્ટને પોતાના સમર્થનમાં આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો અને સાંસદોને ભેગા કરીને વિરોધીઓને પોતાની તાકાત દેખાડી છે. આ સિવાય તેમણે પોતાની શક્તિનો પરિચય હાઈકમાન્ડને પણ આપ્યો છે.

મુખ્ય વાત એ પણ છે કે આ ડિનરમાં કુલદીપ વૈદ્ય, સુખજીત સિંહ લોહગઢ, કુશલદીપ ઢિલ્લો સહિત ઘણા એવા ધારાસભ્યો પણ સામેલ થયા હતા, જે કેપ્ટનની વિરુદ્ધની બેઠકમાં પણ સામેલ હતા. જ્યારે કેપ્ટનના વિરોધમાં ઝંડો ઉંચો કરનાર મંત્રી અને ધારાસભ્ય વીરવારને ખાનગી વાહનથી દિલ્હી લાવવામાં આવ્યા અને કોઈ ખાનગી જગ્યાએ જ રોકાયા છે. મહત્ત્વની વાત એ છે કે કેપ્ટનના વિરોધમાં ભલે ચાર મંત્રી હોય પરંતુ મુખ્યમંત્રીની સાથે નવ કેબિનેટ મંત્રી બ્રહ્મ મોહિંદ્રા, મનપ્રીત બાદલ, સાધુ સિંહ ધર્મસોત, અરુણા ચૌધરી, ગુરપ્રીત કાંગડ, બલબીર સિંહ સિદ્ધુ, વિજય ઈંદર સિંગલા, સુંદર શામ અરોડા વગેરે સામેલ થયા. રાણા સોઢીએ આ ડિનરનું આયોજન કર્યું હતું. કેપ્ટને પોતાની તાકાત ત્યારે બતાવી જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી હરીશ રાવત દેહરાદુનથી દિલ્હી પહોંચી ગયા છે.

રાવત આજે પાર્ટી હાઈકમાન્ડને મળીને બતાવશે વસ્તુસ્થિતિ
રાવત આજે રાહુલ ગાંધીને મળી શકે છે. આ મુલાકાત દરમિયાન રાવત પંજાબની સ્થિતને લઈને રાહુલને વાત કરશે. બુધવારે ચાર મંત્રી જેમાં રંધાવા, બાજવા, સરકારિયા, ચરણજીત સિંહ ચન્નીએ દેહરાદુનમાં રાવત સાથે મુલાકાત કરી હતી. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે મુલાકાત દરમિયાન પંજાબ કોંગ્રેસના પદેશ પ્રભારી પદ પરથી સ્વયં મુક્ત થવાની ઈચ્છા પણ દર્શાવી શકે છે. આ પાછળનું કારણ એવું છે કે પાર્ટીએ તેમને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે અને તે ઉત્તરાખંડમાં પોતાની સંપૂર્ણ તાકાત બતાવવા માંગે છે.

બીજી તરફ રાણા સોઢીએ કહ્યું કે આ ડિનરમાં એક સરખા વિચાર ધરાવતા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે કોંગ્રેસને મજબૂત કરશે અને 2022માં કેપ્ટનના નેતૃત્વમાં કોંગ્રેસના વિજયનો માર્ગ મોકળો બનાવશે. સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે ડિનરમાં 55થી વધુ ધારાસભ્યોએ ભાગ લીધો. મુખ્ય વાત એ છે કે ડિનરમાં પ્રદેશ પ્રધાન અને ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ સહિત તેમના સમર્થક ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા નહોતા.

વીજળી કરારને રદ કરવાનો મુદ્દો સિદ્ધુએ ઉઠાવ્યો
એક તરફ કેપ્ટન તરફથી ડિનરનું આયોજન કરીને શક્તિ પ્રદર્શનની તૈયારી કરવામાં આવી રહી હતી. તે સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુએ પ્રાઈવેટ થર્મલ પ્લાન્ટો સાથે થયેલા કરારને રદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. સિદ્ધુએ તેના ટ્વિટમાં કેપ્ટન અમરિંદર સિંહની ત્રણ અલગ-અલગ વીડિયો ક્લિપ શેર કરીને ત્રણ યુનિટમાં ઘરેલુ વીજળી અને પાંચ રૂપિયા યુનિટમાં ઈન્ડસ્ટ્રીની વીજળીનો મુદ્દ ઉઠાવ્યો. સિદ્ધુએ લખ્યું કે ખાનગી થર્મલ પ્લાન્ટો સાથે થયેલા કરારને રદ કરવામાં આવે.