કોંગ્રેસે અધ્યક્ષની ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યા:ઉમેદવારી નોંધાવનારને 9 હજાર ડેલીગેટ્સની યાદી મળશે; 5 સાંસદોએ પારદર્શિતાની માંગ કરી હતી

નવી દિલ્હી25 દિવસ પહેલા

આવતા મહિને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા પાર્ટી નેતૃત્વએ ચૂંટણી પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર તમામ પાર્ટીના નેતાઓને ઈલેક્ટોરલ કોલેજમાં સામેલ તમામ 9 હજાર ડેલીગેટ્સની યાદી જોવા મળશે. આ યાદી પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી પાસે 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

પાંચ નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી
શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, મનીષ તિવારી સહિત કોંગ્રેસના પાંચ સાંસદોએ પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીને પત્ર લખીને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી. જે બાદ કોંગ્રેસ લીડરશિપે આ નિર્ણય લીધો છે.

ખરેખરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતાઓ સતત રાજીનામા આપી રહ્યા છે, આવી સ્થિતિમાં પાર્ટી હાઈકમાન્ડે બાકીના નેતાઓની નારાજગી દૂર કરવા માટે આ પગલું ભર્યું હોવાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાવાની છે. આ માટે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે ઉમેદવારી નોંધાવી શકાશે.

મધુસૂદન મિસ્ત્રીએ પત્ર લખીને જવાબ આપ્યો
પાંચેય નેતાઓના નામે પત્રમાં મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું છે કે જે નેતાઓ આ ચૂંટણીમાં ભાગ લેવા માગે છે તેઓ તેમના રાજ્યના કોંગ્રેસ કાર્યાલયમાં રાજ્યના 10 ડેલીગેટ્સની યાદી જોઈ શકશે. ઉમેદવારી પત્રો ભરતાની સાથે જ મુખ્ય રિટર્નિંગ ઓફિસરને સોંપવામાં આવશે, નેતાઓને ડેલિગેટ્સની સંપૂર્ણ યાદી મળશે.

મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે જો કોઈ નેતા અલગ-અલગ રાજ્યોમાંથી 10 સમર્થકોનું નોમિનેશન મેળવવા ઈચ્છે છે તો કોંગ્રેસના દિલ્હી કાર્યાલયમાં મારી ઓફિસમાં 20 સપ્ટેમ્બર પછી તમામ 9000 પ્રતિનિધિઓની યાદી ઉપલબ્ધ થશે. ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા નેતાઓ, આ યાદીમાંથી તેમના 10 સમર્થકો પસંદ કરીને તેમની સહી કરાવીને તેમનું સમર્થન મેળવી શકે છે. આ પછી, તમે 24 સપ્ટેમ્બર સુધી નોમિનેશન ફાઇલ કરી શકો છો.

કોંગ્રેસના નેતાઓ પહેલાથી જ વોટિંગ લિસ્ટની માંગ કરી ચૂક્યા છે
આ પહેલા પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અસંતુષ્ટ જી-23 નેતાઓના સભ્ય મનીષ તિવારીએ કોંગ્રેસ સંગઠનની ચૂંટણીની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વોટિંગ લિસ્ટ વિના કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થશે? તેમણે માંગણી કરી હતી કે ચૂંટણી માટેના પક્ષના મતદારનું નામ અને સરનામું જાહેર કરવું જોઈએ.

તિવારીએ મિસ્ત્રીને કહ્યું હતું કે વોટિંગ પારદર્શી રીતે કોંગ્રેસની વેબસાઈટ પર પ્રકાશિત થવું જોઈએ. તેમણે કહ્યું હતુ કે નિષ્પક્ષ ચૂંટણીની પ્રથમ શરત એ છે કે મતદારોના નામ અને સરનામા જાહેર કરવા જોઈએ. પાર્ટીના નેતા શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ પણ આ મુદ્દે પોતાની વાત જણાવી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...