મુલાયમની સીટથી પુત્રવધૂ ડિમ્પલ લડશે ચૂંટણી:મૈનપુરી સીટની પેટાચૂંટણીમાં હશે ઉમેદવાર, 2019માં કન્નોજથી હારી હતી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડિમ્પલ યાદવ ફરી ચૂંટણી મેદાનમાં ઊતરી રહી છે. તે મૈનપુરીથી લોકસભા પેટાચૂંટણી લડશે. સપા પ્રમુખ અખિલેશ યાદવએ તેમના નામની જાહેરાત કરી દીધી છે. મુલાયમ સિંહના નિધન બાદ આ સીટ ખાલી પડી હતી. આ સીટ પર 5 ડિસેમ્બરે વોટિંગ છે.

ડિમ્પલ 3 વર્ષ બાદ રાજકારણના રણમાં પાછી ફરી રહી છે. 2019માં તેમણે કન્નોજથી લોકસભાની ચૂંટણી લડી હતી. તેમાં તે ભાજપના સુબ્રત પાઠક સામે હારી ગઇ હતી. 44 વર્ષની ડિમ્પલ 5મી વાર ચૂંટણી મેદાનમાં ઊતરી રહી છે. સમાજવાદી પાર્ટીએ મૈનપુરીના ઉમેદવાર તરીકે ડિમ્પલ યાદવ સિવાય તેજ પ્રતાપ યાદવ અને ધર્મેન્દ્ર યાદવના નામ પર વિચાર કરી રહી છે. જોકે ગુરુવારે ડિમ્પલના નામ પર મહોર મારવામાં આવી છે.

ડિમ્પલ યાદવના વિશે તમને કેટલાંક ફેક્ટ જણાવીએ

કન્નોજથી બે વાર સાંસદ રહી
15 જાન્યુઆરી 1978ના રોજ મહારાષ્ટ્રના પુનામાં જન્મી ડિમ્પલ કન્નોજથી બે વાર સાંસદ રહી ચૂકી છે. તેમનો પરિવાર મૂળ તો ઉત્તરાખંડમાં રહેનારો છે. તેમના પિતા રિટાયર્ડ કર્નલ છે. ડિમ્પલ ત્રણ બહેનોમાં બીજા નંબરની છે. ડિમ્પલનો શરૂઆતનો અભ્યાસ સૈનિક સ્કૂલમાં થયો. તેમનાં માતા-પિતા અત્યારે ઉત્તરાખંડના કાશીપુરમાં રહે છે. ડિમ્પલ અને અખિલેશ યાદવે પ્રેમલગ્ન કર્યાં હતાં.

2009માં ફિરોઝાબાદ પેટાચૂંટણીમાં બની હતી ઉમેદવાર
2009 લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની બે સીટો ફિરોઝાબાદ અને કન્નોરથી ચૂંટણી લડી. પાછળથી અખિલેશે ફિરોઝાબાદ સીટ છોડી દીધી અને પેટાચૂંટણીમાં ડિમ્પલને ત્યાંથી ઉમેદવાર બનાવી. પરંતુ ડિમ્પલ કોંગ્રેસી નેતા રાજ બબ્બરથી ચૂંટણી હારી ગઇ.

2012માં કન્નોજથી સપાએ ડિમ્પલ પર મૂક્યો હતો ભરોસો
અફિલેશ યાદવે કન્નોજ લોકસભા સીટ છોડ્યા બાદ ત્યાં 2012માં પેટાચૂંટણી થઇ. સપાએ આ વખતે પણ ડિમ્પલ પર ભરોસો મૂક્યો. ત્યાં આ ચૂંટણીમાં બસપા, કોંગ્રેસ, ભાજપાએ તેની વિરુદ્ધ કોઇ ઉમેદવાર ન ઉતાર્યો, બે લોકોએ નામાંકન પાછું ખેંચી લેતા ડિમ્પલ બિનહરીફ ચૂંટણી જીતવામાં સફળ રહી. ત્યાં 2014 લોકસભાની ચૂંટણીમાં તેણે કન્નોજ સીટ બચાવી લીધી. આ વખતે પણ કન્નોજથી જ સપાની ઉમેદવાર છે.

હવે અમે આપને એક પોલિટિકલ એનાલિસિસ પણ બતાવીએ કે આખરે ડિમ્પલ જ મૈનપુરીથી ચૂંટણીનો ચહેરો કેવી રીતે બની. વિકલ્પ તરીકે તેજ પ્રતાપ યાદવ અને ધર્મેન્દ્ર યાદવ પણ હતો...

વિધાનસભા 2022માં હિટ પ્રચારક હતી ડિમ્પલ
આની પાછળ યુપી વિધાનસભાની ચૂંટણી 2022માં તેમનો ચૂંટણી રહ્યો. ચૂંટણી પ્રચારમાં ડિમ્પલ યાદવ હિટ રહી. સપા પ્રમુખ અફિલેશ યાદવે તેમને છેલ્લા ચરણોમાં મુશ્કેલ સીટો પર પ્રચાર માટે ઉતારીને સીટો પોતાની ઝોળીમાં નાખી દે છે. કૌશંબી અને જૌનપુરમાં થયેલી જનસભાઓમાં માત્ર એક સીટ જ ભાજપના ખાતામાં ગઇ શકી. તે પણ બહુ ઓછા માર્જિન સાથે.

સીટ વાર વાંચો કે ડિમ્પલનો જાદુ કેવી રીતે કામ કરી ગયો...
25 ફેબ્રુઆરીઃ સિરાથૂ
પલ્લવીથી કાંટાની ટક્કરમાં હાર્યા ડેપ્યુટી સીએમ કેશવ
વિધાનસભા ચૂંટણીના પાંચમા ચરણમાં પહેલી જનસભા ડિમ્પલે સિરાથૂમાં પલ્લવી પટેલ માટે કરી હતી. પલ્લવીની સામે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ખુદ મેદાનમાં હતા. ડિમ્પલની જનસભા થયા બાદ અહીં પલ્લવી ટક્કરમાં આવી ગઇ. તે આ સીટ પરથી જીતી ગઇ.

25 ફેબ્રુઆરીઃ ચાયલ
જોરદાર મુકાબલા પછી સાઇકલ જ ચાલી
કૌશંબીની જ ચાયલ વિધાનસભામાં પાર્ટીના ઉમેદવાર પૂજા પાલના સમર્થનમાં સભા કરી. પૂજા પાલ પૂર્વ વિધાયક રાજુ પાલની પત્ની છે. આ પૂજાનો મુકાબલો અપના દલ (સોનેવાલ)ના નાગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલથી હતો. 88818 વોટ લઇને પૂજા પાલે જીત નોંધાવી હતી.

25 ફેબ્રુઆરીઃ મંઝનપુર
અહીં ભાજપ સંગઠનના પ્રચાર વિરુદ્ધ ડિમ્પલની એક જનસભા જ ભારે
અહી ભાજપ તરફથી લાલ બહાદુર ચૂંટણી મેદાનમાં હતા. ભાજપનું સંગઠન તેમના માટે પ્રચાર કરી રહ્યું હતું. ડિમ્પલે અહીં ઇન્દ્રજીત સરોજ માટે માત્ર એખ જનસભા કરી હતી. અહીં પણ સપા ઉમેદવાર જીતી ગયા.

26 ફેબ્રુઆરીઃ મડિયાહૂ
માત્ર 1200 વોટોથી બાજી ગુમાવી
ભાજપનું ઘટક દળ અપના દલ (સોનેવાલ)ના ઉમેદવાર ડો. આરકે પટેલ જૌનપુરની મડિયાહૂ સીટથી ઊભા હતા. તેમનો સપાના ઉમેદવાર સુષ્મા પટેલથી પડકાર હતો. અહીં ડિમ્પલે જનસભા કરી. અહીં કાંટાની ટક્કર એવી કે પૂરી બાજી માત્ર 1206 વોટોથી હાથમાંથી ગઇ.

26 ફેબ્રુઆરીઃ મછલીશહર
ડિમ્પલના પ્રચારમાં ડોક્ટર રાગિણીને ફાયદો
સાતમા ચરણના પ્રચારમાં મછલીશહરથી ડો. રાગિણી ચૂંટણી વડી રહી હતી. સપાની આ ડોક્ટર ઉમેદવાર માટે ડિમ્પલે પ્રચાર કર્યો. પરિણામ એ આવ્યું કે રાગિણીને 91659 વોટ મળ્યા. ભાજપના ઉમેદવાર મહિલાલ 83175 વોટ મેળવી હારી ગયા હતા.

સપાએ આ વખતે પણ પોતાના પરિવાર પર ભરોસો મૂક્યો ચે, હવે આપને બતાવીએ કે આવું પહેલાં ક્યારે-ક્યારે થયું છે...

તેજ પ્રતાપ અને ધર્મેન્દ્ર યાદવને પણ લડાવી ચૂક્યા છે ચૂંટણી
સમાજવાદી પાર્ટીને પરિવાર પર ભરોસો છે. આ રણનીતિ મૈનપુર પર લાગુ કરવામાં આવી. સપાની આ રણનીતિ પહેલાં પણ સફળ રહી ચૂકી છે. મૈનપુર લોકસભા સીટ પર 2014માં મુલાયમે જ્યારે મૈનપુરી સીટ છોડી આજમગઢની સીટ સંભાળી. ત્યારે પણ પેટાચૂંટણીમાં પરિવારના તેજ પ્રતાપ યાદવને મૈનપુરીથી ઉતાર્યા હતા. તેજ પ્રતાપે ત્યારે 3 લાખથી વધુ વોટોથી ચૂંટણી જીતી હતી.

તેની પહેલાં 2004ની પેટાચૂટણીમાં ધર્મેન્દ્ર યાદવ પણ મૈનપુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે. ત્યારે પણ મુલાયમે આ સીટ ખાલી કરી હતી. એટલે કે આ વખતે પણ સપા તેની પર ભરોસો કરી રહી છે. 2019માં જ્યારે મુલાયમ આજમગઢની સાટ છોડીને મૈનપુરી ગયા તો આજમગઢથી અખિલેશ યાદવ લોકસભા પહોંચ્યા. જોકે 2022માં તેઓ આ સીટ છોડી કરહલથી વિધાયક બન્યા. ધર્મેન્દ્ર યાદવને આજમગઢ પેટાચૂટણી લડાવી પરંતુ તેઓ હારી ગયા.

અન્ય સમાચારો પણ છે...