તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Candidate Is Not Allowed To Campaign For 3 Generations In Othavidu Village Of Madurai, Banner loudspeaker Also Banned

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી:મદુરાઇના ઓથાવિડૂ ગામમાં ઉમેદવારને પ્રચારની 3 પેઢીથી મંજૂરી નથી, બેનર-લાઉડસ્પીકર પણ બૅન

મદુરાઇ12 દિવસ પહેલાલેખક: સુનીલ સિંહ બઘેલ
 • કૉપી લિંક
ગામની સરહદ પર થાળી લઇને ઊભી રહેલી મહિલાઓ. અહીં હળદર-પાણીથી ઉમેદવારનું સ્વાગત કરાય છે. - Divya Bhaskar
ગામની સરહદ પર થાળી લઇને ઊભી રહેલી મહિલાઓ. અહીં હળદર-પાણીથી ઉમેદવારનું સ્વાગત કરાય છે.
 • આ ગામમાં ‘કૅશ ફોર વોટ’ની પણ મંજૂરી નહીં

તમિલનાડુમાં ચૂંટણીપ્રચાર સ્ટારડમથી ભરપૂર તડકભડક માટે જાણીતો છે પણ આ જ તમિલનાડુના મદુરાઇ નજીક એક ગામ એવું પણ છે કે જેની 3 પેઢીઓએ દેશની પહેલી ચૂંટણીથી માંડીને અત્યાર સુધીમાં એકેય ઉમેદવારને ગામમાં પ્રચારની મંજૂરી નથી આપી. કોઇને ગામ-ઘરમાં ઝંડા, બેનર, પોસ્ટર કે કટઆઉટ લગાવવાની મંજૂરી નથી કે તમિલનાડુના ઇલેક્શન કલ્ચરનો હિસ્સો બની ચૂકેલા કૅશ ફોર વોટને પણ કોઇ સ્થાન નથી. દરેક ઉમેદવારને ગામની સરહદેથી જ રવાના કરી દેવાય છે.

મદુરાઇથી અંદાજે 20 કિ.મી. દૂર 200 ઘર અને અંદાજે 600 મતદારવાળું નાનકડું ગામ છે ઓથાવિડૂ. ગામના મોટાભાગના રહેવાસીઓ 100 વર્ષ પૂર્વે તિરુમંગલમથી આવીને વસેલા 3 પરિવારના વંશજ છે. ગામની બંને તરફ 1 કિ.મી.ની હદમાં બીજા ગામ પણ છે. બંને તરફ પ્રચારની ધૂમ પણ છે અને પક્ષોના પોસ્ટર, બેનર અને ચૂંટણી પ્રતીકોથી સજેલી દીવાલો પણ. પ્રચાર દરમિયાન ઢોલ-નગારા વગાડવાની અને ફટાકડાં ફોડવાની પરંપરા પણ જારી છે પણ ઓથાવિડૂ ગામમાં પ્રવેશતાં જ માહોલ એકદમ શાંત થઇ જાય છે.

ગામની ભાગોળે બનેલા મંદિર નજીક થાળીમાં હળદર-પાણી અને પાન પર કપૂર પ્રગટાવીને મહિલાઓ ઊભી છે, કેમ કે આજે દિનાકરનના પક્ષ એએમએમકેના ઉમેદવારના પરંપરાગત સ્વાગતની તૈયારી થઇ રહી છે. પ્રચારના વાહનો ગામમાં ઘૂસતાં જ લાઉડસ્પીકર બંધ કરી દેવાયા છે. સ્થાનિક રહેવાસી પાંડી જણાવે છે કે, ‘આ પરંપરા આઝાદી પછીની પહેલી ચૂંટણીથી ચાલી આવે છે. તમિલનાડુમાં અગ્નિસંસ્કાર પણ જશ્નની જેમ ઢોલ-નગારા અને ફટાકડાં સાથે કરવાની પરંપરા છે પણ અહીં ચૂંટણીપ્રચારની મંજૂરી નથી. ફિલ્મસ્ટાર્સ માટેની દીવાનગી તો અહીં પણ છે પરંતુ ફિલ્મોના પોસ્ટર પણ નથી લાગતા.’

પ્રચાર માટે મનાઇનું કારણ પૂછાતાં રંગનાથન કહે છે કે પક્ષોના પ્રચાર, ભાષણબાજીથી પરસ્પર મનદુ:ખ વધે છે. અમારા માટે ગામની એકતા અને સૌહાર્દ સર્વોપરી છે. તેથી અમે દરેક પક્ષના ઉમેદવારનું એકસરખી રીતે પરંપરાગત ઢબે સ્વાગત કરીએ છીએ. ગામની સરહદે જ તેમને સાંભળીએ છીએ, અમારી સમસ્યાઓ જણાવીએ છીએ. અમારી આ પરંપરા રાજકીય પક્ષો પણ જાણે છે અને તેનો આદર પણ કરે છે. મુરુગનના ઘરમાં ડોકિયું કરતા ‘કલાઇગનર (કરુણાનિધિ) ટીવી’ પણ નજરે પડે છે અને ‘અમ્મા ફેન’ પણ. મુરુગન કહે છે કે અમને ચૂંટણીથી તકલીફ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો