તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cancellation Of Allotment Of 1452 Vigha Of Land Allotted To Adani Group; Allotted 6,000 Vigha Of Land In Pokhran, Rajasthan

સોલાર એનર્જી પાર્ક પ્રોજેક્ટ:અદાણી ગ્રૂપને સોંપેલી 1452 વીઘા જમીનની ફાળવણી રદ; રાજસ્થાનના પોખરણમાં 6 હજાર વીઘા જમીન ફાળવી હતી

જોધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જેસલમેરના નેદાન ગામ અને ફલોદીના નાગનેચી અને ઉગરાસ ગામમાં સોલાર પાર્ક માટે અદાણી રિન્યુએબલ એનર્જી પાર્ક રાજ લિમિટેડ (એઆરપીઆરએલ) અને એસેલ સોલર એનર્જી કંપની રાજ લિમિટેડ (ઇએસયુસીઆરએલ)ને ફાળવાયેલી જમીનના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટીસ સંગીત લોઢા અને ન્યાયાધીશ રામેશ્વર વ્યાસની ડિવિઝન બેંચે એક અગત્યના નિર્ણયમાં સિંગલ બેંચના હુકમ વિરુદ્ધ દાખલ કરેલી વિશેષ અપીલોને અંશત: સ્વીકારી અને અદાણી જૂથને ફાળવેલ 1452 વીઘા જમીનની ફાળવણી તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો. જો કે, અદાણી જૂથે આ જમીનનો કબજો લીધો ન હતો. આ સાથે કોર્ટે રાજ્ય સરકારને એક સર્વેક્ષણ કરવા અને તે શોધવા માટે નિર્દેશ આપ્યો છે કે જો આ કંપનીઓને સોંપાયેલ જમીનમાંથી જો જાહેર ઉપયોગિતા મળેે તો ફાળવણી રદ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...