કેનેડા ભારતમાં વિઝા-પ્રોસેસિંગ ક્ષમતા વધારવા માટે નવી દિલ્હી અને ચંદીગઢમાં 74.6 મિલિયન ડોલરનું રોકાણ કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિઝા સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓમાં પણ વધુ રોકાણ કરી શકે છે. કેનેડિયન ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે બુધવારે જણાવ્યું હતું કે તેમના દેશે હમણાં જ જાહેર કરાયેલા ઈન્ડો પેસેફિક ક્ષેત્ર ભારત અને અન્ય દેશોમાંથી વધુ વિદ્યાર્થીઓ અને ઈમિગ્રન્ટ્સને કેનેડામાં લાવવામાં મદદ કરશે. Early Progress Trade Agreement (EPTA) હેઠળ આ સ્ટેપ લેવામાં આવ્યો છે.
કેનેડા વિઝા એપ્લિકેશન પ્રોસેસિંગ ક્ષમતા વધારશે
એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેનેડા નવી દિલ્હી અને ચંદીગઢ અને અન્ય સ્થળોએ વિઝા એપ્લિકેશન પ્રોસેસિંગ ક્ષમતાને ઝડપી બનાવવા માટે પાંચ વર્ષમાં $74.6 મિલિયનનું રોકાણ કરશે. કેનેડિયન ઇમિગ્રેશન મિનિસ્ટરે કહ્યું કે, અમે ભારતમાં વિઝા સાથે સંકળાયેલ અન્ય પ્રવૃત્તિઓમાં પણ વધુ રોકાણ કરીશું. આજે કેનેડામાં નવા ઇમિગ્રેશનનો મોટો હિસ્સો વિદ્યાર્થીઓ અને ભારતમાંથી આવતો લોકોનો છે. હાલમાં કેનેડામાં 2,25,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
કેનેડિયન ઇમિગ્રેશન મિનિસ્ટરે કહ્યું કે, કેનેડિયન ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ પ્રોગ્રામ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડામાં કાયમી સ્થાયી થવા અને નોકરીની તક આપવા માટે આ રોકાણ ભારતના વિદ્યાર્થીઓને વધુ પ્રેરિત કરશે. જેના પગલે હાઈ-સ્કીલ્ડ લોકો દ્વારા કેનેડાની અર્થવ્યવસ્થાના પડકારોનો પહોંચી વળવા માટે સફળ સાબિત થઈ શકે છે.
ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર કેનેડાના ઇમિગ્રેશન માટે મહત્વપૂર્ણ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કેનેડિયન ઇમિગ્રેશન મિનિસ્ટરે કહ્યું કે, આ જાહેરાત દેશ-વિદેશમાં કેનેડાની વિઝા એપ્લિકેશન પ્રોસેસિંગ ક્ષમતાને વધારવામાં મદદ કરવા માટે નવું ફંડ ઉભો થશે. આગામી વર્ષોમાં કેનેડામાં એડમિશન લેવા માટે નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ તક થકી કેનેડામાં મુલાકાત લેવા, અભ્યાસ કરવા, કામ કરવા અથવા સ્થાયી લોકોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
અગાઉ 14 લાખથી વધુ પ્રવાસીઓને નોકરી આપવાની જાહેરાત કરાઈ હતી
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે અગાઉ પણ દેશમાં લેબર ફોર્સની અછતને કારણે પ્રવાસીઓને કામ કરવાની તક આપવાની વાત કરી હતી. કેનેડાને અર્થતંત્ર સુધારવા માટે વધુ લોકોની જરૂર છે. આ જરૂરિયાતને પહોંચી વળવા કેનેડાએ ઈમિગ્રેશન લેવલ પ્લાન 2023-25 અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં દેશમાં 14.5 લાખ ઈમિગ્રન્ટ્સને નોકરી આપવાની યોજના બનાવવામાં આવી છે.
કેનેડા 3 વર્ષમાં 15 લાખ લોકોને વિઝા આપશે
કેનેડાએ આગામી ત્રણ વર્ષમાં 15 લાખ પ્રવાસીઓને પોતાને ત્યાં વસાવવાની યોજના બનાવી છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી સી.એન. ફ્રેસરે કહ્યું છે કે વર્ક વિઝા પરમિટ અને અન્ય પ્રક્રિયાઓ ઝડપી કરાશે. કેનેડા સરકારના આ મોટા નિર્ણયથી ભારતીયોને લાભ થવાની શક્યતા છે.
કેનેડામાં હાલ જે વસતી છે તેમની વધતી ઉંમર સૌથી મોટું ચિંતાનું કારણ છે. કેનેડા સરકારનું માનવું છે કે, જો આ દિશામાં કંઈ નહીં કરાય તો દસથી પંદર વર્ષ પછી દેશની આર્થિક સ્થિતિ કથળવાનું શરૂ થઈ જશે. સ્કૂલો અને હોસ્પિટલોને યોગ્ય રીતે ચલાવવી મુશ્કેલ થઈ જશે. દર પાંચે એક કેનેડિયન બીજા દેશમાંથી આવીને અહીં વસ્યો છે. દેશના 60% નાગરિકો પ્રવાસી પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે.
કેનેડામાં હાલ 18.50 લાખ ભારતીય, કુલ વસતીના 5%
વર્ષ 2021ની વસતી ગણતરી પ્રમાણે કેનેડામાં આશરે 18.50 લાખ ભારતીય મૂળના નાગરિક છે. તે કેનેડાની કુલ સંખ્યાનો 5% હિસ્સો છે. અહીં મોટા ભાગના ભારતીયો ઓન્ટારિયો અને બ્રિટિશ કોલમ્બિયામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એલબર્ટા અને ક્યુબેકમાં પણ ભારતીયોની વસતી વધી રહી છે.
જોકે બીજીબાજુ સ્ટ્રેટેજી ડોક્યૂમેન્ટ્સમાં લખ્યું છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના આગામી સંદર્ભમાં જણાવશે કે ભવિષ્યના આકારને આપવામાં આવશે મહત્વપૂર્ણ સમીક્ષા. જેમાં વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચીનને "વધુને વધુ વિક્ષેપિત રાષ્ટ્રિય શક્તિ" તરીકે ખૂબ જ આગળ આવી ગઈ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાની અવગણના માટે એશિયન દેશને ઠપકો આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.