તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Can Mamta Save Her Stronghold? Who Will Form The Government In 5 States Including Bengal And Assam? Decision Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 રાજ્યોમાં મત ગણતરી:બંગાળમાંં દિવસભર ચાલ્યો ખેલા; જીત-હારના દાવા બાદ નંદીગ્રામના સંગ્રામમાં હાર્યા મમતા, શુભેન્દુ 1956 મતથી જીત્યા

7 દિવસ પહેલા
  • બંગાળમાં ભાજપાની ‘ભાંજગડ’ નહીં, મમતાની ‘માયા’ છવાઈ
  • ચૂંટણીપંચે કહ્યું-ચૂંટણીની જીતનો જશ્ન મનાવતા દેખાતા લોકો પર FIR નોંધવામાં આવે

બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેઓને તૃણુમૂલ છોડીને ભાજપમાં ગયેલા શુભેન્દુ અધિકારીએ 1956 મતથી હરાવ્યા છે. રાત્રે 11 વાગ્યે આવેલા પરિણામ મુજબ નંદીગ્રામમાં કુલ 17 રાઉન્ડનું કાઉન્ટિંગ થયું. મમતા બેનર્જીએ 12થી 15 રાઉન્ડ સુધી સરસાઈ બનાવી રાખી, પરંતુ અંતે અધિકારીએ તેમને હરાવ્યા.

62 દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પછી રવિવારે બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીના ચૂંટણી પરિણામ આવ્યા. આ પાંચ જગ્યાઓ પર એકલા નંદીગ્રામ બેઠકનુ ંપરિણામ ભારે પડી ગયું. 'ખેલા' અને ઝમેલો પણ અહીં જોવા મળ્યો.બંગાળની આ સીટ પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે મેદાનમાં હતા. તેમનો મુકાબલો શુભેન્દુ અધિકારી સાથે હોવાથી અહીં ચૂંટણી ભારે રસપ્રદ બની હતી.

નંદીગ્રામમાં ખેલા અને ઝમેલા
આ પહેલાં સાંજે સાડા 4 વાગ્યે સમાચાર આવ્યા કે નંદિગ્રામમાં મમતાએ 1200 વોટથી જીત મેળવી, પરંતુ દોઢ કલાક પછી સાંજે 6 વાગ્યે ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ દાવો કર્યો કે મમતા જીત્યા નથી, પરંુત 1622 વોટથી હારી ગયા છે. તો ચૂંટણી પંચની વેબસાઈટ અલગ જ આંકડા રજૂ કરતા રહ્યાં.

બંગાળમાં સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા આ સીટ પર જોવા મળી. તૃણુમૂલ છોડીને ભાજપમાં આવેલા શુભેન્દુએ કહ્યું હતું કે તેઓ 50 હજાર વોટથી જીતશે અને જો હારી જશે તો રાજકારણ છોડી દેશે.બંગાળમાં પ્રારંભિક અઢી કલાકમાં જ તૃણમૂલ કોંગ્રેસ 148 સીટોની બહુમતીના આંકડાને પાર કરી ગઈ (292 સીટોના હિસાબે 147) 189 સીટો પર પહોંચી ગઈ. જો કે, આ આંકડો 2016માં તૃણમૂલે જીતેલી 211 સીટોથી ઓછો છે. બીજીતરફ, શરૂઆતના વલણોમાં મમતા બેનરજી નંદીગ્રામમાં ભાજપાના શુભેન્દુ અધિકારીથી 4000થી વધુ વોટથી પાછળ નજરે પડ્યા છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જોવા માટે ક્લીક કરો

બંગાળના પરિણામને લઈને ભાજપ પર કટાક્ષ
તૃણુમૂલના રાજ્ય સભાના સાંસદે પરિણામો બાદ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે. આ પોસ્ટમાં તેઓએ એક સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક તરફ ભાજપની સાથે સીબીઆઈ, ઈડી, ચૂંટણી પંચ. મીડિયા, પૈસા અને પક્ષપલટો કરનારાઓનો ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ બ્રાયને કહ્યું કે આ બધાં પર મમતા, તૃણુમૂલના કાર્યકર્તાઓ અને બંગાળની જનતા ભારે પડી છે.

અહીં એક જાણકારીની વાત... 1972થી અત્યાર સુધી વીતેલા 49 વર્ષમાં બંગાળમાં આ 11મી ચૂંટણી છે અને જે પાર્ટી જીતી રહી છે, તેનો 200+ સીટોનો ટ્રેન્ડ યથાવત્ છે. તૃણમૂલે 2016માં 211 અને 2011માં 228 સીટો જીતી હતી. એ પહેલા 7 વાર સતત લેફ્ટે ચૂંટણી જીતી. માત્ર એકવાર 2001માં લેફ્ટને 196 સીટો મળી. બાકી ચૂંટણીઓમાં તે હંમેશા 200 સીટોથી ઉપર રહી.

2001ને છોડીને છેલ્લાં 49 વર્ષમાં દર વખતે જીતનારી પાર્ટીને 200+ સીટ મળી

વર્ષપાર્ટી/મોરચોસીટો
2016ટીએમસી211
2011ટીએમસી+કોંગ્રેસ228
2006

લેફ્ટ ફ્રન્ટ​

233
2001લેફ્ટ ફ્રન્ટ196
1996લેફ્ટ ફ્રન્ટ203
1991લેફ્ટ ફ્રન્ટ245
1987લેફ્ટ ફ્રન્ટ251
1982લેફ્ટ ફ્રન્ટ238
1977લેફ્ટ ફ્રન્ટ231
1972લેફ્ટ ફ્રન્ટ216

હવે બાકીના રાજ્યોની સ્થિતિ જાણીએ
બંગાળ પછી આસામના પરિણામો પર સૌની નજર છે. અહીં શરૂઆતના 2 કલાકના વલણોમાં ભાજપા+ બહુમતીનો આંકડો પાર કરીને 68 સીટો પર પહોંચી ગઈ. જ્યારે કેરળમાં સત્તાધારી લેફ્ટને આસાનીથી બહુમતી મળતી દેખાય છે. જ્યારે તમિલનાડુમાં અનુમાન યોગ્ય સાબિત થતું જોવા મળી રહ્યું છે. અહીં દ્રમુક+એ શરૂઆતના 2 કલાકના વલણોમાં જ બહુમતીની 118 સીટોનો આંકડો પાર કરી લીધો છે. પુડુચેરીમાં ભાજપા+ અને કોંગ્રેસ+માં શરૂઆતમાં જોરદારની ટક્કર દેખાઈ, પરંતુ પછી ભાજપા+ આગળ નીકળી ગઈ છે.

અપડેટ્સ...

8ઃ10 PM- ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, નંદીગ્રામમાં 13 રાઉન્ડની ગણતરી બાદ મમતા હવે શુભેન્દુથી 1,453 વોટથી આગળ ચાલી રહ્યાં છે.
7ઃ40 PM- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને જીતના અભિનંદન પાઠવ્યા. તેઓએ કહ્યું કે કેન્દ્ર બંગાળને સંભવિત દરેક મદદ ચાલુ રાખશે.
7ઃ30 PM- બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે ભૂલ કયાં થઈ, તે મુદ્દે વાત કરીશું અને આગળ વધીશું. ગત ચૂંટણીમાં 3 સીટ જીત્યા હતા અને આ વખતે 80 સીટ જીતી. અમારું લક્ષય મોટું હતું, જે અમે ન સાધી શક્યા.
7:25 PM- મમતા નંદીગ્રામમાં શુભેન્દુથી 10,379 વોટથી પાછળ થઈ ગયા છે.
6ઃ45 PM- ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, મમતા આ સીટ પરથી હજુ શુભેન્દુથી 9,862 વોટથી પાછળ છે.
6:06 PM- ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ દાવો કર્યો છે કે મમતા 1,622 વોટથી હારી ગયા છે.

5ઃ20 PM- વલણો અને પરિણામો વચ્ચે મમતા બહાર આવ્યા. તેમના પગમાં પ્લાસ્ટર ન હતું. તેઓ પગે ચાલીને મંચ પર ગયા અને કાર્યકર્તાઓને ઘરે પરત જવાની અપીલ કરી. મમતા આ સમયે ભત્રીજા અભિષક બેનર્જીની સાથે હતા.
4:30 PM- મમતા બેનર્જી શુભેન્દુ અધિકારી સામે 1200 મતથી જીતી ગયા.
3ઃ35 PM- 16માં અને અંતિમ રાઉન્ડના કાઉન્ટિંગ બાદ મમતા 6 વોટથી પાછળ.
3ઃ20 PM- બંગાળમાં ભાજપના ત્રણેય સાંસદ પાછળ. બાબુલ સુપ્રિય 5000 વોટ, સ્વપ્ન દાસગુપ્તા 7000 વોટ અને લોકેજ ચેટર્જી 14000 વોટથી પાછળ છે.
3ઃ15 PM- 14માં રાઉન્ડના કાઉન્ટિંગ પછી મમતા બેન્રીજ ભાજપના શુભેન્દુ અધિકારીથી 3800 વોટથી આગળ નીકળ્યા.
3ઃ12 PM- બંગાળમાં ઉત્તર 24 પરગનામાં સર્વર ડાઉન થવાથી કાઉન્ટિંગ 40 મિનિટ સુધી અટકી ગયું.
2ઃ55 PM- આસમમાં ભાજપ+ 78, કોંગ્રેસ+ 47 સીટ પર આગળ, પુડ્ડુચેરીમાં ભાજપ+8 અને કોંંગ્રેસ+ 3 સીટ પર આગળ.
2ઃ50 PM- તામિલનાડુમાં ભાજપ+ 81, કોંગ્રેસ+ 152 સીટ પર આગળ. કેરળમાં લેફ્ટ 96, કોંગ્રેસ 44 સીટ પર આગળ.
2ઃ45 PM- પશ્ચિમ બંગાળમાં તૃણુમૂલ 202, ભાજપ 86 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ.
2:37 PM- શિવપુરથી પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ ઉમેદવાર મનોજ તિવારી જીત્યા.
2:35 PM- નંદીગ્રામમાં 14માં રાઉન્ડ પછી મમતા ફરી 2500 મતથી શુભેન્દુથી આગળ નિકળી ગઈ.
2:26 PM- કોલકાતામાં ભાજપ કાર્યાલય સામે અનેક તૃણમૂલ કાર્યકર્તા એકઠા થયા. જીતની ઉજવણી કરી સૂત્રોચાર કર્યો.

2:05 PM- 13 રાઉન્ડની ગણતરી પછી મમતા ફરી શુભેન્દુથી 3000 મતથી પાછળ.
1:47 PM-નંદીગ્રામમાં મમતાએ પહેલીવાર ભાજપના શુભેન્દુ અધઇકારીથી 2700 મતથી લીડ મેળવી.

1.00 PM -ચૂંટણીપંચે કહ્યું-ચૂંટણીની જીતનો જશ્ન મનાવતા દેખાતા લોકો પર FIR નોંધવામાં આવે

12.45 PM - ટોલીગંજથી કેન્દ્રીય મત્રી અને ભાજપા ઉમેદવાર બાબુલ સુપ્રિયો 25000 વોટથી પાછળ રહ્યા
12.43 PM - નંદીગ્રામમાં મમતા બેનરજી પ્રથમવાર ભાજપાના શુભેન્દુ અધિકારીથી 1500 વોટથી આગળ નીકળ્યા

12.40 PM-કેરળની પલક્કડ સીટથી ભાજપા ઉમેદવાર મેટ્રોમેન ઈ. શ્રીધરન આગળ ચાલી રહ્યા છે
12.35 PM- બંગાળમાં તૃણમૂલ 208, ભાજપા 80 અને કોંગ્રેસ 2 સીટો પર આગળ.
12.30 PM- આસામમાં ભાજપા+ 78, કોંગ્રેસ+ 46 સીટો પર આગળ, પુડુચેરીમાં ભાજપા+ 8 અને કોંગ્રેસ+ 3 સીટો પર આગળ
12.25 PM-તમિલનાડુમાં ભાજપા+ 91, કોંગ્રેસ+ 142 પર આગળ. કેરળમાં લેફ્ટ 92, કોંગ્રેસ 45 સીટો પર આગળ.

12.20 PM- નંદીગ્રામમાં છ રાઉન્ડમાં શુભેન્દુએ ફરી 7226 વોટની સરસાઈ મેળવી, મમતા પાછળ
12.00 PM- બંગાળમાં તૃણમૂલ+ 206, ભાજપા+ 83 અને કોંગ્રેસ+ 1 સીટો પર આગળ
11.30 AM-બંગાળની ટોલીગંજ સીટથી ભાજપા સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો 3500 વોટથી પાછળ
11.25 AM - સિંગૂર સીટ પર તૃણમૂલના બેચારામ મન્નાએ ભાજપાના રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય પર સરસાઈ મેળવી. શિવપુરથી તૃણમૂલ ઉમેદવાર મનોજ તિવારી પાછળ

11.10 AM-બંગાળમાં ટોલીગંજથી ભાજપા સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો 11000 વોટથી પાછળ
11.09 AM-આસામમાં ભાજપા+ 825 કોંગ્રેસ+ 43 સીટો પર આગળ, પુડુચેરીમાં ભાજપા+ 9 અને કોંગ્રેસ+ 5 સીટો પર આગળ
11.00 AM - તમિલનાડુમાં ભાજપા+ 101, કોંગ્રેસ+ 132 પર આગળ. કેરળમાં લેફ્ટ 90, કોંગ્રેસ 47 સીટો પર આગળ

10.55 AM- ભાજપાના બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટરજી અને સ્વપ્ન દાસગુપ્તા પાછળ
10.54 AM - નંદીગ્રામમાં અંતર ઘટ્યું. હવે શુભેન્દુ અધિકારી 7000ના બદલે 4000 વોટથી આગળ, મમતા બેનરજી પાછળ

10.37AM- આસામમાં ભાજપા+ 75 કોંગ્રેસ+ 42 સીટો પર આગળ, પુડુચેરીમાં ભાજપા+ 9 અને કોંગ્રેસ + 5 સીટો પર આગળ
10.35 AM-તમિલનાડુમાં ભાજપા+ 98, કોંગ્રેસ+ 134 પર આગળ. કેરળમાં લેફ્ટ 88, કોંગ્રેસ 50 સીટો પર આગળ.
10.32 AM- પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ 191, ભાજપા 96 અને કોંગ્રેસ 5 સીટો પર આગળ
10.20 AM- આસામમાં ભાજપા+ 70 કોંગ્રેસ+ 39 સીટો પર આગળ, પુડુચેરીમાં ભાજપા+ 9 અને કોંગ્રેસ+ 5 સીટો પર આગળ. કેરળમાં લેફ્ટ 89, કોંગ્રેસ 49 સીટો પર આગળ.

10.15 AM - આસામમાં ભાજપા+ 70, કોંગ્રેસ+ 39 પર આગળ. તમિલનાડુમાં ભાજપા+ 98, કોંગ્રેસ+ 132 પર આગળ. આસામમાં ભાજપા+ 70 કોંગ્રેસ+ 39 સીટો પર આગળ, પુડુચેરીમાં ભાજપા+ 9 અને કોંગ્રેસ+ 5 સીટો પર આગળ

10.00 AM-નંદીગ્રામમાં મમતા બેનરજી પાછળ. ભાજપાના શુભેન્દુ અધિકારી 7200થી વધુ વોટથી આગળ

9.50 AM-શરૂઆતના વલણોમાં તૃણમૂલને બહુમતી, 161 સીટો, ભાજપા 115 પર આગળ અને કોંગ્રેસ 6 પર આગળ

9.40 AM- નંદીગ્રામથી ભાજપાના શુભેન્દુ અધિકારી મમતા બેનરજીથી લગભગ 5000 વોટોથી આગળ

9.30 AM-બંગાળની ચુંચુડડા સીટથી ભાજપા સાંસદ લોકેટ ચેટરજી પાછળ રહી ગયા, અગાઉ તેઓ આગળ ચાલી રહ્યા હતા.
9.27 AM-બંગાળના ટોલીગંજથી ભાજપા સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પાછળ રહી ગયા છે. તેઓ અગાઉ આગળ ચાલી રહ્યા હતા.
9.20 AM-પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં પ્રથમ રાઉન્ડનું કાઉન્ટિંગ સમાપ્ત, ભાજપાના શુભેન્દુ અધિકારીએ 1500 વોટની સરસાઈ મેળવી, મમતા બેનરજી પાછળ
9.15 AM-પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ 133 અને ભાજપા 109 અને કોંગ્રેસ 6 સીટો પર આગળ
9.00 AM-પુડુચેરીમાં ભાજપા+ 9 અને કોંગ્રેસ+ 5 સીટો પર આગળ
8.50 AM- આસામમાં ભાજપા+ 29 અને કોંગ્રેસ+19 સીટો પર આગળ
8.45 AM-તમિલનાડુમાં ભાજપા+ 23 અને કોંગ્રેસ+ 31 સીટો પર આગળ
8.30 AM કેરળની તમામ 140 સીટોનું વલણ આવવાનું શરૂ. લેફ્ટ 79, કોંગ્રેસ 59 અને ભાજપા 2 પર આગળ

8.20 AM- બંગાળની આસનસોલ સીટથી તૃણમૂલના સયાની ઘોષ આગળ, ભાજપાના અગ્નિમિત્રા પૉલ પાછળ
8.15 AM-બંગાળની દેબરા સીટથી ભાજપાના ભારતી ઘોષ આગળ, તૃણમૂલના હુમાયુ કબીર પાછળ
8.12 AM બંગાળની તારકેશ્વર સીટથી ભાજપાના સ્વપ્ન દાસગુપ્તા આગળ
8.10 AM બંગાળની બેહાલા સીટથી ભાજપાના પાયલ સરકાર આગળ
8.07 AM-બંગાળની સિંગૂર સીટ પર ભાજપને સરસાઈ
8.05 AM-પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં મમતા બેનરજી ભાજપાના શુભેન્દુ અધિકારીથી પાછળ
8.04 AM- બંગાળની ચુંચુડા સીટથી ભાજપા સાંસદ લોકેટ ચેટકજી પાછળ રહ્યા છે.

પાંચ રાજ્યોની અગાઉની સ્થિતિ

1. બંગાળ

  • કુલ સીટોઃ 294(વોટિંગ 292 સીટો પર થયું)
  • બહુમતીઃ 148 (292 સીટોના હિસાબે 147)
  • છેલ્લે કોણ જીત્યુ હતુંઃ તૃણમૂલ કોંગ્રેસ

રાજ્યમાં 294માંથી 292 સીટો પર મતદાન થયું છે. ભાજપાએ અહીં પ્રથમવાર 291 સીટો પર ઉમેદવાર ઉતાર્યા, જ્યારે એક સીટ તેણે સુદેશ મહતોની ઓલ ઝારખંડ સ્ટુ઼ડન્ટ્સ યુનિયન પાર્ટીને આપી. ગત વખતે અહીં ગોરખા જનમુક્તિ મોરચાએ ભાજપાની સાથે ચૂંટણી લડી હતી. આ વખતે જીજેએમ તૃણમૂલ સાથે છે. ચૂંટણી અગાઉ ભાજપાએ તૃણમૂલના અનેક મોટા નેતાઓને તોડ્યા હતા, તેમાં મમતા બેનરજીના નજીક મનાતા શુભેન્દુ અધિકારી પણ સામેલ છે.

29 એપ્રિલે આવેલા એક્ઝિટ પોલ્સમાં બંગાળને લઈને એક મત ન જોવાયો. 9 એક્ઝિટ પોલ્સમાંથી 5માં મમતા બેનરજીની તૃણમૂલને બહુમતી હાંસલ થતી જોવા મળી છે કે પછી તે બહુમતીથી ખૂબ નજીક છે. જ્યારે 3 પોલ્સમાં ભાજપા આગળ દેખાય છે. જો કે, તમામ પોલ્સમાં તૃણમૂલને સીટોનું નુકસાન સ્પષ્ટ દેખાય છે અને આસાર ત્રિશંકુ વિધાનસભાના પણ બની શકે છે.

બંગાળમાં વોટિંગ 1.5 % ઓછું થયું, આ તૃણમૂલ માટે ચિંતાની વાત
જ્યારે 2019ની લોકસભા ચૂંટણી થઈ હતી, ત્યારે ભાજપાએ બંગાળની 128 વિધાનસભા સીટો પર સરસાઈ મેળવી હતી. જ્યારે તૃણમૂલની સરસાઈ ઘટીને માત્ર 158 સીટો પર રહી હતી. આ વખતે ઓછા વોટિંગે તૃણમૂલની ચિંતા વધારી દીધી. આ વખતે 8 તબક્કામાં સરેરાશ 81.59% વોટિંગ થયું. જ્યારે 2016ની વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 83.02% હતો. એટલે કે આ વખતે વોટિંગ લગભગ 1.5% ઓછું થયું છે. 1.5 % નો ફરક અનેક સીટોનું અંતર પેદા કરી શકે છે.

શું કોંગ્રેસ-લેફ્ટ બનશે કિંગમેકર?
બંગાળની સમગ્ર ચૂંટણી મોદી વિરુદ્ધ દીદી પર કેન્દ્રીત રહી છે પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને એક્ઝિટ પોલ્સ એ પણ ઈશારો કરે છે કે શક્ય છે કે જોરદાર ટક્કરમાં તૃણમૂલ અને ભાજપા બંને બહુમતીના આંકડાથી પાછળ રહી જશે. એવામાં બંગાળમાં સૌથી નબળું મનાતું લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધન કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. તેમાં પેચ એ છે કે લેફ્ટ-કોંગ્રેસ ક્યારેય ભાજપા સાથે નહીં જાય. જ્યારે કોંગ્રેસ એકવાર તૃણમૂલ સાથે જઈ શકે છે પણ તૃણમૂલ અને લેફ્ટ એકબીજાના ઘોર વિરોધી છે.

2. આસામ

  • કુલ સીટોઃ 126
  • બહુમતીઃ 64
  • છેલ્લે કોણ જીત્યુ હતુંઃ ભાજપા+

ગત વખતે આસામમાં NDAને પ્રથમવાર સત્તા મળી હતી. પરંતુ 12 સીટો જીતીને ભાજપાને સત્તા અપાવવમાં મદદ કરનાર બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે આ વખતે કોંગ્રેસ અને લેફ્ટ સાથે હાથ મિલાવ્યો. ભાજપા સાથે આસામ ગણ પરિષદ છે. ભાજપાએ UPLL સાથે પણ ગઠબંધન કર્યુ. અહીં એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો મુદ્દો હાવી રહ્યો છે. ભાજપા જીતશે તો સીએમ સર્વાનંદ સોનોવાલ ફરી સીએમ બનશે. જો ભાજપા હારશે તો તેને એનઆરસી ઈફેક્ટ માનવામાં આવશે. આસામમાં તમામ 6 એક્ઝિટ પોલ્સમાં ભાજપા ગઠબંધનને બહુમતી જોવા મળી.

3. તમિલનાડુ

  • કુલ સીટોઃ 234
  • બહુમતીઃ 118
  • છેલ્લે કોણ જીત્યુ હતુંઃ અન્નાદ્રમુક
  • અહીં પ્રથમવાર જયલલિતા અને કરુણાનિધિ વિના વિધાનસભા ચૂંટણી થઈ. જયલલિતાની ગેરહાજરીમાં અન્નાદ્રમુકક પાસે માત્ર સીએમ પલાનીસ્વામી તરીકે એક ચહેરો હતો. જ્યારે દ્રમુકનો ચહેરો કરુણાનિધિના પુત્ર સ્ટાલિન છે. આ કારણથી તમામ એક્ઝિટ પોલ્સમાં આ વખતે દ્રમુકની જીતનું અનુમાન રહ્યું. અન્નાદ્રમુકે આ વખતે ભાજપાની સાથે ચૂંટણી લ઼ડી, જ્યારે દ્રમુકે કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યુ.

4. કેરળ

  • કુલ સીટોઃ 140
  • બહુમતીઃ 71
  • છેલ્લે કોણ જીત્યું હતુંઃ LDF

રસપ્રદ છે કે બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટ મળીને ચૂંટણી લડે છે, જ્યારે કેરળમાં તેઓ એકબીજાના વિરોધમાં રહે છે. ગત વખતે અહીં લેફ્ટની આગેવાનીમાં LDFની જીત થઈ હતી. કોંગ્રેસ તેનો હિસ્સો નથી. કોંગ્રેસની આગેવાનીમાં UDF અહીં વિપક્ષી ગઠબંધન છે. ભાજપાએ આ વખતે 140માંથી 113 સીટો પર ઉમેદવાર ઉતાર્યા. બીજીતરફ, ભાજપાએ ગત વખતે કેરળમાં 1 સીટ જીતી હતી.

5. પુડુચેરી

  • કુલ સીટોઃ 30
  • બહુમતીઃ 16
  • છેલ્લે કોણ જીત્યું હતુંઃ કોંગ્રેસ+દ્રમુક

પુડુચેરી વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીં ગત ફેબ્રુઆરીમાં કોંગ્રેસની આગેવાનીમાં રહેલી સરકાર પડી ભાંગી હતી. વી. નારાયણસામી બહુમતી સાબિત કરી ન શક્યા. બે મંત્રીઓ ભાજપામાં સામેલ થવાથી અને કેટલાક ધારાસભ્યોના રાજીનામા પછી સત્તા તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આ વખતે 3 એક્ઝિટ પોલ્સમાં ભાજપા અને AINRC અને બાકી 3 પોલ્સમાં કોંગ્રેસ+દ્રમુકને બહુમતી મળવાના આસાર દર્શાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો