ભારતે આધુનિક સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું મંગળવારે સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલથી ભારતીય નૌસેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. તેની મદદથી ભારત સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવે છે, જે સબમરિન, યુદ્ધજહાજો, એરક્રાફ્ટ કે જમીન પરથી નિશ્ચિત સ્થળે લૉન્ચ કરી શકાય છે.
આ અંગે DRDOએ કહ્યું કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એડવાન્સ સી વેરિયન્ટનું આઈએનએસ વિશાખાપટ્ટનમની મદદથી પરીક્ષણ કરાયું હતું. આ મિસાઈલથી અગાઉથી નક્કી કરેલા લક્ષ્યાંક પર સફળતાપૂર્વક પ્રહાર કરવામાં આવ્યો હતો. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ ડીઆરડીઓને અભિનંદન આપતા કહ્યું કે આ મિસાઈલથી નૌસેનાની તાકાતમાં ઘણો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.