તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીના પ્રેમીની હત્યા:સમજાવટ માટે ઘરે બોલાવી ત્યારે પતિએ હુમલો કર્યો; ગળામાં ફસાયેલા ચાકુ સાથે 200 મીટર સુધી દોડી યુવક સંબંધીના ઘરે પહોંચ્યો

રતલામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં આડાસંબંધોમાં એક યુવકને ચાકુ મારી તેની હત્યા કરી દેવામાં આવી છે. મહિલાના પતિએ પ્રેમીને ઘરે સમજાવવા બોલાવ્યો હતો. તે સમયે બન્ને વચ્ચે વિવાદ શરૂ થઈ જતા પતિએ ચાકુ વડે હુમલો કર્યો હતો. ચાકુ પ્રેમીના ગળામાં ફસાઈ ગયું હતું અને તે 200 મીટર દોડીને તેના સંબંધિના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના શનિવારે મોડી રાત્રે આશરે દોઢ વાગે શહેરના માણક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદિનાથ કોલોનીની છે. શૈલેન્દ્ર સિંહ અને જીતેન્દ્ર ખત્રી પરિચિત હતા. તેને લીધે જીતેન્દ્ર શૈલેન્દ્ર સિંહના ઘરે અવાર-નવાર આવત હતા. તે સમયે જીતેન્દ્ર શૈલેન્દ્રની પત્ની સાથે પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયું હતું. આ વાતની શૈલેન્દ્રને જાણ થઈ ગઈ હતી. તેણે બન્નેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે માનતો ન હતો. શનિવારે રાત્રે શેલૈન્દ્રએ જીતેન્દ્રને સમજાવવા માટે ઘરે બોલાવ્યો હતો. બન્ને વચ્ચે મારામારી થઈ હતી.

ભાગીને સંબંધિના ઘર સુધી પહોંચ્યો ઈજાગ્રસ્ત જીતેન્દ્ર
મારામારી સમયે શૈલેન્દ્ર સિંહે ચાકુ વડે જીતેન્દ્ર પર હુમલો કર્યો હતો. તેને લીધે જીતેન્દ્રના ગળામાં ચાકુ ફસાઈ ગયું હતુ.

શૈલેન્દ્રની પત્ની સાથે 3 વર્ષથી હતો જીતેન્દ્રને અફેર
માણકચોક પોલીસ સ્ટેશન પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઈન્દ્રલોક નગર સ્થિત જીતેન્દ્ર ખત્રીનો આરોપી શૈલેન્દ્ર સિંહના પત્ની સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. પરિચિત હોવાથી જીતેન્દ્રનું શૈલેન્દ્ર સિંહના ઘરે અવર-જવર રહેતી હતી. આ અંગે જાણ થતા શૈલેન્દ્રએ તેની હત્યા કરી નાંખી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.