તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મથુરા:બેન્ડવાજાના તાલે વાછરડાનો વરઘોડો નીકાળીને જાનૈયાઓ નાચ્યા, ગાય સાથેના લગ્નમાં મહિલાઓએ કન્યાદાન કર્યું

7 મહિનો પહેલા

વીડિયો ડેસ્ક- ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. આ લગ્ન હતાં વાછરડા અને ગાયનાં. આ અનોખા લગ્નમાં એ બધા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જે સામાન્ય લગ્નમાં હોય છે. ગાય અને વાછરડાના આ લગ્નમાં બેન્ડવાજા, જાનૈયાઓ અને દહેજ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાલી દુલ્હા-દુલ્હન જ અલગ હતાં. આ લગ્નમાં વરરાજાના રૂપમાં વાછરડો હતો તો દુલ્હનના રૂપમાં ગાય હતી. આ લગ્નમાં હાજર રહેલા લોકોએ દરેક રીતરિવાજ પણ પૂરા કર્યા. વાછરડાના માથે સાફો બાંધીને જ્યારે આ વરઘોડો નીકળ્યો ત્યારે બધા જાનૈયાઓ પણ જોતા રહી ગયા હતા. બેન્ડવાજાના તાલે જાનૈયાઓએ નાચીને વરઘોડાને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ લગ્ન જોવા માટે રસ્તા પર પણ લોકોની ભીડ ઉમટી હતી. દરેકના મનમાં એ પણ સવાલ હતો કે આ લગ્ન કરવાનું કારણ શું? જેનો જવાબ આપતાં આ લગ્નનું આયોજન કરનારે જણાવ્યું હતું કે ગાય માતામાં 33 કરોડ જ દેવતાઓનો વાસ હોય છે. આપણે રોજ ગાય માતાની પૂજા નથી કરી શકતા. એટલે અમે વિચાર્યું કે નંદી અને ગાય માતાનાં લગ્ન કરાવી દઈએ.અલીગઢના કિલા બેસવાણાના ઉદયભાણ સિંહના માર્ગદર્શન હેઠળ આ જાન નાચતી-ગાતી થના ગામે પહોંચી હતી. જ્યાં ગાય અને વાછરડાનાં લગ્ન સંપન્ન થયાં હતા. ગામની મહિલાઓએ ગાયનું કન્યાદાન કર્યું હતું. અહીં પણ આવી અનોખી જાન, વરરાજા અને દુલ્હનને જોવા માટે આસપાસના ગામોમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા