તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Cabinet On Wednesday Decided That The Management And Operation Of The Country's Other Six Airports Would Be Handed Over To Private Companies.

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય:સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ, NRA કરાવશે કોમન એલિજિબિલિટી એન્ટ્રેસ ટેસ્ટ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • હાલ 20થી વધુ કેન્દ્રીય રિક્રૂટમેન્ટ એજન્સી પરંતુ માત્ર 3ની પરીક્ષા જ કોમન થઈ રહી છે
  • સરકારે કહ્યું- કોમન ટેસ્ટ થવાથી નોકરી શોધી રહેલા યુવાનોને ફાયદો થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક થઈ હતી. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી વિગતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. દેશના 6 એરપોર્ટનું મેનજમેન્ટ અને ઓપરેશન પ્રાઈવેટ કંપનીઓને આપવામાં આવ્યું છે. આ સિવાય નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)ને આધીન પદો માટે CET(કોમન એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) યોજવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

જાવડેકરે જણાવ્યું કે જયપુર, ગુવાહાટી અને તિરુવંનતપુરમ એરપોર્ટને પબ્લિક-પ્રાઈવેટ પ્રાર્ટનરશીપ અંતર્ગત લીઝ પર આપવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

6 એરપોર્ટ માટે ગત વર્ષે અદાણી ગ્રુપની બોલી મંજૂર થઈ હતી
જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ, લખનઉ, અમદાવાદ અને મેંગલુરુને ઓપરેટ કરવા માટે ગત વર્ષે ફેબ્રુઆરીમાં અદાણી ગ્રુપની બોલી મંજૂર થઈ હતી. અમદાવાદ, મેંગલુરુ અને લખનઉ એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અદાણી એન્ટરપ્રાઈઝીઝની વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરીમાં એગ્રીમેન્ટ થયો છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું મેરિટ લિસ્ટ 3 વર્ષ સુધી વેલિડ રહેશે
કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આજે નોકરી માટે યુવાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેની જગ્યાએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. આ અંગે મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનુ મેરિટ લિસ્ટ 3 વર્ષ માટે વેલિડ રહેશે. તેનાથી યુવાઓને લાભ થશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં લગભગ 20 રિક્રૂટમેન્ટ એજન્સી છે. આ બધુ સમાપ્ત કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે યુવાઓની આ માંગ વર્ષોથી હતી. જોકે અત્યાર સુધીમાં આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. આ નિર્ણયથી યુવાઓની તકલીફ પણ દૂર થશે અને તેમના પૈસા પણ બચશે. યુવાઓને હવે એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે.

શેરડી પકવતા ખેડૂતોને પણ રાહત આપવાનો નિર્ણય
બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય વિશે વધુ માહિતી આપતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે એક કરોડ શેરડી પકવતા ખેડૂતો માટે પણ નિર્ણય લીધો છે. સરકારે લાભકારી મૂલ્ય વધારી દીધું છે. હવે 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી થયો છે. તે 10 ટકા રિકવરીના આધારે છે. જો 11 ટકા રિકવરી થાય છે તો 28 રૂપિયા 50 પૈસા પ્રતિ ક્વિન્ટલ વધુ મળશે. તેનાથી એક કરોડ ખેડૂતોને ફાયદો થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો